________________
ولاق
શારદા સિદ્ધિ શેઠે તે ઉત્કૃષ્ટ ભાવે બધા ઢેબરા વહેરાવી દીધા. પિતે શું ખાશે તેની ચિંતા ન કરી. સંતને વહોરાવી વંદન કરીને પૂછયું ભગવંત! આપ કયાં પધારી રહ્યા છે? એટલે સંતે કહ્યું. ભાઈ! આજે મારે માસખમણનું પારણું છે, તેથી નજીકના શહેરમાં પારણા માટે નિર્દોષ આહારની ગવેષણ કરવા જતો હતો. આ સાંભળી શેઠને ખૂબ આનંદ થયો. અહે, મને લાભ તે મળે, તે પણ મા ખમણના ઉપવાસી તપસ્વીને! આવા દુઃખમાં પણ મારા પુણ્યને સિતારે ઝગમગે છે. મુનિ ત વહોરીને ગયા પણ શેઠના હૈયામાં હર્ષ સમાતું નથી. સાડા ત્રણ કોડ રોમરાય પુલકિત બની ગયા ને જાણે પારણું કર્યું હોય તેવી મુખ ઉપર તેજસ્વીતા આવી ગઈ.
દાનના પુણ્યનો માંગેલો ભાગ - શેઠ ચાલતાં ચાલતાં નગરમાં ગયા. નગરની વચ્ચે શેઠની મોટી પેઢી છે. સસરાએ ને સાળાએ શેઠને આવતા જોયા, એટલે શેઠને વીંટળાઈ વળ્યા. શેઠની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે તેની ખબર ન હતી તેથી ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું ને ઘેર લઈ ગયા. ત્યાં સાસુએ સ્વાગત કર્યું. ખૂબ પ્રેમથી જમાડયા ને પોતાની દીકરીને ખબર અંતર પૂછ્યા. બે ત્રણ દિવસ તે શેઠને ખમ્મા ખમ્મા કર્યા. આગ્રહ કરીને રોક્યા, પછી આમ એકલા અચાનક આવવાનું કારણ પૂછ્યું એટલે શેઠે બધી હકીકત જણાવી દીધી. સાસુએ કહ્યું કાલે વાત. શેઠ સમજી ગયા કે કાલે ના જ પાડવાના છે પણ શું કરે છે એ તો જેઉં. રાત્રે સાસુને દૈવિક અવાજ આવ્યો કે તમારા જમાઈએ તમારા ગામના તળાવની પાળે મા ખમણના એક તપસ્વી મુનિને ઢેબરા વહોરાવીને જબરદસ્ત પુણ્ય બાંધ્યું છે, તેથી એને પુણ્યને સિતારો ચમકી રહ્યો છે માટે તમે મુનિને દાન આપીને બાંધેલા પુણ્યને ચોથા ભાગ માંગીને એ જેટલું ધન માંગે તેટલું આપજે. સવારે સાસુએ પોતાના પતિને તથા પુત્રોને વાત કરી, એટલે સાળા, સસરા અને સાસુજીએ ભેગા થઈને શેઠને કહ્યું–જમાઈરાજ! અમે તમે માંગે તેટલું ધન આપવા તૈયાર છીએ પણ આપણે સાટા પાટા કરીએ. તમારું અમને આપે ને અમારું તમને આપીએ. શેઠે કહ્યું મારી પાસે તો કંઈ છે જ નહિ. શેના સાટાપાટા કરવાના છે? ત્યારે કહે છે કે તમે તળાવની પાળે સાધુને વહેરાવીને બંધેલાં પુણ્યને ચે ભાગ અમને આપે. બદલામાં તમે જે માંગશે તે અમે આપવા તૈયાર છીએ, એટલે શેઠના મનમાં વિચાર આવ્યો કે શું પુણ્ય કંઈ વેચવાનું હોય? સંપત્તિ મળે કે ના મળે એની ચિંતા નથી. એ પુણ્યના બદલામાં મારે કંઈ જોઈતું નથી.
“શેઠની દઢતા”:- શેઠે વિચાર કરીને કહ્યું પુણ્ય કંઈ ખરીદવાની ચીજ નથી. એને કંઈ સાટા પાટા ન થાય. મારે પુણ્ય આપીને પૈસા લેવા નથી, એટલે તરત સાસુ, સસરા અને સાળાઓએ મેં બગાડીને કહ્યું–તે એક રાતી પાઈ પણ નહિ મળે. શામળશા શેઠે કહ્યું-ભલે, તે હું જાઉં છું. એમ કહીને રવાના થયા પણ. કેઈએ