________________
સારા સિદ્ધિ
ses
ગુરૂદેવે કહ્યુ' શેઠ! આટલે મોટા આલીશાન ભવન જેવા ખડગલા કઈ એગ કે ખીસ્તરાની જેમ થાડા સાથે ક઼ી શકે? એને જો પૈડા જોડવામાં આવે તેા જ મહાયાત્રામાં સાથે ખેંચી જવાય ને ? ગુરૂદેવના મકારી વચનના આશય હવે શેઠ સમજી ગયા એટલે તરત જવાબ આપ્ચા કે ગુરૂદેવ ! એક કલાકમાં આ બંગલાને પૈડા તા જોડાઈ જશે પણુ આપ ત્યાં સુધી આ મહેમાનને ધનું સ્વરૂપ સમજાવે. હું બંગલાને પૈડા ચઢાવીને એક કલાકમાં આવું છું. એમ કહીને શેઠ તેા ગયા અને સતે બધા મહેમાનેાને ત્યાં મોટા હાલમાં બેસાડીને વ્યાખ્યાન શરૂ કર્યું. આ તરફ શેઠ બેરિસ્ટરની સલાહ લઈ તે પ્રમાણે ટ્રસ્ટ કરીને સરકારી સ્ટેમ્પ સાથેનુ એક દાનપત્ર તૈયાર કરીને ત્યાં આવી ગયા. બધા લોકો વિચાર કરતા હતા કે મહારાજે બગલાને પૈડા ચઢાવવાનુ કહ્યુ' ને શકે કહ્યુ હમણાં પૈડા ચઢાવીને આવુ છુ તે આ શુ કરશે ? કેવી રીતે બંગલાને પૈડા બનાવશે. પૈડાવાળા અગલે તે આપણે કદી જોચા નથી. ત્યાં તે ગુરૂદેવનુ વ્યાખ્યાન પૂરુ થયુ' એટલે તરત શેઠ જાહેરાત કરવા ઉભા થયા ને ખેલ્યા.
પૂ. ગુરૂદેવની ઈચ્છા મુજબ આ વિશાળ બંગલાને પૈડા જોડવાના પ્રયાસ કરવામાં આબ્યા છે. તેની શુભ શરૂઆત રૂપે આજથી આ મંગલાને “વિશ્રામગૃહ” (ધમ શાળા) તરીકે સમર્પણુ કરવામાં આવે છે. આ બંગલાના ઉપયોગ દરેક ધર્મના સાધુ સતા, યાત્રાળુઓ અને મુસાફર બધા સારી રીતે કરી શકશેા. શેઠની જાહેરાત સાંભળીને લોકો તેા છક થઈ ગયા. અહા ! કલાક પહેલાં તેા શેઠને આ બગલાના કેટલે મોહ હતા ને ઘડીકમાં આટલા મોટા મંગલા દાનમાં બક્ષીસ કરી દ્વીધે ! ધન્ય છે શેઠની ઉદારતાને ! આજે ગુરૂદેવના પાવનકારી પગલા સફળ બન્યા. ગુરૂદેવ પણ આ જાહેરાતથી પ્રસન્ન થયા કે ખરેખર ! શેઠ એક જ ટકોરે ચકાર બની ગયા, અને એમણે ખ'ગલાને આધ્યાત્મિક પૈડા જોડી દીધા આજે ભલે, એ શેઠ પોતે હયાત નથી પણ કલકત્તામાં આજે પણ એ પૈડાવાળા બગલા તરીકે એળખાતા એક આલીશાન વિશ્રામગૃહ તરીકે અડીખમ ઉભા છે. આજે હજારા લેાકેા એ વિશ્રામગૃડના લાભ લઈ રહ્યા છે.
દેવાનુપ્રિયા ! આ શેઠ સંતની એક જ ટકારે જાગી ગયા. એમને ધનના, બગલાને ને કુટુંબ પિરવારને માહ ઉતરી ગયા, અને ધર્મોંમય જીવન ગાળવા લાગ્યા. અમે તે તમને ટકોર કરી કરીને થાકયા પણ હજી તમે જાણતા નથી, એકેક દિવસ કરતાં હવે તે ચાતુર્માસ પૂરું થવા આવ્યુ. હવે તે અમે સુરતમાં માત્ર છવ્વીસ દિવસ છીએ, પછી ચાતુર્માસ પૂર્ણ થશે અને એક દિવસ આપણી જિંદગી પણ ખલાસ થશે. અત્યારે નહિ જાગેા ત કયારે જાગશેા ? ચિત્તમુનિ પણ બ્રહ્મદત્તને કહે હે રાજન્ ! જે સુખા અને વૈભવ વિલાસોનું તુ' મને આમ'ત્રણ આપે છે તે બધા સુખા તને કેવી રીતે મળ્યા છે? એ સુખાનુ મૂળ તા તપ અને સંયમ જ છે ને ? તપ અને સયમના ખળે તમે ચક્રવતિની પદવી મેળવી શકયા છે પણ એમાં આસક્ત થવા જેવું નથી. સ'સારના
શા. ૯૮