________________
શારદા સિદ્ધિ મગ્નદયાણું.” જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે. મેક્ષ માળના બતાવનાર છે અને જગતના સર્વ જીને અભયદાનના દેનાર છે. જેમ કેઈ માર્ગમાં જતા કે પ્રવાસીને લૂંટાશ લૂંટને હાથ પગ બાંધીને તેની આંખે પાટા બાંધીને જંગલમાં રખડતે મૂકી દે તે તે પ્રવાસી આંખે પાટે બાંધેલ હોવાથી પોતાના સાચા રસ્તે જઈ શકતા નથી, વળી ત્યાં જંગલી પશુઓની ભયંકર ગર્જનાઓના કારણે તેને ભય લાગે છે, અતિ ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ થયો હોય અને કેઈને આશરો ન હોય આવી દુઃખી સ્થિતિમાં પીડાતે હેય. તે સમયે કોઈ દયાળુ હથિયારબંધ માનવી આવીને તેના હાથ પગના બંધન તેડી નાંખે, આંખેથી પાટા છોડી દે. તેને સાચો માર્ગ બતાવે. ખાવા પીવાનું લાવી આપે તે પછી એ પ્રવાસી સુખરૂપ પિતાના સ્થાને પહોંચી જાય. તે તેને કેટલે ઉપકાર માને?
એવી રીતે અનંત કાળથી ભવનમાં રખડતે આત્મા મિથ્યાજ્ઞાન વિષય-કષાયો વિગેરે લૂંટારાઓથી લૂંટાયેલે પળે પળે દુઃખના ભયથી ફડફડતે રહ્યો છે. મિથ્યાત્વાદિ કર્મના પાટાથી મોક્ષ તરફ જવા માટે અંધ બન્યું છે, તેથી મોક્ષ માર્ગને બદલે સંસાર વનમાં ભટકયા કરે છે. સંસાર વનમાં ભૂલા પડેલા માનવીને મોક્ષમાર્ગની મુસાફરી યોગ્ય ખાનપાન કે તાકાત મળતી નથી. આવા જીવોને તીર્થકર ભગવતે તત્વજ્ઞાન અને આત્માની અનંત શક્તિનું ભાન કરાવી દુઃખના ભયથી મુક્ત કરાવે છે.. મિથ્યાત્વાદિના પાટા છેડાવી મેક્ષ માર્ગ તરફની અંધતા દૂર કરાવી મોક્ષમાર્ગને બેધ" આપે છે અને સમ્યદર્શન, સમ્યફજ્ઞાન, અને સમ્યફચારિત્ર રૂપી ધર્મ સાધનાના ભેજન આપી મોક્ષ તરફ આગેકૂચ કરવાની તાકાત આપે છે. આ સાધના દ્વારા અજ્ઞાનાદિના વિશાળ સમુદ્ર પાર કરાવે છે, અને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે. અંતે તે જીવ સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષમાં પહોંચી જાય છે. આવા અનંત ઉપકારી પ્રભુના આપણા ઉપર કેટલા અગણિત અને અસીમ ઉપકાર છે! એવા પ્રભુએ આપણને તરવા માટે સિધાંતની મહામૂડીનું દાન કર્યું છે. એ સિધ્ધાંતમાં આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનનું વાંચન ચાલે છે.
બ્રહ્મદત્ત ચક્રવતિ સંસાર વનમાં ભૂલા પડયા છે. ચિત્તમુનિ તેમને સાચે માર્ગ સમજાવી રહ્યા છે. તે કહે છે હે બ્રહ્મદત્ત ચક્રવતિ! અમારા ત્યાગીના સુખ આગળ તમારા સંસારના ઉંચામાં ઉંચા સુખો પણ ડાંગરના ફેરા જેવા છે. સંયમની મીઠાશ અને સંયમનું સુખ તે તે જ સમજી શકે છે કે જેણે ખુદ સંયમના સુખને અનુભવ કર્યો હોય, માટે સાચું સુખ કયાં છે તે તું સાંભળ.
સુખ જે ૨છું તપ ધન તથા ચારિત્રના ગુણ પુજમાં, ... તેમજ અનંત સુખ સાચું વિરતિ કેરી કુંજમાં. તે સુખ ભાગ અનંતમો ના હોય ભેગ વિલાસમાં,
કામાદિમાં જે મોજ માને અંધ તે અજ્ઞાનમાં - આજને માનવ સુખની શોધ કરવા માટે આકાશપાતાળ એક કરી રહ્યો છે