________________
૭૩૨
શારદા સિદ્ધિ તમે જે ચીજને અડશો તે બધી ચીજે સોનાની બની જશે. એમ કહીને મહાત્મા ચાલ્યા ગયા. રાજાને તે આનંદને પાર ન રહ્યો. બસ, હવે તે હું જેને અડીશ તે બધું સેનાનું થઈ જશે, એમ વિચાર કરીને રાજા સિંહાસને બેઠા તે સિંહાસન સોનાનું બની ગયું. સિંહાસનેથી ઉઠીને ભીંતને અડયા તે ભીંત સોનાની બની ગઈ બારણાને અડયા તે બારણું સેનાનું બની ગયું. રાજાને આનંદનો પાર ન રહ્યો. હર્ષમાં ને હર્ષમાં રાણીને મહેલે આવ્યા. રાણે પૂછે છે નાથ ! આજે આપના મુખ ઉપર આટલે બધે આનંદ શેને છે? ત્યારે રાજા કહે છે જે તે ખરી. આજે તે મારા ભાગ્યને સિતારો જાગે છે કે હું જેને અડું છું તે બધું સેનાનું બની જાય છે. એમ કહીને રાણીને અડ્યા. તે રાણી સોનાની જડ પૂતળી બનીને જમીન પર પડી ગઈ બીજી રાણીઓ આવી ને એને અડયા તો એ પણ સેનાની બની ગઈ. પછી તે રાજા કંઈક દાસ દાસીઓને અડકયા તે બધા સેનાના પૂતળા બનીને પડી ગયા, એટલે સૌના મનમાં થયું કે આ તે રાજા જેને અડે છે તે સોનાનું બની જાય છે એટલે કેટલાક દાસદાસીઓ ભાગી ગયા. રાજાની કુંવરી વિચાર કરવા લાગી કે બધા જ જડ પૂતળા બની જશે તે પછી શું થશે? એ પણ ગભરાઈ ગઈ. રાજા પણ ગભરાઈ ગયા. એમણે માંગ્યું ત્યારે આ ખ્યાલ નહિ કે આવું બનશે. રાજાને ભૂખ બહુ લાગી એટલે કુંવરીને કહે છે બેટા ! મને ખાવાનું તે આપ. બહુ ભૂખ લાગી છે. કુંવરીએ રાજાને થાળમાં ભેજન પીરસ્યું. ભેજનના થાળને અડક્યા તે એ ભજન પણ સેનાનું બની ગયું. હવે શું ખાય ? સમજાણું?
અતિ લેભ દુઃખ અને પાપનું મૂળ છે. સેનું ગમે તેટલું હોય પણ કંઈ ભૂખ મટાડી શકે છે? રાજાના પેટમાં ભૂખના કારણે બળતરા ઉઠી છે, પણ હવે શું ખાય? સેનાના ટુકડા ખવાય? (હસાહસ) ખાવાનું તે સેનાનું બની ગયું, પછી રાજા કહે છે બેટા ! પાણી તે આપ. પાણી આપ્યું તે એ પણ સેનાને જાડો રસ બની ગયે. આથી રાજા બેબાકળા બની ગયા ને ભૂલથી કુંવરીને અડી ગયા, તે એ પણ સેનાની બની ગઈ. (હસાહસ) એટલે રાજા પાણી...પાણી કરતા ગામ બહાર દેડયાને તળાવે પાણી પીવા ગયા તે તળાવ સેનાનુ બની ગયું. વનફળ ખાવા ગયા તે એ પણ સોનાના બની ગયા. રાજા જ્યાં ગયાં ને જેને અડ્યા છે બધું સેનાનું બની ગયું. રાજા ત્રાસ ત્રાસ પામી ગયા ને મહાત્માને શોધવા લાગ્યા. હવે જે મહાત્મા મળે તે એમની પાસે જઈને એમનું વચન એમને પાછું આપી દઉં. શેધતાં શોધતાં રાજા જ્યાં મહાત્મા બેઠા હતા ત્યાં આવ્યા. મહાત્માના ચરણમાં માથું મૂકીને કહે છે હું તે ત્રાસ...ત્રાસ પામી ગયો. મહાત્મા! બચાવબચાવે...મારે હવે સોનું નથી જોઈતુ.
મહાત્માએ કહ્યું હે રાજા ! તે સોનાના મેહમાં પડી તૃષ્ણના પૂરમાં તણાઈને કેટલા લેકોને ત્રાસ આપે? કેટલાના પ્રાણ તૂટયા? અને સોનાના ઢગલા ભેગા