________________
૭૩૫
શારદા સિદ્ધિ ખુશ કર્યો ને જવાની રજા આપી ત્યારે સભામાં બેઠેલા પ્રજાજનેએ ભીમસેનને જય જયકાર બોલાવ્યો. ત્રણે આત્માઓ ભીમસેન તથા વિજ્યસેનને નમન કરી ભીમસેનની ઉદારતા અને દયાળુતાના ગુણગાન કરતા ચાલ્યા ગયા, પછી સભા વિસર્જન થઈ. સાંજે પ્રતિક્રમણ કર્યા પછી ભીમસેનને વિચાર છે કે મારી પાસે હવે ધનની કમી નથી, સંસારના કાર્યો તે ઘણું કર્યા ને હજુ કરીશ પણ આ ગામમાં મારું દ્રવ્ય દુઃખ દૂર થયું તે હું ભાવ દુઃખ ટાળવા માટે એક ભવ્ય ધર્મસ્થાનક બંધાવું.
આ પ્રમાણે વિચાર કરી વિજયસેનની સલાહ લઈ એ શુભ કાર્યને પ્રારંભ કર્યો. ઘણું ભવ્ય ધર્મસ્થાનક બનાવ્યું. બીજી તરફ દાનશાળા શરૂ કરી. ભીમસેન રાજા ધર્મસ્થાનકનું ઉદ્ઘાટન કરવાને વિચાર કરતા હતા ત્યાં બન્યું એવું કે એ ધર્મસ્થાનકના મુખ્ય દરવાજાની કમાન તૂટી ગઈએટલે ફરીથી બનાવી તે પછી તૂટી ગઈ. એમ ઘણી વખત બન્યું ત્યારે રાજાના મનમાં થયું કે આમ કેમ બને છે? આ દૈવી પ્રમેય છે કે કારીગરોનું કામ બરાબર નથી. શું છે? હવે રાજા એનું કારણ શોધશે ને શું બનશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૬ આસો સુદ પુનમને શુક્રવાર
તા. ૫-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવાનના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જેને આપણે જિનવાણી કહીએ છીએ. જિનવાણીએ ભવ્યતાના ભાગ્યને જેનાર જોષી છે. નિવૃત્તિ નગરીએ જવા માટેનું જંકશન છે, અને આત્મ ઘરને સ્વચ્છ કરવા માટેની સાવરણી છે. આપણે ત્યાં ચૌદ પૂર્વના સાર રૂપ નવપદ-આયંબીલની ઓળીના મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. એમાં આપણે પંચ પરમેષ્ઠિ પદની આરાધના કરી. એમના ગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ છે. તેમાં આજે છેલ્લા પદ તપની આરાધના કરવાને આજે પવિત્ર દિવસ છે.
નવપદના એકેક અક્ષરમાં અલૌકિક શક્તિ રહેલી છે. સૌથી પહેલું પદ “નમો અરિહંતાણું” ના સાત અક્ષર સાત ભયને નાશ કરે છે. નમો અરિહંતાણુંને જાપ કરનારને જગતમાં કોઈ જાતને ભય રહેતું નથી. પંચ પરમેષ્ઠીની ગોદમાં બેસતાં નિષ્કપતા, અભયતા અને અમરતા પ્રાપ્ત કરાવે છે. પરમેઠીને હૃદયમાં ધારણ કરતાં
મારું એ સાચું ”ના ઝેરને નિકાશ થાય છે અને “સાચું એ મારું ” ના અમૃતની આયાત થાય છે. રત્ન ચિંતામણી, કલ્પવૃક્ષ, કામકુંભ અને કામઘેનું મળ્યા પછી ધૂળની કિંમત સમજનારે, કાદવને કિંમતી માનનારો જગતમાં હીનતાને પ્રાપ્ત કરે છે, તેમ પંચ પરમેષ્ઠીને પ્રાપ્ત કર્યા પછી પત્ની, પુત્ર પરિવાર, સંપત્તિ, બંગલા, બગીચા,