________________
શારદા સિદ્ધિ તમને તમારા પૂર્વભવના પુણ્યથી મળ્યું છે એમ માને છે? પણ તમારી વર્તમાન કાળની કરણીથી તમારું શું થશે એને વિચાર કરો છો ખરા? આ લીલા લહેર કેને આભારી છે? ભૂતકાળમાં કરેલા શુભ કાર્યથી બંધાયેલ પુણ્યના પ્રભાવે. આટલી શ્રદ્ધા થાય તે પાપકર્મ કરવાનું મન થાય નહિ. અહીં ખરાબ કાર્યો કરશો તે દુર્ગતિમાં જવું પડશે એ વાત ભૂલતા નહિ. તમને મરવાની ચિંતા વધારે થાય છે કે મારે દુર્ગતિમાં ન જવું પડે એની ચિંતા વધારે છે? બોલો તે ખરા. મેં જીવનમાં ખરાબ કામ નથી કર્યું, કેઈને દુઃખ થાય એવું કાર્ય નથી કર્યું, કેઈના ખરાબ કાર્યમાં ભાગ નથી લીધો. મેં તે બને ત્યાં સુધી મારી શક્તિ મુજબ સારું કાર્ય કર્યું છે, માટે મને મરવાને ભય નથી. હું તે સદ્ગતિમાં જવાનું છું. આ પ્રમાણે તમે હૈયે હાથ મૂકીને કહી શકે છે ખરા ? ના તમે એમ નહિ કહી શકે કારણ કે એવું તમારું જીવન નથી.
હજુ પૈસા અને પૈસાથી મળતું સુખ એ બે ચીજ જેને ખરાબ નથી લાગતી તે હિંસા-જૂઠ-ચારી, વિગેરે પાપ કર્યા વિના રહે જ નહિ. આપણુ ભગવાને પૈસાને ત્યાગ કર્યો ને સુખને પણ ત્યાગ કર્યો ને અઘેર દુઃખેને સહન કર્યા. આત્માના દેને નાશ કર્યો ને આત્મિક ગુણો પ્રગટ કર્યા, રાગી મટીને વીતરાગી બન્યા. પછી અનંતજ્ઞાની બનીને જગતના જીવને ઉપદેશ આપ્યો કે હે ભવ્ય છે ! પૈસા અને પૈસાથી પ્રાપ્ત ચંતાં સુખમાં ફસાશે નહિ. એ બેમાં જે ફસાશે તે દુઃખી દુઃખી થઈ જશે. એ સમયે કઈ બચાવવા નહિ આવે. કોઈ તમને સુખી નહિ કરી શકે. આજે જગતમાં એવા મનુષ્યો છે કે જેઓ તરસ્યા મરે છે પણ એને કોઈ પણ પાનાર નથી. ભૂખ્યા મરે છે પણ કોઈ ખવરાવનાર નથી. રંગમાં રીબાય છે ને દુઃખી દુઃખી થઈ રહ્યા છે એને કોઈ બચાવનાર કે સુખી કરનાર નથી. તમને વધુ પૈસા મળે તે ભય લાગે કે આનંદ થાય? જેને આનંદ થાય તે પૈસાને શું ઉપયોગ કરે? આજે મોટાભાગના ધનવાના જીવન તપાસો. એમના પૈસા ક્યાં જાય છે? ભેગવિલાસમાં ને મજશેખમાં. પોતાના સુખ માટે એને ઉપયોગ થાય છે. જે કદાચ દાનમાં વાપરે તે નામના માટે, કીતિ માટે, લોકે એને સારા કહે, એની વાહ વાહ બેલાય તે માટે એ દાન કરે છે પણ આપણું જૈનશાસનમાં એવું દાન કરનારની કોઈ કિંમત નથી. ધનને મેહ જીવને દુર્ગતિમાં લઈ જનાર છે, ભાવકૃપમાં ડૂબાડનાર છે. માટે એને સન્માગે એટલે ઉપગ થાય તેટલો સારો. એ માટે ધનને સદુપગ કરે. આવી ભાવનાથી દાન આપે તે એનું દાન સાચું છે. - ધન અને ધનથી મળતું સુખ સારું છે એમ જેના હૈયામાં હોય તે પાપ કર્યા વિના રહેવાને નથી. આજે શાહ એ શાહ નથી, સાહેબ તે સાહેબ નથી અને શેઠ તે શેઠ નથી રહ્યા, કારણ કે શાહ એટલે એ તે સાચા હોય, સાહેબ તે બધાનું ભલું કરે અને શેઠ તે બધાથી સારા હોય. શાહ એ શાહુકારીની પદવી છે. સાહેબ એ સત્તાની