________________
૭૮૨
શારદા સિદ્ધિ
તો હવે બહાર નીકળી જાએ, આ સ`સારના ઉપદ્ભવ એટલે પીડા. આ શરીરને રોગ થાય, વૃદ્ધ બની જાય, ગાત્રા બધા શિથિલ થઈ જાય, આ બધુ પીડા રૂપ જ છે ને ? તેમજ રોગ આવે. ઈષ્ટ વસ્તુના વિયોગ થાય ને અનિષ્ટના આગમન થાય, ઉદ્વેગ થાય. શાક થાય, એક પછી એક ચિ'તાએ આવીને ઉભી રહે, સતાપ જાગે, આ બધી પીડાએ છે માટે એને ઉપદ્રવ કહેવાય. એ ઉપદ્રા ચિત્તની શાંતિના લેપ કરે છે ને અશાંતિ જગાવે છે. આવા ઉપદ્રવથી ભરેલા સ`સાર અસાર છે, છતાં માહ મૂતાને લઈને ધન માલ, પિરવાર અને પ્રતિષ્ઠા મળવાથી જીવ હરખાય છે, એને સાર રૂપ માને છે, પણ એ સારભૂત નથી.
આત્મા તે। સ્વતંત્ર છે પણ જન્મ પામીને એ પરાધીન બને છે, અને એને અનેક દુઃખાના ભાગ થવુ પડે છે, માટે જન્મ એ દુઃખનું નિમિત્ત છે. આવી સમજણુ આવે તે જન્મ–જરા-મૃત્યુ-રોગ-શાક-દરિદ્ર-સ'તાપ અને ચિ'તાઓથી ભરેલા આ સંસાર જીવને એક ઉપદ્રવ રૂપ લાગે, લાગવુ' એટલે સમજો છે ને? માત્ર એક વાર જાણી લીધું, ખાલી મનથી વિચારી લીધુ. એટલું જ ખસ નથી પણ દિલમાં સચોટ વસી જાય, પછી દિલથી એના તરફ દૃષ્ટિ ઉપદ્રવ તરીકેની રહે એ લાગ્યું કહેવાય. સસાર એવા ઉપદ્રવ રૂપ લાગવા જોઈએ કે જેથી તેના તરફ બહુમાન થાય નહિ, એને પક્ષ કરવાનુ` મન થાય નહિ.
બંધુએ ! સ`સાર અને સ'સારના પ્રત્યેક સુખે તમને ઉપદ્રવ રૂપ લાગશે ત્યારે એની સામે ધર્મ એ મહામગલરૂપ લાગશે. ધમ તે સારો છે છતાં આજે મનુષ્ચાના મુખ ઉપર ધર્મના ઉત્સાહ કેમ દેખાતા નથી ? ધર્મના કાર્યોંમાં કઇંટાળા કેમ આવે છે ? એના ઉપર વિચાર કરશે! તા સમજાશે કે હજી સંસાર અને સૌંસારની દરેક ખાખતા જેમ કે વિષય કષાય, માન-સન્માન, માલ મિલ્કત, બધું ઉપદ્રવ રૂપ છે એવુ સચોટ સમજાયુ' નથી એટલે જાણે રોતડની જેમ પરાણે ધર્મ કરતા હોય એવુ દેખાય છે. જેને પૈસા એ ઉપદ્રવ રૂપ લાગ્યા હોય એને દાન ધર્મીમાં ઉત્સાહ ન હેાય એવુ ખને નહિ. શરીર અને ઈન્દ્રિયે જે ઉપદ્રવ રૂપ લાગે તે પછી શું શીલ, વ્રત, ત્યાગ વિગેરેમાં ઉત્સાહ ન જાગે ? જાગે, પણ હજી ધર્મ કાર્યોંમાં ઉત્સાહ નથી દેખાતા એનુ' કારણ એ છે કે સંસાર અને સમસ્ત સાંસારિક પદાર્થોં તથા પ્રવૃત્તિ ઉપદ્રવ રૂપ હજી લાગતા નથી, એટલે ધર્મના ઉત્સાહ, ધર્માંની લગની કે ધર્માંના વિચારો આવતા નથી, એ માટે તેા વારવાર એવી ભાવના કરવી જોઈએ કે સંસાર ઉપદ્રવ રૂપ છે, શલ્ય રૂપ છે, જીવને સ’સારમાં પરિભ્રમણુ કરાવનાર છે. આ વાત હૃદયમાં બેસી જાય તા
ભવનિવેદ જાગે.
ભવનેિવેંદ એ ધન પાયો છે. જ્યાં સુધી ભવનિવેદન આવે ત્યાં સુધીની કરેલી ધર્મક્રિયાઓ જીવને મેાક્ષની નજીક લઈ જનારી બનતી નથી. કંઇક અભવી જીવ