________________
સારદા સિદ્ધિ
ઉપપ મોટા ચક્રવતિઓએ રાજા, મહારાજા અને શેઠ શાહુકારોએ અપનાવ્યા છે. અરે ઇન્દ્રભૂતિ, સુધમાં સ્વામી જેવા જૈનેતર વિદ્વાને એ પણ અપનાવ્યા એવા વચનેને બાજુએ મૂકી નાદાન ઈન્દ્રિયને આગળ કરતાં શરમ નથી આવતી ! આટલે ઉચે દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય ભવ અને આટલી ઉંચી જિન વચનની સામગ્રી ક્યાં મળશે ? ઈન્દ્રિય તે ભવોભવ મળશે પણ જિનવચન અને ભવ્યજીવન મળવાનું આ વિરાટ સંસારમાં અતિ મુશ્કેલ છે, માટે જ્ઞાની કહે છે કે ઈન્દ્રિયના મનગમતા વિષયરાગ છેડે.
આ વિષયે માં બધું આવશે. સારા સારા રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને શબ્દ તે ખરા પણ સાથે રૂપાળી વસ્તુઓ રસદાર વસ્તુઓ વિગેરે આવશે. સાથે ધન માલ મિલ્કત પણ ખરી, બંગલા, બગીચા, સ્ત્રી, પુત્ર પરિવાર પણ ખરો. આ બધાને રાગ એ છે કરતા જવાનું. રાગ છેડયા વિના વીતરાગ નહિ બનાય પણ વિરાગી બની શકાય. વિષય પરલેકમાં દુઃખકારી છે માટે વિષય પ્રત્યે બળતરા ઉભી કરવાની છે. જેમાં તમારો કોઈ શત્રુ હોય, તેને ત્યાં તમારી પગ મૂકવાની ઈચ્છા ન હોય પણ અમુક સંજોગવશાત એને ત્યાં જમવાને પ્રસંગ આવે તે ભાણુમાં આવેલું પકવાન મીઠું લાગે, તેના પ્રત્યે રાગ કરાવે પણ એ રાગ કેવો ? હૈયાની ભારે બળતરાવાળ ને ? તેમ વિષય પ્રત્યે આવી બળતરા ઉભી કરવાની છે, કારણ કે એ પલકમાં દુઃખદાયી છે.
જેમ વહેપાર ધંધા બંધ થઈ ગયા હોય, અગર ધંધામાં ખેટ ગઈ હોય અને સાચવેલી મૂડીમાં ઘર ચલાવવું પડતું હોય તે એ ઘર ચલાવવામાં થડે સુખને અનુભવ થાય પણ દિલમાં એ વાત ખટકતી હોય કે હું સુખ ભોગવું છું પણ મારી મૂડી ખવાઈ રહી છે. એ માટે મનમાં ખટકારો હોય. બળતરા હોય. એવી બળતરા વિષય પ્રત્યે ઉભી કરવાની છે કારણ કે એમાં પુણ્યની ને શુભ ભાવનાઓની મૂડી ખવાઈ રહી છે. દેવું કરીને ઘરના ખર્ચા કાઢવામાં સંસાર સુખના અનુભવ તે મળે પણ એ જીવને શું આનંદપ્રદ લાગે? “ના” એ તે ઝેર જેવા લાગે તેમ ધમી જીવને વિષયના આનંદ ઝેર જેવા લાગે, કારણ કે વિષયસુખ ભોગવતા આત્મામાં પાપની ભરતી થાય છે તેથી પાપનું દેવું વધે છે.
વિષયો વિશ્વાસઘાતી અને ભાડૂતી છે. જેમ વિશ્વાસઘાતી મુનિમ કમાણી કરી આપે તેથી એને જલદી કાઢી ન મૂકે પણ એ કમાણમાં આનંદ સાથે ભય પણ રહ્યા કરે છે તેમ વિષયોના આનંદમાં ભય રહ્યા કરે, કારણ કે એ વિશ્વાસઘાતી છે, ભાડૂતી છે. બીજાના ઘરેણાં પહેરી કેઈ ઉત્સવમાં જવું પડયું પણ એ ઠઠારાને આનંદ છે ? નિસાસાભર્યો ને? તેમ વિષયોને રાગ નિસાસાભર્યો હોવા જોઈએ, કારણ કે વિષયો ભાડૂતી છે. તે આત્માની મિલ્કત નથી તે પુણ્યની મૂડીને સાફ કરનાર છે, દેવ-ગુરૂ અને ધર્મને ભૂલાવનારા છે ને સંસારમાં ભટકાવનાર છે. પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિષયોમાં અનેક છ ભૂલા પડયા છે, પોતાના જીવનને બરબાદ કરવાની હદે પહોંચી ગયા છે. વિષયો