________________
७४०
શારદા સિદ્ધિ કાલ સુધી જે શેઠ ઉપર પ્રશંસાના પુષ્પ વેરતા હતા તે બધા આજે શેઠની કંગાળતા ઉપર કડવા વેણના પથ્થરો ફેંકી કાળજાને વધી રહ્યા હતા. શેઠ શેઠાણી મૌનપણે બધું સાંભળી લેતા. કહેવાય નહિ, સહેવાય નહિ અને રહેવાય નહિ એવી એમની સ્થિતિ હતી પણ શું થાય? અત્યારે એમના હાથની વાત ન હતી.
એક વખત શેઠાણીએ શેઠને કહ્યું. નાથ ! આમ ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી, છતાં પુરૂષાર્થ કરવો જોઈએ. જેથી આપણા પ્રારબ્ધ આડેથી પાંદડું ખસી જાય. શેઠે કહ્યું શીલવતી ! તારી વાત સાચી છે પણ પુરૂષાર્થ શેના સહારે કરું? આજ સુધી તે વહેપાર ખૂબ કર્યો છે. હવે તે મજુરી મળી શકે તેમ નથી ને હું કરી શકું તેમ પણ નથી, અને વહેપાર માટે તે નાણાંની જરૂર પડે, ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું કે નાથ! આપ મારા પિયર જાઓ. મારા પિતાજી ખૂબ સુખી છે, હું મારા માતા પિતાની એકની એક લાડીલી દીકરી છું. મેં આજ સુધી કંઈ લીધું નથી, માટે મને ખાત્રી છે કે આપણી આવી દુઃખી સ્થિતિમાં જરૂર સહાય કરશે. શીલવતી ! આ જગતમાં સઘળે સ્વાર્થની સગાઈ છે. સુખમાં વગર માંગે દેનાર ઘણું હોય છે પણ દુઃખમાં તે દિલથી દિલાસો દેનાર પણ બહુ ઓછા હોય છે, માટે દુઃખના વખતે હું નહિ જાઉં પણ શીલવતીએ ખૂબ આગ્રહ કર્યો એટલે જવા તૈયાર થયા. શીલવતીએ જેમ તેમ કરી મરચું-મીઠું, તેલ નાંખી સાત આઠ ઢેબરા બનાવી એક ડબ્બામાં ભરી આપ્યા. તે લઈને શેઠ ઘેરથી નીકળ્યા ત્યારે એમણે અઠ્ઠમના પચ્ચખાણ કર્યા. ત્રણ દિવસ તે ખાવું ન હતું એટલે બપોરે કયાંક થેડી વાર વિસામો લેતા, સાંજે પ્રતિક્રમણ કરતા, રાત્રે ઝાડ નીચે સૂઈ જતાં ને સવારે પ્રતિક્રમણ કરીને ચાલતા, આ રીતે ચાલતાં ચોથા દિવસે સવારમાં નવકારશી પચ્ચખાણ પૂરા થયા ને એક તળાવ આવ્યું એટલે શેઠે વિચાર કર્યો કે આ સસરાનું ગામ આવી ગયું, પછી ભાતાની જરૂર નહિ રહે. હું આજે અહીં બેસીને પારણું કરી લઉં. એમ વિચાર કરી શેઠે હાથ પગ ધંઈ તળાવની પાળે બેસી નવકારશી પચ્ચખાણ પાન્યા.
જંગલમાં સંતને દાન દેવાને મળેલ અપૂર્વ લાભ” :- ડબ્બામાંથી ઢેબરા ને મરચું કાઢીને ભાવના ભાવે છે કે કેઈ મુનિરાજને લાભ મળી જાય તો કેવું સારું ! ખરેખર માણસની શુદ્ધ ભાવના હોય તે ફળ્યા વિના રહેતી નથી. આવી ભાવના ભાવીને શેઠ ચારે તરફ નજર કરે છે તે દૂરથી જેનના સાધુને આવતા જોયા, એટલે શેઠને હર્ષને પાર ન રહ્યો. આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય! મારે તે જંગલમાં મંગલ થયું. સાત આઠ પગલા સામે જઈને કહ્યું પધારે ગુરૂદેવ ! મને પાવન કરે. આજે મારે અઠ્ઠમ તપનું પારણું છે. મારા માટે ભાતું લાવ્યો છું. તે વહેરીને મને પાવન કરે. મુનિરાજે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પાત્ર ધર્યું. શેઠે બધા ઢેબરા ઉપાડ્યા, પણે મહારાજે કહ્યું ભાઈ! એક જ વહેરાવે. પણ