________________
શા સિલિ ધર્મને ઉપદેશ સાંભળવામાં પિતાનું અહોભાગ્ય સમજવા લાગ્યા. મહાત્માનું નિવાસ એક તીર્થધામ જેવું બની ગયું.
બીજા બધા લેકે મહાત્માના દર્શન કરી ઉપદેશ સાંભળીને ચાલ્યા જતા પણ એ ગામના ચાર માણસો તે એવા હતા કે તે મહાત્માની રાત દિવસ ખંતથી સેવા કરતા. આમ કરતાં ચાર મહિના પલકારામાં વીતી ગયા. મહાત્માએ ચારે જણને પિતાની પાસે બોલાવીને કહ્યું કે હું હવે અહીંથી પ્રયાણ કરીને કાશી તરફ યાત્રાએ જવા ઈચ્છું છું. તમે ચારે જણાએ અંતરના ભાવથી મારી ખૂબ સેવા કરી છે, માટે તમે ચારે ય જેવા સુખી છો એવા સદા સુખી રહે એવા તમને મારા અંતરના આશીર્વાદ છે. આ ચારે ય ભક્તો મહાત્માના આવા આશીર્વાદ સાંભળીને ઉદાસ બની ગયા. એ ચારમાંથી એક જણે કહ્યું કે ગુરૂદેવ ! આખા ગામમાં અમે ચાર જ માણસે વધુમાં વધુ દુઃખી છીએ. અમે ધર્મ કર્મ કે સંત સેવામાં કંઈ સમજતા નહોતા પણ દુઃખમાંથી મુક્ત થવા માટે જ આપની સેવામાં રહ્યા છીએ. આપની પાસે આટલા દિવસ રહ્યા પણ અમે અમારા દુઃખને એક શબ્દ પણ આપની સામે ઉચ્ચાર્યો નથી. પણ આખા ગામમાં અમે ચાર વધારે દુઃખી છીએ. આપ તે કરૂણાના સાગર છે, તે અમારા દુઃખ દૂર કરો. અમને આપના વચન ઉપર શ્રદધા છે, એટલે જે આપની કૃપા દષ્ટિ થશે તે જરૂર અમારું દુઃખ ટળી જશે.
મહાત્માએ કહ્યું અરે ! તમે આ શું બોલે છે? મને તે એમ લાગે છે કે આખા ગામમાં તમે ચાર માણસ જ સૌથી વધારે સુખી છે. તમે પૂર્વભવના પુણ્યથી આવું સુખ જોગવી રહ્યા છે. દરેક મનુષ્યને તમારા જેવું સુખ મળવું દુર્લભ છે. તમે તમારી જાતને બેટી રીતે દુઃખી માની રહ્યા છે. છતાં જે તમને એમ લાગતું હોય કે અમે દુખી છીએ તે કહે તમને શું દુઃખ છે? ત્યારે એક જણે કહ્યું ગુરૂદેવ! અમે ચારેય જણા પૂરા અભાગી છીએ. અમારા ચારમાંથી એકેયને પરિવાર ધન, ઘરબાર કે કીતિ–ખ્યાતિ નથી, તેથી અમે ચારે જણે એકલા અટુલા આમથી તેમ ભટકી રહ્યા છીએ. અમે ચારેય મિત્રએ ધન, સ્ત્રી, ઘરબાર, કીર્તિ, પરિવાર વિગેરે મેળવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ બધા વ્યર્થ ગયા. અમે નિરાશ થઈને આપના શરણે આવ્યા છીએ. હવે જે આપ અમારા ઉપર કંઈક કૃપાદષ્ટિ કરો તે અમારું દુઃખ ટળે ને સુખ મળે. મહાત્માએ કહ્યું હે વત્સ! હજુ તમે ખોટી ભ્રમણામાં છે.
તે કહું છું કે તમારા જેવું કંઈ સુખી નથી છતાં પણ જે તમારી ઈચ્છા સંસારના દુન્યવી સુખો ભેગવવાની છે તે એમ બનશે પણ તમે ચારે જણું તમને જે સુખ પસંદ હોય તે ખુશીથી માંગી લે. હું તમારી ઈચ્છા પૂરી કરીશ. બોલે, તમારે શું જોઈએ છે?
ચારે ય જણાએ વિચાર કરીને મહાત્મા પાસે પોતાના સુખની ઈચ્છા પ્રદર્શિત કરી. પહેલાએ કહ્યું મારે સુંદર સ્ત્રી જોઈએ. બીજાએ કહ્યું મારે પુત્ર પરિવાર સહિત