________________
७६८
શારદા સિદ્ધિ પહેલાંની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખે તે એને કદી અભિમાન આવે નહિ. અત્યારે પૂર્વના પુણ્યોદયે લાખે પતિ કે કરોડપતિ હય, એના આંગણે કઈ ગરીબ ભિખારી બટકું રેટી માંગવા આવે ત્યારે એમને તિરસ્કાર કરવામાં આવે છે. એ સમયે જે પહેલાં પિતે ગરીબ હતો એ સ્થિતિને યાદ કરે તે અભિમાન ન આવે, પણ ગરીબને જોઈને એના પ્રત્યે દિલમાં સહાનુભૂતિ જાગશે ને મનમાં થશે કે એક વખત મારી આ જ દશા હતી ને! આ સંપત્તિને કંઈ ગર્વ કરવા જેવું નથી. આજે છે ને કાલે હશે કે નહિ એની શું ખાત્રી ? માટે ધન છે ત્યાં સુધી એને દાનાદિ ધર્મકાર્યોમાં સદુપયોગ કરી લઉં, પણ જે પૂર્વની સ્થિતિને ખ્યાલ ન રાખે તે અભિમાને ચઢી જાય છે. એ રીતે અહીં ચિત્તમુનિ પણ બ્રહ્મદત્તને કહે છે
सो दाणि सिं राय ! महाणुभागो, महिडिओ पुण्णफलोववेओ। चइत्तु भोगाई असासयाई, आदाणहेउं अभिणिक्खमाहि ॥ २० ॥
હે બ્રહ્મદત્ત ચક્રવતિ! એ સમયે ચાંડાલના ભાવમાં આપ જે સંભૂતિ નામના મુનિ હતા તે જ આપ આ સમયે અત્યારે મહાન પ્રભાવશાળી છ ખંડના અધિપતિ ચક્રવતિ થયા છે એ પૂર્વના સુકૃત્યનું ફળ છે. જેને આપ અત્યારે ભેગવી રહ્યા છે, હવે આપનું કર્તવ્ય છે કે આપ અશાશ્વત અને ક્ષણભંગુર એવા આ મને શબ્દાદિક કામગોને ત્યાગ કરીને ચારિત્ર ધર્મનું પાલન કરવા માટે દીક્ષા ગ્રહણ કરો.
બંધુઓ! ચારિત્ર સંપન્ન ચિત્તમુનિ કેવા દઢ સંયમી છે કે બ્રહ્મદત્ત ચક્રવતિએ એમને સંસારના સુખે ભેગવવા માટે કેવા કેવા પ્રલેભને આપ્યા છતાં તેઓ પોતાના વતમાં મેરૂની માફક અડેલ રહ્યા ને બ્રહ્મદત્તને કહે છે કે અત્યારે તારા મહાન પુણ્યને ઉદય છે તેથી આવું પદ તને મળ્યું છે પણ એમાં આસક્ત થવા જેવું નથી, પણ આત્માનું કલ્યાણ કરવા સંસારના ભેગવિલાસ છોડીને ત્યાગ માગે આવી જા. આપણે બંને ભાઈઓ આત્માનું કલ્યાણ કરીશું. આવું કણ કહી શકે? જે પોતાના સંયમમાં બરાબર દઢ હોય તે કહી શકે. સાચા સંયમી પુરૂષોની દેવ કે દેવેના અધિપતિ ઈન્દ્ર પરીક્ષા કરવા માટે આવે તે પણ ડગે નહિ. આ તે સાધુની વાત કરી પણ સંસારી આત્માઓ પણ પિતાના વ્રતમાં એવા દઢ હોય છે કે પ્રાણના બલિદાને પણ પિતે લીધેલા વ્રતનું પાલન કરે છે.
એક રાજાને કુમાર ખૂબ ધમષ્ઠ હતું. એણે એક વખત સંતની વાણી સાંભળી. સંતે અવિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિના ભાવ સમજાવ્યા. એ સાંભળીને રાજકુમારે વિચાર કર્યો કે હું સર્વવિરતિ તે બની શકું તેમ નથી, પણ દેશવિરતિ તે બની શકે તેમ છું એમ સમજીને એણે બાર વ્રત અંગીકાર કર્યા. જીવનભર દોરેજ સામાયિક કરવી તેમજ આઠમ પાખીના દિવસે પૌષધ કરે. આવી પ્રતિજ્ઞા કરી. ધર્મ તે