________________
શારદા સિલિ
પાર ન રહ્યો. સાથે સંસારનું સ્વરૂપ પણ સમજાઈ ગયું. હવે શેઠને પૈસાની કમીના ન હતી. તેમણે રને વેચીને ધર્મસ્થાનકનું કામ પહેલા શરૂ કરી દીધું. પછી વહેપાર ધંધા શરૂ કર્યા અને નિયમ કર્યો કે જ્યાં સુધી ધર્મસ્થાનકનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી અલૂણ આયંબીલ કરવા ને બ્રહ્મચર્યનું પાલન કરવું. શેઠ-શેઠાણીએ આવી પ્રતિજ્ઞા કરી. હવે શેઠને પુણ્યદય થયો એટલે ધંધામાં જે પૈસા બોટવાઈ ગયા હતા તે બધા પાછા આવ્યા. સગાં નેહીઓ, મિત્ર, કુટુંબીઓ પણ પહેલાની જેમ શેઠના પડયા બોલ ઝીલવા લાગ્યા. પણ હવે તે શેઠને ભાન થઈ ગયું કે સંસાર કે અસાર ને સ્વાર્થમય છે! ઘેડા સમયમાં સુંદર ધર્મસ્થાનક તૈયાર થઈ ગયું. શેઠ શેઠાણની ભાવના પૂર્ણ થઈ. એમના આનંદનો પાર ન રહ્યો. ધર્મારાધના ખૂબ થવા લાગી. ટૂંકમાં જે લક્ષમીના દાસ બને છે તે જીવનમાં વિનાશને નેતરે છે, અને જે લક્ષ્મીને સદુપયોગ કરે છે તે જીવનને ધન્ય બનાવી શકે છે.
આજે ઓળીને છેલ્લો દિવસ છે. આજે તપની આરાધના કરવાની છે. તપથી પુરાણ કર્મોને ક્ષય થાય છે, માટે તપની આરાધના કરવી અત્યંત જરૂરી છે. તપથી દ્રવ્યરોગ અને ભાવરોગ મટે છે.
આજે અમારા તારણહાર ૫, ગુરૂણીદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. એટલે એમનું જીવન ટૂંકમાં કહીશ. (પૂ. મહાસતીજીએ પિતાના તારણહાર, ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના તપ-ત્યાગની તિથી ઝગમગતા અને સહનશીલતાની સૌરભથી મઘમઘતા જીવનમાં રહેલા ક્ષમા-સરળતા વિગેરે અનેક ગુણેનું ખૂબ સુંદર વર્ણન કરી, જગતમાં જન્મીને કેવી રીતે જીવવું ને જીવનને કેવી રીતે સાર્થક કરવું એનું સુંદર રીતે વર્ણન કરી પૂ. ગુરૂદેવ પાર્વતીબાઈ મહાસતીજીને અશ્રુભરી આંખે અંજલી આપી હતી.)
* ચરિત્ર – ભીમસેને ભવ્ય ધર્મસ્થાનક બંધાવ્યું પણ કોઈ પણ કારણે મેઈન દરવાજાની કમાન વારંવાર તૂટી જાય છે આથી જ્યોતિષીઓને બોલાવીને પૂછયું કે શા કારણથી આવું બને છે? તિષીઓએ ગ્રહ, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, અંશ, અક્ષાંસ વિગેરેનું ગણિત ગમ્યું. એ પણ બધું બરાબર નીકળ્યું, તે પછી જ કમાન તૂટીને પડી જવાનું કારણ શું? શું કોઈ દુષ્ટ દેવને આ ઉપદ્રવ હશે? એ બાબતમાં, ભીમસેન તથા વિજયને ખૂબ વિચારણા કરી પણ કંઈ સમાધાન ન થયું ત્યારે વિજયસેન તથા ભીમસેન રાજાએ આખા નગરમાં જાહેરાત કરાવી. હે નગરજને! સાંભળો. જે કઈ સ્ત્રી કે પુરૂષ આ દરવાજાની કમાન તૂટી જાય છે તેનું કારણ શોધી આપશે તેને રાજ્ય તરફથી મેં માંગ્યું ઈનામ આપવામાં આવશે. ઘણાં દિવસે પસાર થઈ ગયા પણ કેઈ કારણ શોધી શક્યું નહિ.
એક દિવસ સવારના પ્રહરમાં પટાવાળાએ ભીમસેન રાજાને સમાચાર આપ્યા કે