________________
શારદા સિદ્ધિ
૭૩૯ શામળદાસ શેઠની ભવ્ય ઉદારતા” – શામળદાસ શેઠ પાસે કરોડની સંપત્તિ હતી. તેઓ ધનને દાનમાં વાપર્યા કરતા હતા. એમણે આજ સુધીમાં ઘણાં સુકૃત્ય કર્યા હતા. ધર્મારાધના પણ ખૂબ કરતા હતા. દાનને પ્રવાહ પણ ચાલુ હતે. આ શહેરમાં જેનેની વસ્તી ઘણી હતી પણ ધર્મસ્થાનક ઘણું જુનું ને નાનું હતું એટલે જ્યારે કેઈ વિદ્વાન સાધુ સાધ્વીજી પધારતા ત્યારે ખૂબ માનવમેદની ભરતી હતી ને બેસવાની ખૂબ સંકડાશ પડતી હતી, તેથી શેઠના મનમાં થયું કે હું આ ધર્મસ્થાનક પાયામાંથી નવું બંધાવીને મારી લક્ષમીને સદ્વ્યય કરું. હજારો જ ધર્મસ્થાનકમાં આવીને ધર્મારાધના કરશે એને મને મહાન લાભ મળશે. એમ વિચારી શેઠે સંઘ સમક્ષ વાત રજુ કરી. સૌના દિલમાં ખૂબ આનંદ થયો. શુભ દિવસે એ કાર્યને પ્રારંભ કર્યો. ધર્મસ્થાનક નાનું અને જુનું હતું એટલે શેઠે આજુબાજુના ખાલી અને જુના મકાને હતા તેમના માલિકને ધન આપી વેચાતા લઈ લીધા. એ મકાનો તથા જુના ધર્મસ્થાનકને તેડીને પાયામાંથી નવું બનાવવાનો પ્રારંભ કર્યો. શેઠ પૈસા ખરચવામાં પાછી પાની કરે તેવા ન હતા. પાણીની જેમ પૈસા ખર્ચવા માંડયા. નગરજને શેઠની ઉદારતાના બે મોઢે પ્રશંસા કરતા કે શું શેઠની ભાવના છે! ધન્ય છે એમની ઉદારતાને ! એમને ધન મળ્યું છે તે સાર્થક છે. શેઠ પણ ઉત્સાહથી કાર્ય કરતા હતા. આ શામળદાસ શેઠને શીલવતી નામે પત્ની હતી. એ પણ ધર્મની અનુરાગી હતી. પતિની આવી ઉદાર ભાવના જોઈને તે હર્ષ અનુભવતી હતી.
મનની મનમાં રહી ગઈ” :- બંધુઓ ! ઘણી વખત એવું બને છે ને કે માણસના આદરેલા કાર્યો અધૂરા રહી જાય છે. ધાર્યું કામ પાર પાડતાં અનેક મુશ્કેલીઓ આવીને ઉભી રહે છે. અહીં પણ એવું જ બન્યું. અચાનક શેઠના વહેપારમાં મોટી ખોટ આવી. પાસે હતું તે નાણું ખર્ચાઈ રહ્યું હતું ને નવી આવક બંધ થઈ ગઈ ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે શેઠને બે ટંક રોટીના સાંસા પડી ગયા. ધમષ્ઠ અને પવિત્ર શેઠ શેઠાણીએ જીવનમાં સમજણ આવ્યા પછી કદી કઈ જીવને દુભાવ્યા નથી, પણ એમના કેઈ પૂર્વભવના પાપકર્મને ઉદય થયો. શેઠ શેઠાણીના માથે વીજળી તૂટી પડી. પૈસા ખૂટયા એટલે ધર્મસ્થાનકનું કામ બંધ થઈ ગયું. શેઠશેઠાણીને પોતાને માથે દુઃખ આવ્યું તેની ચિંતા કે દુઃખ ન હતું, પણ જે ઉત્સાહ અને ઉમંગભેર ધર્મ સ્થાનક બનાવવું હતું તે અધૂરું રહ્યું તેનું ખૂબ દુઃખ હતું. ધર્મસ્થાનકની સામે દેખે ને આંખમાંથી બેર બેર જેટલા આંસુ ટપકી પડે છે.
- અહો ભગવાન ! મારા કયા ભવના પાપકર્મો ઉદયમાં આવ્યો કે એક શુભ કાર્ય પૂરું ન કરી શક્ય! ધમીજને ધર્મારાધના કયાં જઈને કરશે ? જ્યાં સુધી શેઠની પાસે લકમી હતી ત્યાં સુધી તેમની આજુબાજુ સેંકડે માણસો વીંટળાઈને રહેતા. આજે શેઠને આશ્વાસનના બે શબ્દો કહેનાર કેઈ ન હતું. સગાસબંધી દૂર ભાગી ગયા. ગઈ