________________
શારદા સિદ્ધિ
૭૮૭ ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને પણ એ જ વાત સમજાવે છે કે ત્યાગમાં જે સુખ અને આનંદ છે તે સંસારમાં નથી. હજુ ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને શું કહેશે તે અવસરે.
ચરિત્ર :- “હરિસેનને સત્ય સમજતાં થયેલો પશ્ચાતાપ – હરિસેન રાજાને હવે એના મોટાભાઈ ભીમસેન રાજા, ભાભી સુશીલા રાણું અને બે ભત્રીજા દેવસેન અને કેતુસેન બધા ખૂબ યાદ આવ્યા છે, અને પોતે કરેલા હડહડતા અન્યાય બદલ ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. ભાઈભાભીનું શું થયું હશે? એ વિચારે હરિસેન મગજ ગુમાવી બેઠે. તે માટે મોટા મોટા રાજવૈદો અને ડોકટરોને તેડાવીને ચિકિત્સા કરાવી ત્યારે એમનું મગજ કંઈક શાંત થયું, પણ એમનામાં પહેલા જે કુતિ હતી તે દેખાતી નથી. રાજસભામાં જાય. આવે ખાય પીવે બધું કરે છે પણ જાણે ન છૂટકે કરતા હોય તેવી રીતે કરે છે. કેઈ કાર્યમાં એમને રસ કે આનંદ નથી. પિતાના મહેલમાં જાય ત્યારે પિતાની રાણું સુરસુંદરીને જોઈને ક્રોધ આવી જતે ને કહે કે હે દુષ્ટા ! હે પાપિણી ! આ તારી ચઢવણુથી મારી મતિ કુમતિ થઈ ગઈ ને મેં આવું અકાય કર્યું. ધિક્કાર છે મને પાપીને કે હું સ્ત્રીને ચઢાવ્યો ચઢી ગયો! એમ કહી સુરસુંદરી ઉપર ખૂબ ક્રોધ કરતે. એટલેથી પતી જતું નહિ.
લે ઠંડા કામણ કે કૂટ, દુર્મતિકી દાતાર,
સત્યાનાશ કીયા સબ ઘરકા, વહાલા જાણી નાર. હાથમાં લાકડી લઈને ખૂબ માર મારતે ને કહે કે તે જ મને ટી સલાહ આપી છે. તારા મોહમાં હું આંધળે બની ગયો એટલે મેં તારી વાત સાચી માની અને આવું અઘટિત કાર્ય કર્યું. એ કુલપંપણ! તે તે મારો અને મારા કુટુંબને સત્યાનાશ વાળી દીધું. તે એક કરીને માટે દાસીની વાત સાંભળીને આ બધે ઉશ્કેરાટ મચાવ્યો. કદાચ એક કેરી ઓછી આવી તે એમાં સમભાવ ન રાખી શકી કે આ મેટો જંગ મચાવ્યો ! કયાં ગઈ એ દાસી? એને તે હું અત્યારે જ મારા નગરની બહાર કાઢી મૂકું છું. એમ કહીને ભૂંડા હાલે રોતી ને કકળતી દાસીને કાઢી મૂકાવી, અને રાણીને કહે છે કે હવે મારા મોટાભાઈ અને ભાભી આવે એટલે તને પણ કાઢી મૂકીશ. અરેરે....જે પુરૂષો આ દુનિયામાં સ્ત્રીના કહ્યા પ્રમાણે ચાલ્યા છે એ ખુવાર થઈ ગયા છે, એવા તે કંઈક દાખલા છે.
- સ્ત્રીની ચઢવણુથી થતાં અન” :- શ્રેણિક રાજાને પુત્ર કેક એની રાણી પદ્માવતીને ચઢાવ્યો ચઢી ગયો ને હલ-વિહલ પાસેથી હાર અને હાથી પડાવી લેવાને માટે કેટલું કર્યું? એણે હલ–વિહલ પાસે હાર અને હાથી માંગ્યા પણ એમણે કહ્યું કે એ તે પિતાજીએ અમને આપેલા છે તે નહિ આપીએ. તે પણ કેણીકે જબરજસ્તીથી લેવા માટે ધમકી આપી ત્યારે હલ અને વિહલ પોતાના દાદા ચેડા મહારાજાના શરણે ગયા. ત્યાં બંને વચ્ચે અન્યાયની સામે જીત મેળવવા માટે ભયંકર "