________________
છપર
શારદા સિદ્ધિ
પરસ્ત્રીને ત્યાગ છે. પિતાની પત્ની સિવાય જગતની તમામ સ્ત્રીઓ માટે માતા અને બહેન છે, માટે તું અહીંથી ચાલી જા. લક્ષ્મણજીએ એની વિનંતીને સ્વીકાર ન કર્યો ત્યારે ખૂબ ગુસ્સે થઈને એના વરને બદલે લેવા પિતાના ભાઈ રાવણ પાસે જઈને કહે છે ભાઈ! તમારા અંતેઉરમાં ગમે તેટલી રાણીઓ ભલે રહી પણ રામની પત્ની સીતાના નખમાં મંદોદરી રાણી પણ ન આવે. એમ કહીને રાવણને પાણી ચઢાવ્યું એટલે રાવણ સીતાજીને ઉપાડી ગયે. એમાંથી મોટી રામાયણ સર્જાઈ ગઈ. કહેવાને આશય એ છે કે શંબૂકે સૂર્યહાસ ખગ મેળવવા કેટલી સાધના કરી પણ મેળવ્યું બીજાએ.
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે હે બ્રહ્મદત્ત ! તું મને જે સુખ ભોગવવાનું પ્રલેભન આપે છે તે સુખે જીવને કર્મનું બંધન કરાવનાર છે. અંતે એ સુખને છોડીને જવાનું છે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન રાજા, સુશીલા રાણી, દેવસેન અને કેતુસેન બધા આનંદથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રહે છે. દેએ વૃષ્ટિ કરીને ભીમસેનને જે સાડાબાર કોડ સેનિયાનું ધન આપ્યું હતું તે બધું દાન-પુણ્યમાં છૂટા હાથે વાપરી નાખ્યું. બંધુઓ! સમયની કેવી બલિહારી છે ! આ જ નગરમાં એક વખત ભીમસેન અને સુશીલાએ કેવા કારમા દુઃખો વેઠયા ! મહિને બે રૂપિયા માટે કાળી મજુરી કરતું હતું ને સુશીલાને રોટીના ટુકડા માટે કેટલું કામ કરવું પડતું હતું ! ખાવા માટે દેવસેન અને કેતુસેન કરગરતા હતા. આવા દુઃખના ડુંગરા માથે તૂટી પડ્યા છતાં એ પુણ્યાત્માઓએ કોઈને દોષ દીધે નહિ. સમતાભાવથી ઉદયમાં આવેલા કર્મોને સહન કર્યા તે અશુભ કર્મના વાદળ ખસી ગયા ને શુભ કર્મને ઉદય થયે. એ નગરના લોકો પણ વિચાર કરતા. અહાહા...કર્મરાજાની કેવી કરામત છે ! કે એક વખત આ જીવને કેવી સ્થિતિમાં મૂકી દીધા. અને અત્યારે કેવા મહાન સુખના સાગરમાં સ્નાન કરી રહ્યા છે! - સુશીલાએ ધર્મસ્થાનકમાં પ્રવેશ કર્યો એટલે એના સતીત્વની સૌને પ્રતીતિ થઈ. ભીમસેને ખૂબ દાન દીધું. અને અભયદાન દીધા, સંતેની સેવાભક્તિ કરી, નિરાધારને આધાર આપ્યું એટલે એમની કીતિની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ. આ વાત પ્રતિષ્ઠાનપુરના રાજા અરિજયના કાન સુધી પહોંચી ગઈ કે ભીમસેન પિતાના પરિવાર સહિત ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિજયસેન રાજાને ત્યાં રહે છે ને આવા શુભ કાર્યો કરે છે એટલે અરિજય રાજાના મનમાં થયું ને અરે ! ભીમસેન તે મારો ભાણેજ થાય છે. એ ત્યાં કયાંથી ! લાવ, હું જાતે જ ત્યાં જઈને એમને મળી આવું. આ બંને નગર અતિ દૂર ન હતા, એટલે અરિજય રાજા વિજયસેન રાજાને ત્યાં આવ્યા. ભીમસેનને ખબર પડી કે મારા મામા આવ્યા છે એટલે મામાને મળવા ભીમસેન રાજમહેલમાં આવ્યું. મામાને જોયા એટલે કહે છે પ્રણામ ! કેટલે વિનય છે! આજે તે વિનયને દેશવટો દઈ દ્વિધે છે !