________________
* ૭૮૩.
શારદા સિલિ ચારિત્રનું પાલન કરે છે છતાં એને સંસાર ઘટતું નથી, એનું પરિભ્રમણ ચાલુ રહે છે કારણ કે એને ભવનિર્વેદ નથી. સંસાર ઉપર અનાદિકાળથી આસ્થા છે, સુખ પ્રાપ્ત કરવાની દષ્ટિ છે એ ઓછી થયા વિના કેઈ પણ ધર્મક્રિયાથી સંસાર ક્યાંથી કપાય? સંસાર ઉપર કંટાળે જાગે, વારંવાર જન્મ-મરણ કરવા પડે એને ત્રાસ લાગે તે સંસાર ઉપદ્રવ રૂપ લાગે અને ત્યારે સંસાર રોગને કાઢનારા ધર્મ રૂપ ઔષધની તાલાવેલી લાગે. એને સમજાઈ જાય કે સંસાર એ એક રોગ છે ને ધર્મ એ ઔષધ છે, રોગથી દુઃખ અને દવાથી સુખ એમ સંસારથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે માટે હવે સંસારને છોડવા જેવું છે. એ છૂટશે તે ભવબંધન કપાશે. આ નિશ્ચય જેને થાય છે તે જીવ સંસાર છોડીને આત્માનું કલ્યાણ કરી શકે છે.
સંસારથી દુઃખ અને ધર્મથી સુખ મળે છે એવું જેને સમજાયું છે તેવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાવીને એમાંથી મુક્ત કરાવવા માટે આવ્યા છે. તેમને સમજાવતાં શું કહે છે.
तीसे य जाई य उ पावियाए, वुच्छामु सोवाग णिवेसणेसु ।
सब्वस्स लोगस्स दुगंछणिज्जा इहं तु कम्माइं पुरेकडाइं ॥१९॥
આપણે બંને ચાંડાલ જાતિમાં જન્મ્યા ત્યાં આપણું સ્થિતિ કેવી દયાજનક હતી. કઈ આપણું સામું તે નહોતા જોતા પણ આપણો તિરસ્કાર કરતા હતા. છતાં આપણે ત્યાં રહીને એ સ્થિતિને શાંતિપૂર્વક સહન કરેલ છે. લેકે આપણે કયાં સુધી તિરસ્કાર કરતા હતા કે કઈ માણસ ઉપર આપણે પડછા પડી જાય તે પણ આપણે માથે કંઈક કરતા હતા. અહીં પૂર્વકૃત શુભ કર્મોનું ફળ ભેગવી રહ્યા છીએ. તે હે બ્રહ્મદત્ત ચકી ! કંઈકે પૂર્વના દુઃખને વિચાર કરીને પણ સંસારની અસારતા સમજ. સમજીને તું સંસારનો ત્યાગ કર.
દેવેનુપ્રિયે! જેને ત્યાગના મીઠા સુખને અનુભવ થાય છે તે આત્મા ભેગીને ત્યાગી બનવાને ઉપદેશ આપે છે. આર્ય દેશમાં જન્મેલા આર્ય પુરૂની ભાવના તે ઉંચી હોય છે. પાપ કર્મના ત્યાગની જેની ભાવના છે તે આર્ય કહેવાય. આર્યને પાપ કર્મ કરવાનું મન થાય નહિ. કદાચ ન છૂટકે એનાથી પાપકર્મ થઈ ગયું હોય તે પણ એના અંતરમાં એ પાપ કર્મને બળાપ તે રહ્યા કરે છે. પાપના તાપથી જેટલું બચાય તેટલું બચવા માટે આર્ય હંમેશા તત્પર રહે છે, માટે આર્યદેશમાં જન્મેલા અને આર્યત્વને અમર વારસે જેને મળ્યો છે એવા જીવની ભાવના સદા ઉંચી હોય છે. આર્ય મનુષ્યને પાપથી ભાગી છૂટવાની ભાવના હોય એટલું જ નહિ પણ મનમાં પાપને વિચાર આવે તે પણ તે ડંખે આર્યવની ઝલક કઈ જુદી જ હોય છે. જ્યારે અનાર્ય પાપના વિચારો વધુ કરતે હોય છે. પાપકર્મના વિચારો પાપ કરવામાં પ્રેરણા આપતા હોય છે, માટે જ્યાં સુધી પાપની વૃત્તિ દૂર નહિ થાય ત્યાં સુધી પાપની પ્રવૃત્તિ ઓછી થશે નહિ.