________________
૭૬૪
શારદા સિદ્ધિ
દીધી હતી. ત્યાં અચાનક દાથીવના આગમનના સમાચાર મળ્યા એટલે બધા ખુશખુશ થઈ ગયા ને ખૂબ ઠાઠમાઠથી દાબ્રીવને રૂસમાં લાવ્યા ને ખૂબ આનંદ મહેાત્સવ ઉજવ્યો. મંત્રીના તે। હાજા ગગડી ગયા કે હવે મારી પેાલ ખુલ્લી થઈ જશે. ખાદશાહે દામ્રીવને દરિયામાં કેવી રીતે પડચો એનુ' કારણ પૂછતાં શ્રીવે સત્ય વાત રજુ કરી એટલે બાદશાહ મંત્રીને શિક્ષા કરવા તૈયાર થયો, પણ દયાળુ હૃદયના દોથ્રીવે મંત્રીને શિક્ષા ન કરવા વિનંતી કરી. પાતાને મારનાર પ્રત્યે પણ કેટલા કરૂણા ભાવ ! દેોબ્રીવની આવી ઉદારતા, પવિત્રતા અને પરોપકાર પારાયણતા જોઇને એના સસરાએ એનુ આખુ રૂસનુ` રાજ્ય એને સોંપી દીધું. એને રાજમુગટ પહેરાવી રાજતિલક કરવાની તૈયારી થવા લાગી. તે વખતે પેલા નાવિકે દોથ્રીવને કહ્યું. કેમ ભાઈ ! પેલી શરત યાદ છે ને ? દેખ્રીવે તે જ વખતે નાવિકને અર્ધું રાજ્ય આપવાનું લખાણુ કરી આપ્યું. એટલે નાવિકે દોથ્રીવના ચરણમાં નમી પડયો ને કહ્યું. દામ્રીવ ! ધન્ય છે તારી ઉદારતાને અને તારી પરોપકાર વૃત્તિને! મારે રાજયની જરૂર નથી. હું તેા તારી પરીક્ષા કરતા હતા. તું આનદથી રૂસનું રાજય ભાગવ અને સુખી થા. એમ કહીને બે હાથે રાજમુગટ ઉંચકીને દોથ્રીવના માથે પહેરાવી દીધા, પછી પેલા નાવિક અદૃશ્ય થઈ ગયા. આ વખતે દેવે એની પરીક્ષા કરી હતી કે અત્યાર સુધી તે એ પરોપકાર પારાયણુ રહ્યો પણ રાજ્ય મળ્યા પછી એના ભાવ કેવા રહે છે એ જોવા માટે દેવ હાડી લઈને નાવિક બનીને આવ્યો હતા પણ એ કસોટીમાંથી પસાર થઈ ગયો અને મહા સુખી સમૃદ્ધ દેશના રાજા બન્યો. રાજા બનીને પણ એણે ઘણાં પરાપકારના કાર્યો કર્યા ને પેાતાના ગુણાની પ્રશ'સા જગતમાં ફેલાવી ગયો.
જે ધમ કરે છે તેની કસોટી તેા અવશ્ય થાય છે. કષ્ટ પડે છે છતાં જે ક સાટીના સમયે મજબૂત રહે છે, સ્હેજ પણ ચલાયમાન થતા નથી તે એના ચરણમાં દેવાને પણ નમવુ પડે છે, માટે તમે જે જે વ્રત અંગીકાર કરો તેમાં અડગ રહેા. દૃઢ રહે અને જીવનમાં પરોપકાર, સેવા, દયા, સદાચાર, ઉદારતા વિગેરે ગુણાની પરિમલ પ્રસરાવા તા આ માનવભવ સાČક થશે. ચિત્તમુનિને પણ બ્રહ્મદત્ત ચક્રવતિએ કેટલા પ્રલેાભના આપ્યા છતાં ચારિત્રમાં કેવા અડગ રહ્યા છે અને સ'સારના રગરાગમાં મોહાંધ બનેલા બ્રહ્મદત્ત ચક્રવતિને તેઓ સમજાવે છે કે સાચું સુખ કયાં છે? હજી ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિ ને સમજાવશે ને શુ' બનશે તેના ભાવ અવસરે.
O વ્યાખ્યાન નં. ૭૯
O
આસા વદ ૩ ને સામવાર
તા. ૮-૧૦-૦૯
અન'તજ્ઞાની તીર્થંકર ભગવાને આપણા ઉપર મહાન ઉપકાર છે. કારણ કે નમેાથ્યુંમાં આપણે બેલીએ છીએ કે ભગવાન કેવા છે?“અભયદયાણુ, ચકખુદયાણુ”