________________
७७२
શારદા સિદ્ધિ ખૂબ આનંદ થતે, આ બધે ધર્મને પ્રતાપ છે એમ સમજીને પોતે ધર્મધ્યાન કરતા હતા. જોતજોતામાં બંને કુમારશે પુરૂષની ૭૨ કળામાં પ્રવીણ બની ગયા. હવે તે એમનું શરીર પહેલવાન જેવું બની ગયું. તેમના મુખ ઉપર રાજતેજ ઝળકવા લાગ્યા.
બંને કુમારો એક દિવસ પોતાના માતાપિતાને પૂછે છે કે આપણે તે માસી માસાને ત્યાં રહીએ છીએ તે શું આપણું પિતાનું રાજ્ય નથી? અહીં શા માટે આવ્યા છીએ ? ભીમસેન અને સુશીલાએ પોતાના પુત્રને બધી વાત કરી. આ વાત સાંભળી અને પુત્રનું લેહી ઉકળી ગયું કે શું કાકાએ આપણને આવે અન્યાય કર્યો છે? કાકાની ચઢવણીથી કાકાએ પોતાના પિતાને મારી નાંખવા સુધીના કાવત્રા કર્યા, તેથી પિતાના માતા-પિતાને રાતોરાત ઉજજૈની છોડીને ભાગવું પડ્યું. આ બધું સાંભળીને દેવસેન અને કેતુસેન કહે છે પિતાજી! હવે તે આપણે ઉજજૈનીનું રાજ્ય મેળવવા કાકા સામે યુદ્ધ કરવું જોઈએ ને એમને બરાબર બતાવવું જોઈએ. આપણે આજ સુધી ઘણું દુઃખ વેઠ્યું. હવે અમારાથી સહન નહિ થાય. પિતાજી! જે આપ આજ્ઞા આપે તે અમે ઉજજેની ઉપર લડાઈ કરીએ.
ભીમસેને પિતાના પુત્રોને કહ્યું બેટા ! તમારી વાત સાચી છે, પણ આપણે એમ ક ઉતાવળ કરવી નથી. પહેલાં આપણે ગુપ્તચરોને મોકલીને ત્યાંના સમાચાર જાણી લઈએ
કે હરિસેનના મનોભાવ કેવા છે? રાજપાટ છોડીને આપણે ચાલી નીકળ્યા પછી એના દિલમાં એણે કરેલા અન્યાયને કઈ પશ્ચાતાપ છે ! ત્યાંનું વાતાવરણ કેવું છે તે જાણી લઈ એ પછી આપણે અહીંથી પ્રયાણ કરીશું. એમ કહીને દેવસેન અને કેતુસેનને શાંત કર્યા. હવે ભીમસેન રાજા પોતાના ગુપ્તચરોને ઉજજેની મોકલશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૦ આ વદ ૪ ને મંગળવાર
તા. ૯ ૧૦-૭૯ અનંત ઉપકારી જિનેશ્વર ભગવાન કહે છે કે હે ભવ્ય ! મુક્તિપદના પથિક કેણ બની શકે? આ જગતમાં અનેકાનેક છે વસેલા છે. તેમાં જે તેજસ્વી બને છે એ આત્માઓ મુક્તિપદના સાધકો બને છે. વ્યવહારમાં દષ્ટિ કરશું તે જણાશે કે જે વસ્તુ તેજસ્વી હોય છે તેના મૂલ્ય અંકાય છે. તે જરહિત વસ્તુના મૂલ્ય અંકાતા નથી. જગતની બાહ્ય વસ્તુઓના તેજ વસ્તુની ખાસિયતના હિસાબે હોય છે. તેવી રીતે માનવના તેજ તેની કોઈ પ્રકારની વિશેષતાથી છે. બહારના રૂપ રંગ ગમે તેવા ભપકાદાર હોય પણ અંદર તેને તે જ ન હોય તે તેની કંઈ કિંમત નથી. હીરાની કિમત શાથી? શું તે માત્ર તેજસ્વી અને ચમકદાર છે એટલે? તેજસ્વી હોવા છતાં જે અંદર કલંક