________________
૭૮•
શારદા સિદ્ધિ કર્યું છે તે બરાબર છે પણ જ્યારે ભીમસેનના પાપકર્મો પૂરા થયા ને એના પુણ્યને ઉદય થયો ત્યારે એક દિવસ હરિસેન સુખ શય્યામાં સૂતે હતે. તે મધ્યરાત્રિએ એકદમ ઝબકીને જાગ્યા. એમની ઉંઘ ઉડી ગઈ. એમના મનમાં વિચાર થયો કે અહો ! ભગવાન તુલ્ય મારા ભાઈ કયાં હશે? અરેરે....મેં એક સ્ત્રીની ચઢવણીએ ચઢીને મારા ભાઈને મારી નાંખવા સુધીને વિચાર કર્યો, જે કે મારા કુકર્તવ્યની એમને કઈ પણ રીતે ગંધ આવી ગઈ હશે જેથી તેઓ પોતાના પરિવાર સહિત કયાંના કયાંય ચાલ્યા ગયા છે પણ મેં તે પછી કદી એમની તપાસ કરી નથી કે એ કયાં ગયા? એમનું શું થયું?
અરેરે.હું સ્ત્રીના ફંદમાં કયાં ફસાઈ ગયો? હે ભગવાન! હવે મારું શું થશે? પિતા તુલ્ય એવા મારા મોટાભાઈ આ હત્યારાના ત્રાસથી રાતોરાત ભાગીને ક્યાં ગયાં હશે? અને આજે તેઓ ક્યાં હશે ? સદાય સુખ અને આનંદમાં રહેનારા એવા મારા માતા સમાન પૂજ્ય ભાભીની આજે કેવી દશા હશે? અને કુમળા ફૂલ જેવા દેવસેન અને કેતુસેનનું શું થયું હશે? આ વિચાર આવતાની સાથે એમનું હૈયું કકળી ઉઠયું ને અંતરમાં પશ્ચાતાપને ભઠ્ઠો સળગ્યો.
હરિસેનને કકળી ઉઠેલો આત્મા” :- હે ભગવાન ! હવે મારે નથી જોઈતું આ રાજ્ય! અને નથી ખપતા મને આ વૈભવ વિલાસ. આવા વિચારમાં એ જોરથી બલી ઉઠયા બચાવો...બચાવે..મારા અંગે અંગમાં કાળી બળતરા બળે છે. હરિસેનની ચીસ સાંભળીને એની રાણી તેમજ દાસ-દાસીઓ, નેકર ચાકરો બધા દેડી આવ્યા. પ્રધાનને પણ બોલાવવામાં આવ્યા. સૌના દિલમાં એમ થયું કે હરિસેન રાજાને અચાનક શું થઈ ગયું ? સૌ હરિસેન રાજાને સમજાવવા લાગ્યા, ત્યારે કહે છે કે મારા ભાઈભાભી કયાં ગયા ! એમને અહીં લાવી આપે. હે ભગવાન ! એ જ્યાં હોય ત્યાં એમને સુખી રાખજે. આમ બોલ્યા કરે છે ત્યારે સૌ સમજ્યા કે હરિસેનને એમના મોટાભાઈ યાદ આવ્યા છે. એમને હવે પિતાની ભૂલ સમજાઈ ગઈ લાગે છે. પ્રધાન વિગેરે હરિસેનને સમજાવે છે કે મહારાજા ! તમે રડે નહિ, ગૂરો નહિ. આપણે એમની તપાસ કરાવીશું, પણ હરિસેનને કયાંય ચેન પડતું નથી. રાજપાટ તે એને ઝેર જેવા લાગવા લાગ્યા. ખાવું-પીવું, હરવું-ફરવું બધું ઝેર જેવું થઈ પડયું છે. કયાંય એના ચિત્તને ચેન પડતું નથી. ચિંતામાં ને ચિંતામાં હરિસેનનું મન અસ્વસ્થ બની ગયું. એ બુદ્ધિ ઉપર કાબૂ ગુમાવી બેઠા. મંત્રીઓએ રાજવૈદે તેડાવીને હરિસેનની દવા કરાવી ત્યારે માંડ એનું મગજ સ્વસ્થ બન્યું, પણ પહેલાં જેવી સ્કુતિ કે આનંદ જણાતું નથી. પ્રધાન તથા પ્રજાજનોને ચિંતા થઈ કે હરિસેનનું મન અસ્વસ્થ છે. હવે શું થશે? અને હરિસેનને ચિંતા થાય છે કે મારા ભાઈ-ભાભી અને બાળકે કયાં હશે ! હજુ પણ કે બૂરા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.