________________
૮૩
શારદા સિદ્ધિ
“દુખ દેનાર પ્રત્યે પવિત્ર ભાવના” – ગુપ્તચરના મુખેથી સમાચાર સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા, અને તેનું કરૂણા હૈયું બેલી ઉઠયું. અરેરે.... મારા લઘુ બંધવાની આવી દશા થઈ છે? એ કે પ્રતાપી અને પરાક્રમી હતા. તે આજે આ રાંક જેવો બની ગયા ? બંધુઓ ! ભીમસેન રાજા કેવા પવિત્ર છે! એમણે એ વિચાર ન કર્યો કે એણે એક સ્ત્રીના ચઢાવ્યા ચઢી જઈને કેરી માટે અમને મારી નાંખવાનું નક્કી કર્યું ત્યારે અમારે મહેલ છોડીને રાતોરાત ભાગવું પડયું ને? એના કર્મો એ ભેગવે એમાં મારે શું? એવો વિચાર ન કર્યો. આ સ્થાને બીજા હોય તે એ જ વિચાર કરે ને? પણ ભીમસેન રાજા તે એ વિચાર કરે છે કે એ ગુસ્સામાં આવીને ભૂલ કરી બેઠો પણ એમાં એને શું વાંક ! એ તે બિચારે નિમિત્ત છે. મારા ભાગ્યમાં જ્યાં દુઃખ ભેગવવાનું હોય ત્યાં મિથ્યા કોણ કરી શકે? હવે હું ત્યાં જઈને મારા નાના ભાઈ ને પ્રેમથી ભેટી પડીશ ને હું એને કહીશ કે ભાઈ! હવે તું એ પહેલાની વાતને ભૂલી જા. એ તે એક સ્વપ્ન હતું તે પૂરું થયું ને સવાર પડી. આજથી નવા જીવનને આનંદ માણ. આવા વિચારે કરતાં તે ઉદાસ બની ગયા.
“પિતાની ઉદાસીનતા જોતા પુત્રે કરેલ પ્રશ્ન” :- ભીમસેનને ઉદાસ જોઈને દેવસેને પૂછ્યું પિતાજી! આપ એકાએક કેમ ઉદાસ બની ગયા? આપનું શારીરિક સ્વાગ્યે તે સારું છે ને? ભીમસેને પિતાના હૃદયની વેદના છૂપાવતા કહ્યું બેટા ! કાંઈ નહિ. એ તે ખાલી....સ્વાથ્ય તે સારું છે. ગુપ્તચર એ આવીને વાત કરી ત્યારે કેતુસેન ત્યાં હાજર હતા, એટલે એણે કહ્યું તે પિતાજી ! હવે આપની શું આજ્ઞા છે ? ત્યારે ભીમસેને કહ્યું બેટા! યુદ્ધ કરવા માટે મારું મન માનતું નથી. અત્યારે મારી ઈચ્છા તે યાત્રાએ જવાની છે. ત્યાં તે દેવસેન અને કેતુસેન બને ભાઈઓ કહે છે પિતાજી! અત્યારે યાત્રા કરવાને સમય નથી પણ વિજયયાત્રા કરવા જવાનો સમય છે. આપની ઈચ્છા છે તે યાત્રા કરીશું પણ પહેલા અન્યાયની સામે ઝઝૂમીને ન્યાયથી રાજ્ય લેવું એ આપણું કર્તવ્ય છે ત્યારે ભીમસેને કહ્યું બેટા ! તમારી બંનેની વાત સાચી છે પણ મારા અંતરમાં એમ થાય છે કે લડાઈ કોની સામે કરવાની? મારા નાના ભાઈ સાથે ને? એમાં રાજ્ય આપણે લેવાનું ને નિર્દોષ સૈનિકેના લેહી રેડવાના ને? આવી લડાઈથી મારો આત્મા ડરી રહ્યો છે. હું એવી લડાઈ નહિ કરી શકું. આ સમયે વિજયસેન રાજા પણ ત્યાં હાજર હતા. એમણે કહ્યું.
હે ભીમસેન રાજા ! આ કંઈ યુદ્ધ કરવાનું નથી, પણ અન્યાય સામે પડકાર કરવાનું છે. નાનાભાઈને માથે કંઈ તલવાર વીંઝવાની નથી પણ અન્યાયની સામે ન્યાયની તલવાર ઉપાડવાની છે. અન્યાયને સામને કરે અને ન્યાયને પક્ષ લે એ ક્ષત્રિયને ધર્મ છે. ત્યાં દેવસેન અને કેતુસેન બેલી ઉક્યા પિતાજી! આપણે હવે યુદધ