________________
શારદા સિદ્ધિ
૮૦૭ પદવી છે અને શેઠ એ શ્રીમંતાઈની પદવી છે. જે શાહ પાસે પૈસે હોય તે તે તેને સારા કાર્યમાં સદુપયોગ કરે પણ જે પાસે પૈસા ન હોય તે તે હિંસા-જઇ–ચોરી– અપ્રમાણિકતા વિગેરે પાપ તે ન કરે. મરી જાય પણ અસત્ય ન બેલે. જે બધાની ચિંતા કરે, બધાનું ભલે કરે તે સાહેબ, અને શેઠ તે જ્યાં હોય ત્યાં સારા હોય, તેની પાસે . જે કઈ દુઃખી આવે તે દુઃખી ન રહે. બધામાં જે શ્રેષ્ઠ તેનું નામ શેઠ. જે પસાને લેભી બન્યો, ભૌતિક સુખને ભિખારી બન્યો તે શાહ શાહ ન રહે, સાહેબ એ સાહેબ ન રહે, શેઠ એ શેઠ ન રહે, માટે પૈસા અને પૈસાથી મળતું સુખ એ બંને બહુ ખરાબ ચીજ છે. જે જીવ સુખને લેભી અને અતિપ્રેમી બન્યો તો સમજી લેવું કે એ બગડો. હિંસાદિ પાપ કરીને પૈસા મેળવવા અને પછી ખાઈપીને મોજમઝા ઉડાવવી તેના કરતાં ભૂખ્યા રહેવું સારું. ગરીબ રહેવું સારું. આવી ભાવના જાગે તે તે દુર્ગતિમાં નહિ જવું પડે પણ જે પાપ કર્મો કરીને મોજમઝા ઉડાવશે તે ગતિમાં જવું પડશે. ત્યાં કેઈ તમને બચાવવા નહિ આવે.
આજે દુનિયામાં પાપ વધી ગયું છે, અનીતિ વ્યાપક બની ગઈ છે તે પ્રમાણિકતા તે ક્યાંય દૂર ભાગી ગઈ છે. આજે લેકે બૂમ પાડે છે ને કે પૈસા આપવા છતાં પણ પ્રમાણિક માણસ મળતો નથી. એનું કારણ હોય તે તે એક જ છે કે મનુષ્યના જીવનમાં ધર્મ નથી. ધર્મ કોણ કરી શકે? જે અધર્મથી ડરે તે. અધર્મથી કેણ ડરે? જે પૈસા અને પૈસાથી મળતાં સુખને ખરાબ માને છે. આજે તે એક બાજુ ભગવાનને સારા માનવા છે જ્ઞાની માનવા છે ને બીજી બાજુ ભગવાને જે છેડયું તે સારું માનવું છે. એ બેને મેળ કેવી રીતે મળે? જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સારું છે પણ પુણ્ય ખલાસ થઈ જશે એટલે હાલત ખરાબ થશે. જે તમારે તમારું ભવિષ્ય સુધારવું હોય તે જ્ઞાની ભગવંતે કહે છે કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું ને કયાં જવાને છું? મારે શું કરવાનું છે ને શું નથી કરવાનું? મેં કરવા યોગ્ય શું કર્યું છે અને મારા જીવનમાં કયા ખરાબ કામ ચાલુ છે અને કયા સારા કાર્યો ચાલુ છે, આવા વિચારો રોજ કરો. ખરાબ કાર્યને પશ્ચાતાપ કરી, સારા કાર્યનું અનુમોદન કરી હવે પછી મારે ખરાબ કાર્ય કરવું નથી, બને તેટલું સારું કરવું છે આ વિચાર કરીને રાત્રે સૂઈ જાઓ. જે બધા લોકે આવા વિચારો કરે તે જીવન બદલાઈ જાય. બાકી આજની સરકાર ગમે તેટલા કાયદા કરે, જેલમાં પૂરે પણ સુધારો થવાને સંભવ નથી. ભગવાને જેટલાને સારા બનાવ્યા તે માત્ર ઉપદેશથી બનાવ્યા છે. કેઈન ઉપર બળજબરી કરી નથી.
સ્વપરનું કલ્યાણ કરવા નીકળેલા ચિત્તમુનિ બ્રહ્માદત ચક્રવતિને સમજાવી રહ્યા છે કે સંસાર અસાર છે. સંસારમાં સુંદર મેહક અને આકર્ષક દેખાતા પુદ્ગલે તમામ અશાશ્વત છે. જીવને ક્ષણમાં હસાવનાર અને ક્ષણમાં રડાવનાર છે. કામગ ક્ષણિક સુખ અને લાંબા કાળનું દુઃખ આપનાર છે. હે રાજન ! તેમાં તમે શું મોહ પામ્યા છે? સાચું સુખ અને સાચે આનંદ ભેગમાં નથી ત્યાગમાં છે. માટે ત્યાગના ઘરમાં આવે.