________________
૭૯૦
શારદા સિદ્ધિ દુઃખમાં દુષ્કૃતની ગહ કરવી જોઈએ, કારણ કે જે કઈ સુખ-દુઃખ આપણા જીવનમાં આવે છે તે દુઃખમાં કારણભૂત આપણે પિતાને આત્મા છે. “મg fr વત્તાય તુદાન ય દુદાળ ” પૂર્વભવમાં બાંધેલું આપણું પોતાનું પાપકર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. કેઈ પણ જીવ એકબીજાને સુખ-દુઃખ આપવામાં સમર્થ નથી. બીજા તે નિમિત્ત માત્ર છે. એવું સમજીને મોહના સંતાપને દૂર કરી આત્મસ્વરૂપનું ચિંતન કરવું જોઈએ, ભૂતકાળને વિચાર કરીને સાવધાન બનવું અને ભવિષ્ય બગડી ન જાય તેની સતત કાળજી રાખવી જોઈએ. પૂર્વને અનંત ભવમાં જે દુકૃત કર્યા છે એની નિંદા કરવી. આજ સુધી જીવે અઢાર પાપોનું સેવન કર્યું છે. અઢાર પાપને બાપ મિથ્યાત્વ છે. હવે જાગૃત બનીને એ મિથ્યાત્વને તજવું જોઈએ. ભગવાનની આજ્ઞાની વિરાધનાથી અનંતકાળથી આપણો આત્મા સંસારમાં રઝળે છે. એ દુષ્કતોની નિંદા કરવી. હવે પછી એવા દુતે જીવનમાં ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. જીવ જ્યાં ગયો ત્યાં એણે પાપના હેતુભૂત સાધને એકઠા કર્યા છે. હવે એ સાધનેને ત્યાગ કરી દેવો જોઈએ. તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન ન કરવું, એમની અવહેલના કરવી એ ઘોર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું?
अदेवे देव बुध्धियो, गुरुधीर गुरावपि ।
अधमे धर्मबुध्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥ - રાગ-દ્વેષ યુક્ત દેવને ભગવાન માનવા, મહાવ્રત રહિત ગુરૂને સદ્ગુરૂ માનવા, અને અધર્મને ધર્મ માનવે તે મિથ્યાત્વ છે કારણ કે એ વિપરીત ધારણા છે. જ્યાં સુધી મિથ્યાત્વને નાશ ન થાય ત્યાં સુધી બાહ્ય રૂપે દેખાતી ધર્મક્રિયા માત્ર સંસારનું કારણ બને છે. જે જીવ મિથ્યા દર્શનમાં રક્ત છે, નિયાણ સહિત છે, એટલે કે જે હિંસામય પ્રવૃત્તિ કરનાર છે એવી સ્થિતિમાં મરનાર જીવને બીજા ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી કઠિન છે, માટે આ દુર્લભ અને ઉત્તમ મનુષ્ય ભવ પામ્યા છે તે બીજું ન કરી શકે તે ખેર, પણ ઓછામાં ઓછું સમ્યક્ત્વ તે પામી જાઓ. સમ્યક્ત્વ પામ્યા એટલે ભવને છેડે નીકળ્યો એમ સમજી લે. સમ્યક્ત્વ પામેલે જીવ સમજે છે કે
સંસારના સુખને ગમે તેટલા સોહામણું ને સુંદર હોય પણ અંતે તે દખદાયી હોય છે અને મોક્ષના મુખે ગમે તેટલા દુઃખથી મળતા હોય તે પણ અંતમાં તે તે સુખદાયી છે.” આટલા માટે જ્ઞાની ભગવંતે કહે છે કે સંસારના સુખોમાં આસક્ત ન બને. સંસારમાં પ્રાપ્ત થતું બાહ્ય સુખ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા શુભ કર્મોનું ફળ છે. એમ સમજીને એને ત્યાગ થાય તે કરો ને જો ત્યાગન કરી શકે તે અનાસક્ત ભાવ કેળવે. સંસાર સુખની આસક્તિ કર્મબંધનને હેતુ છે. બ્રાહ્ય સુખ એ ખરેખર સુખ નથી પણ ભાવિના દુઃખને આમંત્રણ આપનાર છે. સુખમાં અભિમાન ન કરો, કારણ કે તમારી પાસે જે સુખ છે એ મોક્ષના સુખ આગળ કંઈ નથી. સિદધ ભગવાનનું સુખ કેવું છે?