________________
૭૭૮
શારદા સિલિ. સુખની આસક્તિ અને વિષયોને રાગ જીવને ભવમાં ભ્રમણ કરાવે છે માટે રાગ અને આસક્તિ ઘટાડે. અત્યારે આવા સુખ મળ્યા એટલે માને છે કે મારા જેવું કંઈ સુખી નથી, પણ પહેલાં કોણ હતા?
नरिद जाइ अहमा नराणं, सेवाग जाइ दुहओ गयाणं ।
जाहिं वयं सब्ब जणस्स वेस्सा, वसीय सेवाग निवेसणेसु ॥१८॥ હે બ્રહ્મદત્ત ચક્રવર્તિ ! આ સંસારમાં મનુષ્ય જાતિમાં જે કંઈ પણ અધમહલકી જાતિ હોય તે તે ચાંડાલની જાતિ છે. આપણે બંને એ જાતિમાં જન્મ પામ્યા હતા. ત્યાં આપની શી દશા હતી એ વાતની શું આપને ખબર નથી? ત્યાં આપણે બંને જણ સર્વ જનેને માટે એ સમયે દ્વેષનું કારણ બન્યા હતા. એ સ્થિતિમાં આપણે ચાંડાલને ઘેર રહેતા હતા. ધર્મથી જીવને શું ફળ મળે છે એ વાત ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવવા ઈચ્છે છે, તેથી તેઓ તેને પહેલાની સ્થિતિને ખ્યાલ આપે છે ને કહે છે
નીચ ગણાય મનુષ્યની જાતિ જે, અધમ એવું ય જીવન ભોગવ્યું, અશુભ કર્મ તણું વિપાકથી, સ્થળે સ્થળે હડધૂત બહુ થાતાં
આપણે બંનેએ કઈ ભવમાં ચારિત્ર પ્રત્યે દુર્ગછા કરી હશે એના ફળ રૂપે હલકામાં હલકી ચાંડાળ જાતિમાં જન્મ્યા. એની જાતિના માણસે પ્રત્યે લોકો તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. હે રાજન ! આપણી પણ એવી જ દશા હતી. આપણે જે કોઈને સવારના પ્રહરમાં ભૂલેચૂકે સામા મળી ગયા તે ગાળીને વરસાદ વરસે. એક કપડાને છેડે જે ભૂલેચૂકે આપણને અડકી જાય તે આપણને કેવી ગાળ દે ને એ સ્નાન કરી આવે. કોઈ આપણી સાથે વાત કરવા પણ ઈચ્છતું ન હતું. એવી આપણી દશા હતી. આપણે મોટા થયાને સંગીતકળા શીખ્યા. આપણાં સંગીતથી જંગલમાંથી હરણીયા દોડીને આવતા ને મનુષ્ય પણ સાંભળીને સ્થિર થઈ જતા, પણ જ્યારે તેને ખબર પડી કે આ તે ચાંડાલ જાતિના પુત્રો છે ત્યારે આપણું પ્રત્યે પ્રણા કરી અને રાજાને ફરિયાદ કરીને આપણને નગરમાંથી કાઢી મૂકાવ્યા. નીચ જાતિના કારણે અશુભ કર્મના ઉદયથી
જ્યાં ગયા ત્યાં આપણે હડધૂત થયા. તિરસ્કારને પાત્ર બન્યા એટલે દુઃખથી કંટાળીને આપઘાત કરવા તૈયાર થયાં. પર્વત ઉપરથી પડતું મૂકવાની તૈયારીમાં હતા ત્યાં આપણા પુણ્યોદયે એક સાધુ મહાત્માના દર્શન થયા. એમણે આપણને આપઘાત કરતા બચાવ્યા ને માનવ જીવનની દુર્લભતા સમજાવી, ધર્મની મહત્તા સમજાવી એટલે વૈરાગ્ય પામીને આપણે દીક્ષા લીધી. સંયમ લઈને કેવા ઉપસર્ગો, પરિષહે સહન કર્યા, કેવા ઉગ્ર તપ કર્યા! સાધુપણામાં સનત કુમાર ચકવર્તિની દિધ જોઈને તમારું મન લલચાયું ને એવા સુખ મેળવવા માટે નિયાણું કર્યું. ત્યાંથી આયુષ્ય પૂરું થતાં દેવલેકમાં ગયા, ત્યાંની