________________
શારદા સિદ્ધિ
૫
- કલકત્તા શહેરમાં એક ખૂબ શ્રીમંત શેઠ રહેતા હતા. એમણે એ જમાનામાં રૂપિયા સાત લાખ પચીને એક આલીશાન બંગલે બંધાવ્યો. એ જમાનાના સાત લાખ એટલે આજના સિત્તેર લાખ સમજી લે. શેઠને બંગલે તૈયાર થઈ ગયો. જેટલા લોકે આ બંગલે જુએ તે બધા જોઈને એમ જ કહેતા કે શું સરસ બંગલે છે ! બંગલાની પ્રશંસા સાંભળીને શેઠ ખુશ ખુશ થઈ જતા પણ શેઠના મનમાં થયું કે હું કઈ સંતને મારા બંગલામાં પગલા કરવા માટે લઈ આવું. લેક તે આ ગામમાં મારા બંગલાની પ્રશંસા કરશે પણ જે સંત મુનિરાજ શે તે ગામે ગામ મારા બંગલાના વખાણ કરશે, અને લોકો મારી વાહ વાહ કરશે. આ શેઠ ધમીષ્ઠ ખૂબ હતા પણ પિતાની વાહ વાહ કહેવડાવવાની મમતા હતી. શેઠના બંગલાના ઉદ્ઘાટન પ્રસંગ આવ્યો ત્યારે આગલા દિવસે શેઠ ઉપાશ્રયે દર્શન કરવા માટે ગયેલા, ત્યારે સંતને વિનંતી કરેલી કે ગુરૂદેવ ! આપ મારે ત્યાં પધારજો. મને લાભ આપજે. જૈનના સંત કદી નિશ્ચયકારી ભાષા બોલે નહિ. કેને ત્યાં કયારે ગૌચરી જવાનું એ પણ નક્કી ન હય, એટલે કહ્યું અવસરે. શેઠ ઘેર આવ્યા.
બીજે દિવસે પોતાના નવા બંગલાના ઉદ્ઘાટન પ્રસંગે પાટીને પોગ્રામ ગોઠવેલે, એટલે સગા સબંધીઓ, સનેહીઓ વિગેરે ખૂબ મહેમાન આવ્યા. કુદરતને કરવું કે શેઠને લાભ મળવાને હશે એટલે સંત એ રસ્તે થઈને ગૌચરી જવા માટે નીકળ્યા. શેઠની . નજર પડી એટલે શેઠ સંત પાસે ગયા ને વિનંતી કરી કે ગુરૂદેવ ! આપ પધારો. મારા બંગલામાં આપના પુનીત પગલા કરો. આજે મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય છે ! શેઠની ભાવના જોઈને સંત પધાર્યા. શેઠ ગુરૂદેવની સાથે રહીને પોતાના બંગલાની એકેક રૂમ ખોલી ખોલીને બતાવવા લાગ્યા. જુઓ ગુરૂદેવ ! આ મારું દિવાનખાનું છે. એમાં દેશવિદેશના આધુનિક ઢબના ફનીચરો ગોઠવ્યા છે. લાઈટોની રોશની, પંખા આ બધી સામગ્રી દિવાનખાનામાં ગોઠવી છે. સંતે કહ્યું-હા. આગળ વધીને કહે છે આ મારું રડું છે. રસોડામાં પણ એવી સુંદર સગવડ કરી છે કે રસોઈ કરનારને વારંવાર ઉભા થવું ન પડે. બધી ચીજો બેઠા બેઠા લઈ શકાય. બધી ચીજો મૂકવા માટે ચારે તરફ કબાટો બનાવ્યા છે. સંત કહે–હા. આગળ વધીને કહે છે આ મારો ઓફીસને રૂમ છે. આગળ ચાલતાં કહે છે આ મારો સ્વાધ્યાય રૂમ, પૌષધશાળા છે. શેઠ ધમષ્ઠ હતા એટલે પૌષધશાળા બનાવી હતી. આગળ ચાલીને બીજે રૂમ બતાવતા કહ્યું કે આ મારો શયનરૂમ છે. કોઈ મહેમાન આવે તે તેમને ઉતરવા માટે આ અતિથિગ્રહ છે. શેઠે એકેક રૂમ બતાવ્યો ત્યારે શેઠના સગા સબંધીઓ એના બંગલાની પ્રશંસા કરતા હતા ત્યારે સંત તે માત્ર હા..હા....એમ હોંકારો આપીને એક રૂમમાંથી બીજા રૂમમાં સહેજ ઉભા રહીને પાછા ફરતા હતા.
આખા બંગલામાં રૂમે રૂમ ફર્યા પણ મહારાજાના મુખમાંથી હકાર સિવાય કંઈ