________________
૭૩૮
શારદા સિદ્ધિ શ્રદ્ધાપૂર્વક ધર્મ કરે છે, અને અનેક પ્રકારે ધર્મારાધના કરીને પિતાનું જીવન ઉજજવળ બનાવે છે. એવા એક દઢવમી અને ભક્તિવંત શેઠનું દૃષ્ટાંત યાદ આવે છે.
એક વખત એક મોટા શહેરમાં કઈ મહાન જૈન આચાર્ય ઘણું શિખ્યપરિવાર સહિત પધાર્યા. ભાવિક ભવ્ય આચાર્ય ભગવંતની વાણી સુણવા આવવા લાગ્યા. મહારાજની વાણીમાં જાદુ હતું. જે કઈ એક વખત સાંભળવા આવે એને બીજે દિવસે આવવાનું મન થાય જ. બે દિવસમાં તે ચરે ને ચૌટે મહારાજની અમૃતવાણીની પ્રશંસા થવા લાગી. હજારો માણસેની મેદની ભરાય છે. ભવ્ય જીવે વાણી સાંભળીને પિતાનું જીવન ધન્ય બનાવે છે. આ નગરમાં શામળદાસ નામે એક શ્રીમંત શેઠ વસતા હતા. એ દઢવમી હતા. આજે પ્રિયધમી ઘણું છે પણ દઢધમી શ્રાવકને તૂટો છે. જિનશાસન માટે જાત હામી દેનાર આમાંથી કેટલા ? આ શેઠ સંસારના હજારો કામ પડતા મૂકીને વ્યાખ્યાન સાંભળવા માટે સમયસર હાજર થઈ જતાં અને મહારાજના મુખમાંથી નીકળતી વીતરાગ વાણીની શીતળ સરવાણીના પ્રવાહમાં ગળાબૂડ ખૂંચી જતા. સમય ક્યાં સુધી સરકી જાય છે એને ખ્યાલ પણ રહેતું નથી.
મહારાજ દરરોજ જુદા જુદા વિષય ઉપર વ્યાખ્યાન ફરમાવતા હતા. વ્યાખ્યાનમાં ભગવાનના વચનાનુસાર કહેતા હતા કે અહો ભવ્ય જી ! આપણું શરીર વિનશ્વર છે. તમે એને ગમે તેટલું સાચવશો પણ એ તે એક દિવસ માટીમાં મળી જનારુ અને જે ખાખમાં ખપી જનારું છે. આવું આ ખતરનાક શરીર જે એના મૂલ્ય રૂપે ઓળખાઈ જાય તે કામ થઈ જાય, પછી એના દ્વારા આત્મા અશરીર બનવાનું ભગીરથ પુરૂષાર્થ ખેડી અજર અમર, ને અશરીરી બની જીવનનું ચરમ ને પરમ ધ્યેય પ્રાપ્ત કરી કૃતાર્થ બની શકે, માટે આ કાયાથી કામ કાઢી લે, જીવનમાં નમ્રતા અને સરળતા લા. નિંદા કથલી છેડો “નમ્રતા એક એવો ગુણ છે કે જે જીવનમાં પ્રાયઃ બધા સદગુણને ખેંચી લાવે છે અને અહં એવી ચીજ છે કે જે જીવનમાં પ્રાયઃ બધા ગુણેને ખેંચી લાવે છે.” માટે કેઈને દોષ જેવાના છોડીને ગુણ ગ્રહણ કરવા હોય તે ગુણાનુરાગી બને. આચાર્યશ્રી એવી સુંદર શૈલીમાં ઉપદેશ આપતા કે સાંભળનારના મગજમાં વાત ઉતરી જતી.
એક વખત મહારાજે વ્યાખ્યાનમાં ફરમાવ્યું કે તમને જે તમારા પુણ્યથી લક્ષ્મી મળી હોય તે તમે લક્ષમીના દાસ ન બનશો પણ લક્ષ્મીના પતિ બને. લક્ષ્મીના દાસ કેવળ લક્ષ્મીનું રક્ષણ કરી જાણે છે જ્યારે લક્ષમીપતિ લક્ષ્મીને ધર્મના માર્ગો સદુપયોગ કરી સદ્ગતિને ભાગી બની શકે છે, માટે તમને જે લક્ષમી મળી છે તેને સદુપયોગ કરો. ધર્મારાધના કરો, કરો અને જો તમે ન કરી શકતા હો તે જે કંઈ કરે છે તેને કરવામાં ઉત્તેજન આપે. ગુરૂદેવની વાણી સાંભળીને કંઈક એ પ્રત્યાખ્યાન કર્યા. કઈ તપમાં જોડાયા, કોઈએ દાન કરવામાં લક્ષ્મીને સદુપયોગ કર્યો. જેનાથી જે બની શકે તે જીવનમાં અપનાવ્યું.