________________
શારદા સિદ્ધિ
૭૩૧ માણસો મારી નાંખતા. લેકે મરણના ભયથી ડરીને ભાગવા લાગ્યા. માણસ ભાગીને ગામથી ઘણે દૂર જંગલમાં ગયા, ત્યારે ઝાડ નીચે એક મહાત્મા બેઠા હતા. એમની પાસે જઈને લોકોએ વિનંતી કરી કે મહાત્માજી ! આપ તે મહાન શક્તિશાળી પુરૂષ છો. અમને બચાવે.....અમારું રક્ષણ કરે. મહાત્માએ કહ્યું ભાઈ શું છે? તમે આટલા બધા માણસો શા માટે ભયભીત બનીને આમ દડદડ કરી રહ્યા છે ? ત્યારે લેક આંખમાં આંસુ સારતા કહે છે મહાત્મા ! અમારા ગામના રાજાને સેનાની ભૂખ જાગી છે. એ લેકેને લૂંટીને તેનું ભેગું કરે છે. તેનું લેવાની સાથે રાજાના માણસો બીજું ઘણું લૂંટી જાય છે, અને કંઈકને મારી નાંખે છે. જ્યાં રક્ષક જ ભક્ષક બની ગયો. ત્યાં અમે ક્યાં જઈએ ? અમે ઘરબાર બધું છોડીને જીવવા માટે ભાગી છૂટયા છીએ. આપ આ રાજાને સમજાવે ને અમારું રક્ષણ કરે.
“ રાજમહેલમાં સંન્યાસીનું આગમન -” આ સંન્યાસી મહાત્મા ખૂબ શક્તિધારી હતા. એમણે વિચાર કર્યો કે જે મને શક્તિ મળી છે તે મારે રાજાની સાન ઠેકાણે લાવવી જોઈએ, અને આ બિચારા પ્રજાજનોનું રક્ષણ કરવું જોઈએ. એમ સમજી દયાળુ મહાત્માએ કહ્યું હે પ્રજાજને! તમે હવે કઈ ડરશે નહિ ને કયાંય જશો નહિ. તમે બધા અહીં રહેજે. રાજાને સમજાવવા જાઉં છું. મહાત્મા તે રાજા પાસે આવ્યા. મહાત્માને આવતા જોઈને રાજા બોલ્યા પધારો પધારો.મહાત્માજી! કેમ આપનું આગમન થયું ? ત્યારે મહાત્માએ કહ્યું મહારાજા ! તમે બહુ દુઃખી છે એટલે હું તમને સુખી કરવા આવ્યો છું. બેલે, તમારે શું જોઈએ? તમને શું દુઃખ છે? તમારું દુઃખ મટાડવા માટે જે ચીજની જરૂર હોય તે આપવા તૈયાર છું.
“ સન્યાસી પાસે રાજાએ કરેલી માંગણું -” રાજા વિચાર કરવા લાગે કે અહો! હું કે ભાગ્યવાન કે મહાત્મા પુરૂષ હાલી ચાલીને મારું દુઃખ મટાડવા આવ્યા છે. તે હું શા માટે માંગતા ભૂલું? રાજા કહે છે મહાત્મા ! મને સેનું બહુ ગમે છે. સોનું મળે તે સુખ થાય. હું તમને બધાને પૂછું છું કે તમારી પાસે આવી રીતે કઈ મહાત્મા આવે ને માંગવાનું કહે તે શું માંગશે ? તમે પણ એ જ વિચાર કરશે ને કે અત્યારે નાના ભાવ આસમાને ચઢી ગયા છે તે તેનું માંગી લઉં. (હસાહસ) રાજાએ સોનું માંગ્યું પણ એ જગ્યાએ કેઈ સમકિતી જીવ હેત તે એવું માંગત કે હે ગુરૂદેવ ! હે ભગવંત ! “આરૂષ્ણ બહિલાભં, સમાવિરમુત્તમ રિંતુ....સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ.” મને રોગ રહિતપણું આપે જેથી હું આત્મસાધના કરું. મને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાઓ. જેથી ભવરોગ નાબૂદ કરી અનંત સિદ્ધ ભગવંતે બિરાજે છે એવા સિદ્ધક્ષેત્રમાં હું પહોંચી જાઉં ને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કર્યું, પણ રાજાને તે તૃણા હતી. એ તૃષ્ણના કારણે દુઃખી હતા, એટલે સોનું માંગ્યું, ત્યારે મહાત્માએ કહ્યું. ભલે, તમારે સોનું જ જોઈએ ને ? મારું વચન છે કે