________________
શારદા સિદ્ધિ ભૂખતરસ વેઠી, ઉંઘ ઉડાડી સુખ માટે દેડાદોડ કરી રહ્યો છે. છતાં એને સાચું સુખ મળતું નથી. તે હવે વિચાર કરો સુખ ક્યાં છે? સાચા સુખી આ દુનિયામાં કોણ છે? જ્ઞાની પુરૂષ કહે છે સાચું સુખ ત્યાગમાં છે. જે રાગ-દ્વેષથી મુક્ત થયેલા છે, તપ એ જેનું ધન છે એવા સંયમી મુનિ જે સુખને અનુભવ કરે છે, જે આનંદનો ઉપભેગ કરે છે તેને લાખો ભાગ પણ સંસારના સ્વછંદમાં ફસાયેલા ગમે તેવા સમૃધિવાન અને શક્તિમાન પુરૂ નથી કરી શકતા. એટલા માટે કહેવામાં આવે છે કે “વીતરાગી સદા સુખી” વીતરાગી મુનિ જેવું બીજું કંઈ સુખી નથી, સંયમી સાચે દયાવાન છે, સાચે પરોપકારી છે, અને સેવાને સાચો ભેખધારી છે, જેના રોમેરોમમાં સંયમની લગની છે, જે સહનું કલ્યાણ ઈચ્છે છે અને સહુ આત્માઓ આત્માનું સાચું સુખ પ્રાપ્ત કરે એવું ઈચ્છે છે, તેથી સંયમી પુરૂષ સાચે દયાવાન છે આજે જગતમાં જે પાપનો પ્રવાહ વહી રહ્યો છે અને જેના લીધે મનુષ્યોને દુઃખ, આફત કે મુશીબતેને અનુભવ કરવો પડે છે. તે બધાનું મૂળ સ્વદયાને સિદ્ધાંત નહિ સમજવામાં રહેલું છે. જે મનુષ્ય પોતાના આત્માને પાપમાંથી બચાવતા નથી તે સમગ્ર પાપ પ્રવાહને ભાગીદાર બને છે અને સ્વયં દુઃખી થાય છે, જ્યારે પોતાના આત્માની દયા ચિંતવનાર સંયમી પુરૂષ પાપ પ્રવાહમાંથી પિતાની ભાગીદારી પાછી ખેંચી લે છે ને પોતે સ્વયં સુખી બની જગતનાં જીવનને સુખી થવાને માર્ગ બતાવે છે. આસક્તિ અને ભેગવિલાસનું
જે વિષવર્તુળ અનાદિકાળથી આ સંસારમાં ચાલી રહ્યું છે તેમાં ભાગીદારી કરવી, તેને : ટેકે આપે કે તેની અનુમોદના કરવી તે સુજ્ઞ પુરૂષનું કામ નથી. સુજ્ઞ પુરૂષ તે તે જ છે કે પોતે તરે છે ને બીજાને તારે છે. જ્યારે સૂર્ણ અને મિથ્યાભિમાની પિતે
બે છે ને બીજાને પણ ડૂબાડે છે. જેઓ સાચું સુખ પામ્યા છે તે મહાત્માઓ બીજા જેને સાચું સુખ કયાં છે. એ સુખ કેવી રીતે પ્રાપ્ત કરાય તે સમજાવે છે.
એક ગામમાં એક અન્યદર્શની મહાત્મા પધાર્યા. તેઓ ગામથી બે માઈલ કર એક વૃક્ષ નીચે કુટિર બનાવીને ત્યાં રહેવા લાગ્યા. આ મહાત્મા જૈન સાધુ ન હતા. પણ સંન્યાસી હતા, છતાં એમના જીવનમાં નિસ્પૃહતા ખૂબ હતી. તેઓ તપસ્વી હતા. ચાર પાંચ દિવસે ગામમાં ભિક્ષા લેવા જતા હતા. બાકી આખો દિવસ એ પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા. જે કઈ એમની પાસે આવે તેમને ધર્મ સમજાવતા. મહાત્મા ખૂબ શાની, નિસ્પૃહ અને તપસ્વી હતા એટલે એમને અમુક લબ્ધિઓ અને વચનસિદ્ધિ મળી હતી. મહાત્માના તપ-ત્યાગની ચારે તરફ પ્રશંસા થવા લાગી. ભાવિક શ્રદ્ધાળ ભક્તોની એમની કુટિરે ભીડ જામવા લાગી. ધર્મમાં શ્રદ્ધાળુ લેકે તે એમને ભગવાન તત્ય માનવા લાગ્યા, અને કેટલાય રોગીઓના અસાધ્ય રોગે પણ મહાત્માના ચરણસ્પર્શથી દૂર થવા લાગ્યા, એટલે લેકેની શ્રદધા વધવા લાગી. આજુબાજુના ગામના લોકોના ટોળે ટેળા તેમની ઝૂંપડીએ આવવા લાગ્યા. એમના દર્શન કરવામાં અને એમના મુખેથી