________________
૭૮૯
શારદા સિદ્ધિ દુઃખ આવે ત્યારે નિરાશ થયા વગર સમતા ભાવે દુઃખ ભેગવવું જોઈએ. દુઃખમાં જે સમતાભાવ નહિ કેળવ્યું હોય તે નવા કર્મો બંધાય છે. નવા કર્મોને બંધ ન થાય તે માટે અવશ્ય કાળજી રાખવી જોઈએ.
જ્યારે દુ:ખ આવે ત્યારે એ વિચાર કરો કે આ જગતમાં અનેક છે મારા કરતા વધુ દુઃખી છે. એની અપેક્ષાએ તો મને કંઈ જ દુઃખ નથી. નરકના જીવને તે ક્ષણવાર પણ રાહત કે શાંતિ નથી, અને નિગોદના જીને તે સતત જન્મ-મરણ, ચાલુ હોવાથી લેશ પણ સુખ નથી. માનવ જીવનમાં સુખ અને દુઃખ તે વારાફરતી આવવાના છે, માટે દુઃખ આવે ત્યારે નિરાશ બનવાની જરૂર નથી. દુઃખ આવે ત્યારે વિચારવું કે આ દુઃખ તે મારા ઉપર મહાન ઉપકાર કરી રહ્યું છે કારણ કે એ મારા પૂર્વોપાજીત કર્મોને લઈ જાય છે. દુઃખમાં સમત્વભાવ એ પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મરૂપ કચરાને કાઢવાને અપૂર્વ અવસર છે. જે દુઃખમાં સમતા રાખીએ તે દુઃખ પણ કમાણીને અવસર બની જાય છે. સુખમાં અને દુઃખમાં આત્માની દશા કેવી હોય છે? સુખ આત્માને પતન તરફ લઈ જાય છે અને દુઃખ ઉન્નતિની તરફ લઈ જાય છે. સુખમાં વૃત્તિઓ બહિર્મુખી થાય છે ને દુઃખમાં અંતર્મુખી થાય છે. સુખમાં વિચાર વિકારની તરફ દેડે છે ને દુઃખમાં નિર્વિકારતા તરફ દેડે છે. સુખના દિવસે મસ્તીમાં વ્યતીત થાય છે ને દુઃખના દિવસે સુસ્તીમાં વ્યતીત થાય છે. સુખમાં મનુષ્ય પોતાની વાત સાંભળે છે ત્યારે દુઃખમાં બધાની વાત સાંભળે છે. સુખમાં મનુષ્ય અભિમાની બની જાય છે ત્યારે દુઃખમાં નિરાભિમાની બને છે.
શરીરને માટે રાત્રિ એ વિશ્રામને સમય ગણાય છે. રાત્રે ઉંધીને ઉઠયા પછી માણસ જેમ પ્રભાતમાં સ્કુતિ પ્રાપ્ત કરે છે અને કાર્ય કરવામાં એ તત્પર બને છે, એવી રીતે જ્યારે દુઃખ આવે છે ત્યારે તમે એને રાત માને. જેમ રાત્રે વિશ્રામ લઈ લેવાથી સવારમાં સ્કુતિ આવી જાય છે, એવી રીતે દુઃખમાં ઉંઘી જાઓ એટલે શાંત બની જાઓ. દુઃખને સમતાપૂર્વક સહન કરે. જે આવેલા દુઃખને ઉંઘવાની માફક સમતાપૂર્વક સહન કરી લેશે તે એ દુઃખને બેજ પણ હળ બની જશે. જેમ સૂર્યોદય સાથે આપણું દષ્ટિ સતેજ બની જાય છે એ રીતે સમતાપૂર્વક દુઃખને ભોગવ્યા પછી એક અપૂર્વ આનંદની અનુભૂતિ થશે. દુઃખ તે કર્મ ખપાવવાને અપૂર્વ અવસર છે. દુઃખમાં સમતાભાવને કેળવવાની તક મળે છે. ત્રિછલકમાં સદાને માટે રાત્રિ નથી ને સદાને માટે દિવસ નથી. રાત પછી દિવસ અને દિવસ પછી રાત આવે છે ને જાય છે, એવી રીતે આપણું જીવનમાં સુખ દુઃખની ઘટમાળ ચાલુ રહે છે. જીવનપર્યત સુખ હોય કે જીવનપર્યત દુખ હોય એવું આ મૃત્યુલેકમાં બની શકતું નથી. માત્ર એકલું દુઃખ નરક અને નિગેદમાં છે. માત્ર સુખ મોક્ષમાં છે અને સુખ–દુઃખ બંને આ સંસારમાં છે.