________________
શારદા સિદ્ધિ
૭૯૯ રાજકુમારને શ્વાસ અને પ્રાણ હતે. ધર્મની અનેક ક્રિયાઓથી એનું જીવન અત્યંત સુવાસિત હતું. કુમારે જે પ્રતિજ્ઞા લીધી છે તેનું તે બરાબર પાલન કરતો. કદાચ યુદ્ધ કરવા જવું પડે તે યુદ્ધ બંધ રાખીને પણ પૌષધ કરી લેતે. રાજકુમારની વ્રત પાલનમાં આવી દઢતા જોઈને એક વખત ઈન્દ્ર મહારાજાએ પોતાની સભામાં આ રાજકુમારની ખૂબ પ્રશંસા કરી. આ સાંભળીને મિથ્યાત્વી દેવેને ઈર્ષા આવી કે ઈન્દ્ર મહારાજા આપણી પ્રશંસા નથી કરતા પણ જેનું શરીર દુર્ગંધમય ને અશુચીથી ભરેલું છે એવા માનવીની આટલી બધી પ્રશંસા કરે છે. ચાલે, આપણે એની પરીક્ષા કરીએ કે એ કે એના વ્રતમાં દઢ છે !
ખરેખર, ઈર્ષા બહુ બૂરી ચીજ છે. ઈર્ષાળુ માણસ ગુણવાનના ગુણની પ્રશંસા સહન કરી શકતો નથી, તેથી એનું ખરાબ કરવા ઈચ્છે છે પણ બીજાનું ખરાબ કરવા કે પરીક્ષા કરવા જતા પહેલા પોતાને કેટલું સહન કરવું પડે છે! એક તે દેવકના દિવ્ય સુખે છેડીને મૃત્યુલેકમાં અસહ્ય દુધમાં આવવું પડે છે, અને દેવનું દિવ્ય શરીર છોડીને મૃત્યુલેકના માનવી જેવું શરીર ધારણ કરવું પડે છે, ત્યારે બીજાની પરીક્ષા કરી શકે છે. આ બે મિથ્યાત્વી દે નવયુવાન સુંદર સ્ત્રીઓનું રૂપ લઈને મૃત્યુલેકમાં આવ્યા. જુઓ, એને પુરૂષમાંથી સ્ત્રીનું રૂપ લેવું પડયું ને ! આ બંને યુવાન અને દેખાવમાં અપ્સરા જેવી સુંદરીઓ ધર્મસ્થાનકમાં જ્યાં ગુરૂ ઉપદેશ આપતા હતા ત્યાં આવીને સામાયિક લઈને બેસી ગઈ, પછી દરરોજ ધર્મસ્થાન કે આવીને ધર્મધ્યાન કરવા લાગી. આ રાજકુમાર દરરોજ વ્યાખ્યાન સાંભળવા આવતે, અને બપોરે ગુરૂદેવની પાસે ધર્મચર્ચા કરવા આવે ત્યારે પેલી સ્ત્રીઓ પણ આવતી. ખૂબ ધમીઠ, નમ્ર, વિવેકી સ્ત્રીઓને એક દિવસ મહારાજે પૂછયું બહેન! તમે કયાંથી આવ્યા છો? ત્યારે કહે છે ગુરૂદેવ ! અમે બંને બહારગામથી આવ્યા છીએ પણ આપની વાણી અને જ્ઞાનચર્ચામાં અમને ખૂબ રસ આવે છે એટલે રોકાઈ ગયા છીએ. આવી ધમષ્ઠ કન્યાઓને જોઈને કુમારના દિલમાં પણ એના પ્રત્યે બહુમાન જાગ્યું.
દેવકન્યાને પૃછા કરતે કુમાર” એક દિવસ રાજકુમારે કહ્યું બહેન ! તમે કયાં ઉતર્યા છે? ત્યારે બંને સુંદરીઓ કહે છે અને તે ધર્મશાળામાં ઉતર્યા છીએ. કુમારે કહ્યું આપ મારે ત્યાં પધારો, પણ બંને યુવતીઓએ કહ્યું–ના ભાઈ અમારે ધર્મશાળામાં સારું છે. ખૂબ કહ્યું પણ એમણે મહેલમાં આવવાની ના પાડી ત્યારે કુમારે કહ્યું કે તે એક દિવસ મારે ત્યાં જમવાનું છે, તે મને આવી ધમીઠ બહેનની સેવાને લાભ મળે, ત્યારે આ બે કન્યાઓ કહે છે ભાઈ! અમે તમારે ઘેર : જમવા તે આવીએ પણ અમારે તે કંદમૂળ વિગેરે ઘણાને ત્યાગ છે. કુમારે કહ્યું મારે પણ એ બધાને ત્યાગ છે. અમારે ત્યાં એવી ચીજો બનતી નથી. તે ભલે, અમે કાલે આપને ત્યાં જમવા આવીશું. તેમણે રાજકુમારના આમંત્રણને સ્વીકાર કર્યો. બીજે દિવસે