________________
શારદા સિલિ
૮૦૫ બધા આ ભૌતિક સુખમાં ફસાઓ નહિ ને કેઈને ભૌતિક સુખના રાગી બનાવે નહિ. સાધુ બન્યા પછી પણ જો એ ભૌતિક સુખમાં ફસાય તે તે પણ સંસારમાં ભટકવાના છે.
પુણ્યથી મળતું સંસારનું સુખ એ તજવા યોગ્ય છે. પુણ્યથી મળતા સુખની અને તે સુખની સામગ્રીની ઈચ્છા પણ પાપના ઉદયથી થાય છે. તે ઈચ્છા પણ પાપરૂપ છે, અને તેનાથી નવા પાપને બંધ થાય છે. આ વાત ન બેસે ત્યાં સુધી ભગવાનની સાચી ભક્તિ થઈ શકે નહિ. ભગવાનની આજ્ઞાના પાલન રૂપ જે દાન, શીલ, તપ, અને ભાવ છે તે પણ સાચા ભાવે થઈ શકે નહિ. ભગવાનની આજ્ઞા પર જે પ્રેમ થાય તે કાર્યસિદ્ધિ થાય.
ભગવાનની આજ્ઞામાં મસ્ત રહેતા એવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે કે આ સંસાર તે એક જેલ છે. જેલમાં રહેતા જેલીને જેલમાં ગમે તેટલું સુખ હોય, એના ઘર જેવું સુખ અને સામગ્રી મળતી હોય તે પણ એને જેલમાં આનંદ આવત નથી. એની તે એક જ ભાવના હોય છે કે હું આ જેલમાંથી કેમ જલ્દી મુક્ત થાઉં ! એવી રીતે આ છ ખંડનું રાજ્ય એ પણ એક પ્રકારની જેલ છે. પછી ભલે એમાં ગમે તેટલા વૈભવ અને સુખની સામગ્રી હોય, શરીરની તમામ સાનુકૂળતાએ મળતી હોય પણ આત્માને મોક્ષમાં જતા રોકવા માટેની જેલ છે. મેક્ષાથી જીવેને તે એમ જ . થાય કે હું આ સંસાર રૂપ જેલમાંથી કયારે મુક્ત થાઉં! સંસાર જેલમાં રહેવાથી આત્માને સાચે વિકાસ થતું નથી. આત્મિક, માનસિક અને શારીરિક એ દરેક શક્તિના વિકાસનું મૂળ સંયમ છે. સંયમનું બળ જેમ જેમ વધે છે તેમ તેમ આત્મિક તેજ વિકાસ પામે છે. આ ઉત્તમ મનુષ્ય ભવ આત્મિક તેજ પ્રગટ કરવા માટે મળે છે. મનુષ્ય ભવ પામીને સંસારના સુખમાં આસક્ત બનવાનું નથી. હે ચક્રવતિ! મનુષ્ય જન્મ અમુલખ પામીને, ભૂલી જઈનિજ આત્મા સ્વરૂપ આ, જીવનમાં કદી શુભ કર્યું નહિ, થઈ જ ગૃદ્ધ શરીર સુખ વિષે.
આ મનુષ્ય ભવ તે દેવોને પણ દુર્લભ છે. આવા દુર્લભ ભાવમાં પાંચ ઈન્દ્રિયોના વિષય સુખમાં આસક્ત બનીને અમૂલ્ય સમય એમાં વેડફી નાંખનાર મનુષ્ય મૂખ છે, અને જે સમયને ઓળખીને સંયમની આરાધના કરી આત્મસ્વરૂપની પિછાણ કરી લે છે એ મહાચતુર છે. તો તમે પણ સંસાર સુખેને મેહ છેડીને આત્મસાધના કરી લે. હાથમાં આવેલો ઉત્તમ સમય ગુમાવે નહિ, પણ મળેલા સમયને સાર્થક કરો.
બંધુઓ ! મહાન પુણ્યથી આજે મનુષ્ય ભવ મળ્યો છે, પણ એની કિંમત સમજાણ નથી. વિચારો, લાખે મનુષ્યો જગતમાં દુઃખી છે. ઘણાંને રહેવા ઘર નથી, ખાવા અન્ન નથી, તે ઘણાં મનુષ્યો બિચારા જન્મથી આંધળા, બહેરા મૂંગાને અપંગ છે. આપણે બધા સારા છીએ, શરીર સારું છે, ઈન્દ્રિય સારી મળી છે. આ બધું