________________
૭૪૫
શારદા સિદ્ધિ ધર્મસ્થાનકના મુખ્ય દરવાજે પ્રવેશ કર્યો, એવી જ તૂટેલી કમાન સંધાઈ ગઈ નગરજનોએ મહાન સતી સુશીલાદેવીને જયકાર બોલાવ્યા. સતીના પુનિત પગલાથી ધર્મસ્થાનકનું ભવ્ય ઉદ્ઘાટન થઈ ગયું.
રાજાએ એ નિમિત્ત અઠ્ઠમ તપની આરાધના કરવી ઘણાં લોકેએ અઠ્ઠમ તપ કર્યા એમને રાજાએ કિંમતી પ્રભાવના વહેંચી. આ સમયે ભીમસેન રાજાએ પણ જે વર્ધમાન તપને પાયો નાંખ્યો હતો તેનું પારણું હતું. પારણું કરતા પહેલા ઘણાં સંત સતીજીને ભાવપૂર્વક ગૌચરી વહોરાવીને પારણું કર્યું. દાન અને તપના પ્રભાવે ભીમસેનના સમસ્ત દુઃખોને અંત આવી ગયો ને સર્વત્ર આનંદ આનંદ વર્તાઈ ગયો. તપ કરવાથી તેમને આત્મા વિશુદ્ધ બની ગયા. મુખ ઉપર પણ તપના તેજ ઝગારા મારતા હતા, પછી વિજયસેન, સુલોચના અને સુશીલાએ ભીમસેનને શરીરની કાળજી રાખવા ખૂબ વિનંતી કરી. આ સમયે ભીમસેને પણ એમની વિનંતીને સ્વીકાર કર્યો અને શરીરનું સંપૂર્ણ સ્વાથ્ય મેળવવા ગ્ય ઔષધી લીધી એટલે થોડા સમયમાં ભીમસેનનું સ્વરચ્યું હતું તેવું થઈ ગયું. સુશીલા અને દેવસેન-કેતુસેનને પણ વિજયસેન ! રાજાએ ખૂબ ઉંચી જાતની ઔષધીઓ આપી, તેથી શરીર ઉપર રાજતેજ દેખાતું હતું અને મુખમુદ્રા પ્રતાપી અને પ્રભાવી લાગતી હતી. બધા આનંદથી ધર્મારાધના કરતા વિજયસેનના રાજયમાં રહે છે. હવે અહીં શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં ૭૭ આ વદ ૧ ને શનિવાર
તા. ૬-૧૦-૭૯ અનંત જ્ઞાની કહે છે હે ભવ્ય છે ! આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિ અનેક દુઃખોથી ભરેલું છે. સંસારના સ્વરૂપનું જે જીવને સમ્ય રીતે ભાન થાય તે સંસારથી મન વિરક્ત બને છે. સંસારથી વિરક્ત બનેલું મન વીતરાગનું અને વીતરાગ ધર્મનું રાગી બને છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં, એક જાતિમાંથી બીજી જાતિમાં, એક કુળમાંથી બીજા કુળમાં, એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં, એક ઈચ્છામાંથી બીજી ઈચ્છામાં નિરંતર સરકયા કરવું એનું નામ સંસાર. સંસારમાં બધું અસ્થિર અને અવ્યવસ્થિત હોય છે. જ્ઞાની કહે છે સંસાર એટલે જ્યાં સાચા સુખની છાયા પણ જોવા મળતી નથી. સંસાર એટલે સાક્ષાત્ સળગતો દાવાનળ. જેમાં જ નિરંતર દુઃખરૂપ અગ્નિમાં સળગી રહેલા દેખાય છે. સંસાર એટલે દુઃખરૂપી દૈત્યોનું નિવાસસ્થાન. સંસારમાં જ્યાં નજર નાંખીએ ત્યાં દુઃખરૂપી દૈત્યો દોડતા દષ્ટિ ગોચર થાય છે. સંસાર એટલે સાક્ષાત્ સ્મશાનભૂમિ છે કે જ્યાં નિરંતર દુઃખ, દઈ અને દોષરૂપી ભૂતડા ભટકયા કરે છે. સંસાર એ