________________
શારદા સિદ્ધિ जहा य किंपाग फला मणोरमा, रसेण वण्णेण य भुंजमाणा। તે વિર વવમાનr, gોવા મળે વિવાદ | ઉત્ત. અ. ૩ર ગાથા ૨૦
હે રાજન ! જેવી રીતે કિપાક વૃક્ષનું ફળ દેખાવમાં સુંદર, ખાવામાં મીઠું, સ્વાદિષ્ટ અને મનને રોચક છે પણ એને ખાવાથી જીવનને નાશ થાય છે, એવી રીતે કામ ભોગોનું પણ કડવું પરિણામ છે. કિપાક વૃક્ષનું ફળ ખાવામાં મીઠું ને દેખાવમાં સુંદર, મનને ગમે તેવું હોય છે પણ ખાવાથી જીવ અને કાયા જુદા કરે છે. તમે કેઈ આવું ફળ ખાવ ખરા? “ના”. બરાબર છે ને ? તે વિચાર કરે. આ સંસારના સુખ, પાંચ ઈન્દ્રિયેના વિષયના કામભોગ પણ કિપાક વૃક્ષના ફળ જેવા છે. એ દેખાવમાં સુંદર, મનહર અને આકર્ષક લાગે છે, પણ એને ભોગવવાથી જીવને ભયંકર દુઃખના ભોગ બનવું પડે છે. કામભોગ ઝેર જેવા છે. ઝેર એક ભવમાં મારે છે પણ કામભોગના ઝેર તે જીવને ભવોભવમાં મારનાર છે. આવા દેખીતા ઝેરને પીવું એ તે મૂર્ખતા છે, જાણી જોઈને મરવા જેવું છે. આત્માથી, ત્યાગી પુરૂ એની સામે દષ્ટિ પણ કરતા નથી. ત્યાગીને મન ભોગ એ તે મહાદુઃખની ખાણ છે.
બંધુઓ ! સંસારનું એક નાનકડું સુખ પણ મહાન દુઃખનું જન્મદાતા છે. માનવી જેને સુખ સમજીને એમાં રાચે છે પણ ખરેખર એ તે સુખને આભાસ હોય છે. આત્માના ઘરનું સુખ એ સાચું સુખ છે. મહના ઘરને આનંદ કયારે પણ શાશ્વત આનંદ બની શકતું નથી. ભૌતિકતામાં સુખ શોધવાનો પ્રયત્ન એ જલમંથન કરીને નવનીત કાઢવાને પ્રયત્ન છે. જે સુખની પ્રાપ્તિ માટે માનવી અનેકાનેક મથામણે કરે છે તે સુખ નશ્વર હોય છે પણ ક્ષણિક સુખમાં લુબ્ધ બની જતો માનવી તેને નિત્ય માનીને બેસે છે. એ સુખ માટે તલસાટ એ જ એનું મોટામાં મોટું દુઃખ બની જાય છે. ત્યાગ માગે જીવનનું સાચું સુખ મળે છે. સંસારના ક્ષણિક સુખ પ્રત્યેને રાગ જીવનને વિનાશ સર્જે છે. માનવીની મહત્તા તૃષ્ણવંત બનીને સુખ-વૈભવ પ્રાપ્ત કરવામાં નથી, પણ વિરાગી બનીને મેહ વિજેતા થવામાં છે. સાંસારિક ભેગોથી અલિપ્ત બનવું, અનાસક્ત બનવું એ સુખી બનવા માટેનું સાચે રાજમાર્ગ છે.
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કામગની ભયંકરતા અને ત્યાગ માર્ગની મહત્તા સમજાવતા કહે છે તે બ્રહ્મદત્ત ! સંસારના તુચ્છ સુખ માટે શું હું અમૂલ્ય ચારિત્રનો ત્યાગ કરું? આ તે માથા સાટે માલ લીધે છે.
अग्गं वणिएहिं आहियं, धारन्ति राइणिया इहं । ર્વ પરમા મહયા, ગવાયા ૩ સારું મોથળા | સૂય. અ. ર ઉ ર ગાથા ૩
તારા સંસારના સુખે તે કાંકરા તુલ્ય છે અને મારા સંયમના સુખે રત્નના ભંડાર જેવા છે. તારા ધનના. ઝવેરાતના ભંડારને લૂંટારા તૂટી જશે, પાણીને પુરમાં