________________
વ્યાખ્યાન ન. ૮૧ આ વદ ૫ ને બુધવાર
તા. ૧૦-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનતજ્ઞાની કરૂણાસાગર ભગવંતે જગતના જીના ઉદધારને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીમાં અમૂલ્ય ખજાને ભરેલું છે. જેમ વહેપારીના ચેપડા માટે કહેવાય છે ને કે “ પાનું ફરે ને સેનું ઝેર.” જે કુશળ દીકરો હોય તે પિતાએ કઈ અપેક્ષાએ લખ્યું છે તે શોધી નાખે છે, તેમ ભગવાનના એકેક વચન ઉપર શ્રદ્ધા થાય તે કર્મબંધન તૂટે. ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા થાય તે અને એ વચનામૃતોને સાર સમજાય તે આ સંસાર કે છે એ વાતને ખ્યાલ આવી જાય. જ્ઞાનીઓ કહે છે.
जन्म मृत्यु जरा व्याधि, शोक चिन्तायुपद्रते।
असारे ऽस्मिन् तु ससारे, धर्म एव सुखावहः ॥ આ સંસાર જન્મ-મૃત્યુજરા-વ્યાધિ-શેક-સંતાપ વિગેરે અનેકાનેક ઉપદ્રવથી ભરેલે છે માટે અસાર છે. આવા સંસારમાં સુખ કયાંથી જોવા મળે? આ સંસારમાં ધર્મ જ સુખકારી છે. સંસાર અનેક ઉપદ્રથી ભરેલું છે એટલે ત્યાં સુખની કલ્પના પણ કયાંથી થઈ શકે ! છતાં પણ મન અનેક સુખની આશાઓમાં ને તરંગોમાં રમતું હેય તે એ ભારે અવિવેક અને અજ્ઞાન દશા કહેવાય. જ્યાં અનેક ઉપદ્રોની હારમાળા લાગેલી હોય ત્યાં આનંદ શા ? નિશ્ચિતતા કેવી? આશાઓ કેવી? માની લે કે તમે મુસાફરીએ ગયા ને કઈ ગામમાં ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં સાંભળ્યું કે અહીં ક્યારેક સર્ષ અને વીંછી નીકળે છે ત્યાં વળી એકાદ વીંછી નજરે જોયો પણ ખરો. હવે કહો. ઉપદ્રવ ભર્યા સ્થાનમાં તમને શાંતિ રહે ખરી? નિરાંતે ઊંઘ આવે ખરી? “ના” સુખે ઉંઘી શકે નહિ ને? તો એવી રીતે તમે જ્ઞાની પુરૂષોના મુખેથી સાંભળ્યું કે સંસાર જન્મમરણાદિ અનેક ઉપદ્રવોથી ભરેલે છે પછી સંસારમાં શાંતિ રહે ખરી? સંસારમાં સુખેથી રહેવાય ખરું? એક નાનકડા ઘરમાં પણ નાના નાના ઉપદ્રવથી ગભરાઈ જાઓ છે તે પછી આટલા મેટા સંસાર રૂપી ઘરમાં મોટા મોટા ઉપદ્ર વચ્ચે કંઈ ગભરામણ નથી થતી? શું વારંવાર જન્મ-મરણ આવે એ મોટા ઉપદ્રવ નથી? તમને ભૂતકાળમાં કેવા કેવા દુઃખે વેડ્યા એની કદાચ ખબર ન પડે તે ખેર! પણ વર્તમાનકાળમાં તે અનુભવી રહ્યા છે ને કે અહીં જન્મ લીધા બાદ કેટલાય ઉપદ્રવ વેઠવા પડ્યા. એ પણ પૂર્વજન્મોનું ફળ છે. એ વાત ભૂલતા નહિ.
ઉપદ્રવ એટલે શું? હેરાનગતિ જ ને? તે વારેવારે જન્મ લે પડે, મરવું પડે એ શું હેરાનગતિ નથી? (શ્રોતામાંથી અવાજ ઃ છે જ.) હે...તમને આવું સમજાણું !