________________
૭૫૩
શારદા સિદ્ધિ
અરિજય રાજાએ ભીમસેનને બાથમાં લેતા કહ્યું-ભીમસેન ! તું કુશળ છે ને? મામા! આપના આશીર્વાદથી બધું ક્ષેમકુશળ ને આનંદ મંગલ છે. ભીમસેનના અવાજને રણકાર અને બેલવાની છટા ને એનું મુખ જોઈને અરિજય રાજા તે એમના સામું જોઈ રહ્યા. એના અંતરમાં ખળભળાટ થવા લાગ્યો કે મેં આ ભીમસેનને કયાંક જે છે પણ કયાં જે હશે ? ખૂબ વિચાર કરતાં કંઈક યાદ તે આવ્યું, પણ એ જ ભીમસેન હશે કે કેમ ? એ એકદમ નક્કી કરી શક્યા નહિ. મામાને વિચારમાં પડેલા જોઈને ભીમસેને પૂછયું મામા શું ઉંડા વિચારમાં પડી ગયા? ભીમસેન મેં તને પહેલાં ક્યાંક જે હોય તેમ લાગે છે પણ ક્યાં જે હશે તે યાદ આવતું નથી, ત્યારે ભીમસેને અસલ વાત છૂપાવીને હસતા હસતા કહ્યું–મામા ! એમાં યાદ શું કરવાનું હોય?આપે મને ઉજજૈની નગરીમાં જે હશે. ના... ના. એમ નથી. તે ઉજજૈની નગરી છેડયા પછી મેં તને વર્ષ પહેલાં જે છે, પણ એ તું જ હશે કે જે કોઈ તે નક્કી કરી શકતું નથી.
અરિંજય રાજાને પશ્વાતાપ” – અરિયે રાજા કહે છે મેં જેને જે હતો તેનું મુખ તારા જેવું હતું. બોલવાની શૈલી પણ તારા જેવી હતી. ફરક માત્ર એટલે હતું કે એ માણસ સાવ નિસ્તેજ અને કંગાલ હતે. શરીરે સાવ કુશ હતે ને એના અંગ ઉપર કપડા પણ તદ્દન ફાટલા તૂટેલા હતા. આ સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે એ દિવસે જ એવા કઠણ હતા કે યાદ કરતાં હૈિયું ભરાઈ જાય. ભીમસેનની આંખમાં આંસુ જોઈને મામાએ પૂછ્યું, ભીમસેન ! તારી આંખમાં આંસુ કેમ ? મામા! એ કમનશીબ, કંગાળ માણસ બીજે કંઈ નહીં પણ હું જ હતું. તમારી પાસે નોકરી કરવા આવ્યો હતો. આ સાંભળીને અજિંક્ય રાજાને ખૂબ આઘાત લાગ્યો. તે ઢગલે થઈને બેસી ગયા. અરેરે...હે ભગવાન! મેં તને જ ના પાડી દીધી! મેં ના પાડી તેથી મારા જમાઈએ પણ તને સહારો ન આપ્યો. હું ભગવાન! મેં આ શું કર્યું? બેટા ભીમસેન! મને માફ કર. મેં તને દુઃખમાં સાથ આપવાને બદલે તરછોડી મૂક્યો ? તારા સામું ન જોયું ? હજારેને હું નોકરી આપું ને તને જ ના પાડી? મેં તને ઘણું દુઃખ આપ્યું છે. હું તને ઓળખી ન શકે કે તું મારો ભાણેજ છે. માફ કર ભીમસેન, મને માફ કર. ભીમસેને કહ્યું. મામા! એમાં આપને કોઈ દેષ નથી. દેષ મારા કર્મને છે. મેં પૂર્વભવમાં કંઈ અશુભ કર્મો કર્યા હશે, નહિ તે રાજ્યના ધણને નેકરી માટે રઝળવું પડે ખરું? આ બધી કમની લીલા છે. એમાં આપને શું દેષ છે? આપ એને અફસોસ ન કરો. આપને મારા ઉપર પ્રેમભાવ છે એ જ મારે મન મોટો આનંદ છે. એમ કહીને મામાને શાંત કર્યા, પછી મામાએ પૂછયું ભીમસેન! પછી તું કયાં ગયો ? એક વર્ષ તે કયાં ગાળ્યું ? ભીમસેન કહે છે એ વાત હવે છેડી દે, પણ મામાના આગ્રડથી ભીમસેને પિતાની બધી વાત કહી. શ. ૯૫