________________
૭૫૬
શારદા સિદ્ધિ યાત્રીને આત્મપથથી ભ્રષ્ટ બનાવી દે છે. ધમી માનવીને ઈન્દ્રિયોનું ગુલામીપણું પાલવે નહિ. મનગમતા પદાર્થો મળ્યા પછી ઈન્દ્રિયો બે લગામ બને છે. તેને મેળવતાં ય મૂંઝવણ અને ભોગવતાં પણ મૂંઝવણ ઉભી જ હોય. વિવેકી, ત્યાગી આત્માઓ ઈન્દ્રિયોની આધીનતા કદી સ્વીકારે નહિ. એક વાત મને યાદ આવે છે.
સંત સરચૂદાસ નામના એક સંત થઈ ગયા. તે જૈન ધર્મના સંત ન હતા. ઈન્દ્રિઓનું ગુલામીપણું ન આવી જાય એની ખૂબ કાળજી રાખતા. બને ત્યાં સુધી તેઓ ભક્તોને ત્યાં જમવાનું કદી સ્વીકારતા નહિ. એમની સાથે બીજા સંતે ઘણાં હતા. એક દિવસ એક ભક્તના અત્યંત આગ્રહને વશ બની એમણે જમવાનું સ્વીકાર્યું સરચૂદાસ સિવાયના બીજા સંતે વહેલા પહોંચી ગયા. સરયદાસજી હજુ આવ્યા નથી. ભક્તને ત્યાં સુગંધથી લચપચતી મીઠાઈ, પકવાન બધું થઈ રહ્યું છે તેની મીઠી સુગંધ બહાર આવી રહી છે. બધા સંતેનું મન જલદી જમવા માટે તલપાપડ થઈ રહ્યું છે. છેવટે યજમાન પાસેથી અનુમતી મેળવી બધા જમવા બેસી ગયા. કેઈએ ગુરૂના આગમનની રાહ ન જોઈ અને બધા જમવા માટે બેસી ગયા. બધા સંતે બરાબર જામી રહ્યા છે ત્યાં જ સરયદાસજી આવી ગયા.
યજમાને એમને આદર સત્કાર કરી ભક્તિભાવથી બેસાડયા. સોનાની પાટ, સોનાની થાળી, વાટકા અને બત્રીસ પ્રકારના ભોજને સામે ધરવામાં આવ્યા. સરયૂદાસજી કહે છે ભાઈ! આમાનું મારે કંઈ જ ખપે નહિ. મારે તે પિત્તળની થાળીમાં સામે પડેલે બાજરીને જેટલું જોઈએ. બીજું કંઈ નહિ. ભક્ત કહે-ગુરૂદેવ ! આપ ઘણાં દિવસે મારા આંગણે પધાર્યા. મેં આજે આપની ભક્તિ કરવાનું નક્કી કર્યું છે, અને આપ આમાંનું કંઈ સ્વીકારે નહિ એ કેમ ચાલે? યજમાને ખૂબ આગ્રહ કર્યો. સંતે કહ્યું, ભાઈ! આપ એક અરિસે મંગાવે. અરિસે લાવ્યા પછી સંતે શું કર્યું? એના ઉપર ઘીથી લચપચતા પકવાન મૂક્યા પછી પકવાનને બાજુમાં મૂકી સંતે કહ્યું જે હવે અરિસામાં કંઈ દેખાય છે? ગુરૂદેવ ! ઘીથી ચીકણ અરિસામાં શું દેખાય? કંઈ નહિ, સંતે તરત બાજરીને રોટલે મંગાવે, ને એને ચૂરો કરી અરિસા ઉપર ઘસી દીધે એટલે અરિસો સ્વચ્છ બની ગયે, પછી સંત કહે-હવે ? સ્વચ્છ સ્પષ્ટ દેખાય છે. બસ, ભાઈ! મારું એ જ કહેવું છે. આપણું મન અરિસા જેવું છે, એને જે વધુ મનગમતા ઈટ પદાર્થો આપવામાં આવશે તે એની સ્વચ્છતા ચાલી જશે. સ્વચ્છતા કાયમ ટકાવવી હોય તે ઇન્દ્રિયોને સારા પદાર્થોથી પિષવાની કઈ જરૂર નથી. આ હદયવેધક વાણીથી શિષ્યા પણ શરમિંદા બની ગયા. જ ચિત્તમુનિ પણ એ જ કહી રહ્યા છે કે હે બ્રહ્મદત્ત ! સંસાર તે એકાંત દુઃખને દરિયે છે. કામભોગમાં ત્રણે કાળમાં સુખ નથી. કદાચ તને તેને ક્ષણિક આનંદ આવતે હશે પણ એ આનંદ જીવને મહાન દુઃખેની ખાઈમાં ધકેલી દેનાર છે. સંસારના વિષય સુખે કેવા છે તે સાંભળ.