________________
૭૬૦
શારદા સિદ્ધિ જોયું તે દેબ્રીવનું વહાણ માલથી ભરેલું હતું. આવી કમાણી કરવાનો મોકો કોણ જવા દે? બંનેને સોદો નક્કી થયો ને પરસ્પર વહાણની અદલાબદલી થઈ તુકી કપ્તાન વિચાર કરવા લાગ્યો કે આ માણસ કે મૂર્ણ છે કે કરોડેને માલ આપી દીધે! એણે તે મૂર્ખાઈ કરી પણ મારું તે કામ થઈ ગયું.
દેવાનુપ્રિયો! આ બ્રીવ કંઈ મૂર્ખ ન હતા પણ એણે તે માત્ર દયાની ખાતર કરોડ રૂપિયાને માલ જ કરી આ સોદો કર્યો હતો. ભલે, પૈસા ગયા પણ આટલા અને ત્રાસમાંથી મુક્ત કર્યો ને તેમના શીયલ સાચવ્યા એને દિલમાં આનંદ હતો. અઢાર, વીસ, બાવીસ, વીસ વર્ષની અબળાઓ પણ આ વીરાની ઉદારતા અને દયા જોઈ આશ્ચર્ય પામી ગઈ ને એને ધન્યવાદ આપવા લાગી. અહે વીરા! તે તે અમારા ચારિત્રનું રક્ષણ કરાવ્યું કે અમને જીવતદાન આપ્યું. ધન્ય છે તારી ઉદારતાને! તું ન મળ્યો હોત તે અમારું રક્ષણ કેણ કરત? ભગવાન તને દીર્ધાયુષ બનાવે, એમ આશીર્વાદ આપવા લાગી. દેબ્રીવે આ બાળાઓના હાથ પગમાંથી બેડીઓ કઢાવી નાંખી અને સૌને સાંત્વન આપીને વહાણ દ્વારા પિતાપિતાના ગામ પોંચાડીને માનવતાનું એક મહાન કર્તવ્ય અદા કર્યાને સંતોષ અનુભવ્યો. આ બધી કન્યાઓ મોટા શ્રીમંત અને સુખી ઘરની છોકરીઓ હતી. તેમાં રસ દેશના રાજાની પણ કુંવરી હતી. બધી કન્યાઓ પોતપોતાના સ્થાને પહોંચી ગઈ, પણ એક રૂસ દેશના રાજાની કુંવરી અને તેની દાસી બે જણે રહ્યા.
દેબ્રીવ ચિંતા કરવા લાગ્યો કે આ બંનેને દેશમાં કેવી રીતે પહોંચાડવા, કારણ કે એને દેશ ઘણે દૂર હતો ને વહાણ ચલાવનાર કપ્તાન એ માર્ગને અજાણ હતે. આ કન્યાએ દેબ્રીવની ચિંતા પારખી લીધી. કન્યા તે દેબ્રીવને મનથી પિતાના આરાધ્ય દેવ માનતી હતી કારણ કે આવી ગુલામીમાંથી અહીં ભર દરિયામાં કેણ છોડાવે તેમ હતું ? હવે હું લગ્ન કરીશ તે આની સાથે કરીશ. એ નિર્ણય કરી લીધે ને કહ્યું આપ મારી ચિંતા ન કરશે. હું રૂસ દેશના રાજાની પુત્રી છું. આ વૃદ્ધ મારી દાસી છે. દેશમાં પહોંચવું એ મારા માટે ખૂબ કઠીન છે, પણ આપે મને ગુલામીમાંથી મુક્ત કરાવી છે તે હું આપને પતિ તરીકે અપનાવવાને નિર્ણય કરી ચૂકી છું. જે આપ મારો સ્વીકાર કરો તે મને મારા દેશમાં પહોંચવાને મેહ નથી. દબ્રીવે આ બાબતમાં થોડો વિચાર કરીને કહ્યું કે જેવી તારી ઈચ્છા. રૂસના રાજાની કન્યા દબ્રીવ જેવા નવયુવાન, સ્વરૂપવાન, દયાળુ અને પરોપકારી પતિને પામીને ખુશ ખુશ થઈ ગઈ. વહાણમાં જ બંનેએ એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારી લીધા. હવે વહાણ આગળ લઈ જવાને કોઈ અર્થ નથી, કારણ કે વહાણ ખાલીખમ હતું. ધન કે માલ કંઈ ન હતું, એટલે વહેપાર શેનાથી કરે? તેથી દેબ્રીવે વહાણ પિતાના દેશ તરફ પાછું વાળ્યું