________________
રાજા વિધિ માની જોઈએ. ત્રીજાએ કહ્યું મારે ખૂબ ધનવાન બનવું છે ને ચેથા એ કહ્યું મારે તે દેશના નેતા બનવું છે. હું મોટે નેતા બનું અને મારી યશ કીર્તિ ખૂબ ફેલાય એવું
થન આપો. ચારે ય જણાએ પિતાની ઈચ્છા વ્યક્ત કરી એટલે મહાત્માએ કહ્યું # તથાતિ”. એમ કહીને ચારે જણાને વિદાય કર્યા, અને મહાત્મા પણ ત્યાંથી ઝૂંપડી છોડીને હાથમાં પિતાનું કમંડળ લઈને વિદાય થયા ને પેલા ચાર મિત્રે પણ ત્યાંથી નીકળીને સૌ સૌના સ્થાને ચાલ્યા ગયા. સમય જતાં સૌને ઇચ્છિત સુખ મળી ગયું. એ સુખ જોગવતા પલકારામાં વીસ વર્ષો વીતી ગયા, અને મહાત્મા પણ પાછા ફરતા કરતા એ જ ગામમાં જ્યાં પિતાની કુટીર હતી ત્યાં આવ્યા, ગામના લોકોએ હર્ષભેર એમનું સ્વાગત કર્યું, પણ તેમાં પેલા ચાર માણસે દેખાયા નહિ. મોડી રાત્રે જેણે સ્ત્રીનું સુખ માંગ્યું હતું તે આવે અને મહાત્માને પ્રણામ કરીને એમની પાસે બેઠો. પણું મહાત્માએ એને ઓળખ્યો નહિ, કારણ કે એનું શરીર તદ્દન ફીકકુ, પીળા પાંદડા જેવું અને રોગથી ઘેરાયેલું હોય તેવું દેખાતું હતું. વીસ વર્ષ પહેલાં તે એ પહેલવાન જે દેખાતું હતું, એટલે મહાત્મા કયાંથી ઓળખી શકે? આવનારે પિતાની ઓળખાણ આપી એટલે પૂછયું કે સ્ત્રીને સુખની તારી મહેચ્છા પૂરી થઈને ? - મહાત્માના શબ્દો સાંભળીને પેલે ગળગળા થઈ ગયે ને બોલ્યો-ગુરૂદેવ ! હું માનતે હતું કે સુંદર સ્ત્રી મળે એટલે સ્વર્ગ જેવું સુખ મળતું હશે તેથી હું એ સુખ માટે ફાંફા મારતા હતા અને સુંદર સ્ત્રી મળી પણ હું તે સ્ત્રીમાં એ મુગ્ધ બની ગયે કે ન પૂછો વાત. વિષય વાસનાના પરિણામે હું રોગને ભોગ બની ગયે ને હવે તે એ સુખથી કંટાળી ગયો છું. મને સંસારમાંથી બચાવે. એવી મારી આપને પ્રાર્થના છે. મહાત્માએ એને સમજાવીને કહ્યું કે તું પછી મારી પાસે આવજે. એમ કહીને મહાત્માએ એને વિદાય કર્યો.
બીજે દિવસે બીજે માણસ આવ્યું. જેણે મહાત્મા પાસે પુત્ર પરિવાર સહિત સીની માંગણી કરી હતી તે આવ્યો. અને મહાત્માને વંદન કરીને એમની પાસે બેઠો. એટલે મહાત્માએ એને પૂછયું કે કેમ ભાઈ! હવે તે તમે સંપૂર્ણ સુખી છે ને? ત્યારે તેણે દુખિત દિલે કહ્યું ગુરૂદેવ ! આ સંસારમાં કંઈ સાર નથી. મારા દુઃખને તે કઈ પાર નથી. શું વાત કરું ? આના કરતાં તે હું પહેલા વધારે સુખી હતે. આ પુત્ર તે એ અભાગી પાક છે કે મને રાત-દિવસ સતાવે છે અને મિલકતને ભાગ માંગી જુદો થવા માંગે છે. ન આપું તે કોટે ચઢીને લેવાની ધમકી આપે છે. ને વ્યસનેમાં પણ પૂરો છે. આવા છોકરા કરતાં વાંઝીયા રહેવું વધુ સારું. હવે તે હું એનાથી ત્રાસી ગયે છું. એ મારી આબરૂના કાંકરા કરવા બેઠો છે. એની મા તે મને ગણકારતી જ નથી. એટલે હું તે દુઃખી દુઃખી થઈ ગયો છું. આ દુઃખમાંથી ઉગવાને મને માર્ગ બતાવે તે મને શાંતિ મળે. પુત્ર પરિવાર કે સ્ત્રીમાં કયાંય સુખ