________________
હજ
શારદા સિદ્ધિ વિદેશને કઈ મહા નૈમિત્તિક આપને મળવા માંગે છે. ભીમસેને એને પિતાની પાસે બેલા ને ક્ષેમકુશળ પૂછ્યા, પછી ભીમસેને કમાન વિષે પૃચ્છા કરી ત્યારે વિદેશી બોતિષીએ કહ્યું કે આ ધર્મસ્થાનકમાં કઈ શીલવતી સ્ત્રી એના પુત્ર સાથે પ્રવેશ કરે તે દિવસથી કમાન સ્થિર થઈ જશે પછી એ તૂટશે નહિ. આ સાંભળીને ભીમસેન રોજ ખુશ થયા અને આવેલા વિદેશી તિષીને ખૂબ ઈનામ આપ્યું ને તેને પિતાને ત્યાં રોક, રાજાએ એ જ દિવસે આખા નગરમાં ઉલ્લેષણ કરાવી કે જે પુત્રવાળી અને શીલવતી સ્ત્રી હોય તે આ ધર્મસ્થાનકમાં પ્રવેશ કરે. આ ઉદ્દઘષણ સાંભળીને નગરની સ્ત્રીઓ ભય પામવા લાગી, કારણ કે વિશુદ્ધ શીલ એટલે મન વચન અને કાયાથી પર પુરૂષને સંપૂર્ણ ત્યાગ. મનથી પણ દેષ લાગ્યો ન હોય. ન કરે નારાયણ અને પ્રવેશ કરવા છતાં કમાન તૂટે તે શું? આવું વિચારી નગરની કેઈપણ પુત્રવતી સ્ત્રી ધર્મસ્થાનકમાં પ્રવેશ કરવા તૈયાર ન થઈ, આથી ભીમસેન ઉદાસ થઈ ગયે. "" “ભીમસેનની ચિંતા દૂર કરતી સુશીલા:-” ભીમસેનને ઉદાસ જોઈને સુશીલાએ પૂછયું સ્વામીનાથ! આપ આટલા બધા ઉદાસ કેમ છે? આપને તપમાં કોઈ અશાતા તે નથી ને? ના, દેવી! તપના પ્રભાવે તે મારા તમામ પરિતાપ ઉપશમી ગયા છે, પણ દરવાજાની કમાન તૂટી જાય છે તેને માટે ચિંતા થાય છે. જયોતિષીએ આ પ્રમાણે કહેવાથી મેં આ નગરમાં ઉદ્ઘેષણ કરાવી છે પણ કોઈ સ્ત્રી પ્રવેશ કરવા આવતી નથી. તે શું આ નગરમાં કોઈ વિશુદ્ધ શીલવતી નારી જ નહિ હોય? ભીમસેને પિતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે સુશીલાએ કહ્યું–નાથ ! એવું તો ન જ બને, પણ એવા ઝેરના પારખા કણ કરે ? સુશીલા આખરે તે એક સ્ત્રી જ હતી ને? એટલે એ સ્ત્રીની શરમ અને સ્ત્રીના ભયને એ બરાબર સમજતી હતી. એણે કહ્યું કે કંઈ વાંધો નહિ. કાલે દેવસેન અને કેતુસેનને લઈને હું ધર્મસ્થાનકમાં પ્રવેશ કરીશ. ભલે, જાતના લોકો જાણી જાય કે ઉજજૈની નરેશની રાણી સતી છે કે અસતી ? ભીમસેને કહ્યું દેવી! તમે એવું ન બોલે. તમે તે સતી જ છો. તમારા સતીત્વ ઉપર મને પૂરેપૂરી શ્રદ્ધા છે. | | સુશીલાએ કહ્યું આપને મારી સતીત્વ ઉપર એટલી બધી શ્રદ્ધા છે. એ તે મારા અહોભાગ્ય છે, પણ હવે મારે એ શ્રદ્ધાને કસેટીયે ચઢાવવી રહી. બીજે દિવસે નગરમાં વાત પ્રસરી ગઈ કે સુશીલાદેવી એમને બે પુત્રોને લઈને ધર્મસ્થાનકમાં પ્રવેશ કરશે, તેથી ધર્મસ્થાનકમાં જવાના માર્ગે માનવ મહેરામણ ઉમટયે, સ્ત્રીઓ તે ચોખા અને પુના થાળ લઈને સતીને વધાવવા ઉભી રહી. સમય થતાં સુશીલાદેવી પિતાના બે પુત્રોને લઈ રથમાં બેસીને નીકળ્યા, ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હે શાસનદેવ! મેં આજ સુધી મન વચન અને કાયાથી કઈ પણ પુરૂષને સેવ્યું નથી. આ અંગે જે , કે ઈ મારી ભૂલ થઈ હોય તે મને શીક્ષા કરજે, અને જે હું અણીશુદ્ધ શીલવતી હોઉ તે કમાન સ્થિર કરો. આ પ્રમાણે શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરીને સુશીલાદેવીએ