________________
૭૩૦
શારદા સિદ્ધિ મહેલે દેવકૃત છે. ઝુમ્મરો, અરિસા અને ફનીચરથી શણગારેલી આરસપહાણની હવેલીઓ છે. તારામાં માણસને ચક્તિ કરી નાખે એવું અતુલ શરીર બળ છે. વિવિધ વૃક્ષના ફૂલની સુગંધવાળા સુંદર બગીચા, પવનવેગે ચાલનાર હજારો હાથી, ઘોડા, રથ અને વિસ્તૃત કુટુંબ આ બધી વસ્તુઓ શું તારી પાસે કાયમ રહેનારી છે? નહિ.. નહિ. મૂર્ખ ! સમજ. જ્યારે આ શરીરમાંથી પ્રાણ ઉડવાની તૈયારી થશે ને આંખે મીંચાઈ જશે ત્યારે આ શરીર કે જે તારું નજીકનું સબંધી છે તે પણ તારું થવાનું નથી તે પછી બીજી વસ્તુઓની તે વાત જ શી કરવી?
આ જગતમાં જેટલી ચીજે દેખાય છે તે બધી ચીજો પુદ્ગલ સ્વરૂપ છે. પુદ્ગલ એટલે “પૂરળ જરા સમાવઃ પુરુઃ ” પૂરાવું, મળવું, ગળી જવું અને વિખરાઈ જવું એ જેને સ્વભાવ છે તે પુદ્ગલ કહેવાય છે. ખીલેલા પુષ્પની સુગંધ એ પુદ્ગલ છે. ખાવાને પકવાન, પહેરવાના વસ્ત્રો, આભૂષણે, સૂવાની શય્યા, આસને, રહેવાની હવેલી વિગેરે પુદ્ગલની વસ્તુઓ છે તેથી તે ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. સાંજના સમયે સંધ્યાના રંગથી આકાશ ઝળહળતું દેખાય છે ને પાંચ મિનિટ પછી અંધકાર દેખાય છે. થોડી વાર પછી ચંદ્રને ઉદય થતાં અંધકાર નષ્ટ થાય છે ને પૃથ્વી પર પ્રકાશ પથરાય છે. રાત્રિ પૂરી થતાં ચંદ્ર અદશ્ય થાય છે ને પ્રભાત પ્રગટે છે. એટલે સૂર્યને ઉદય થતાં આ તાપ પ્રસરે છે ને અંધકાર નષ્ટ થાય છે. સૂર્ય પ્રભાતે કિશોર, મધ્યાહે યુવાન અને સાંજ પડતાં વૃદ્ધ બની અસ્ત પામી જાય છે તે પ્રકાશને ખેંચી લઈ અંધકારને મૂકતે જાય છે. આ રીતે પ્રકાશ અને અંધકાર એ પુદ્ગલ સ્વરૂપ છે. આ રીતે દરેક વસ્તુઓ પર વિચાર કરશે તે જણાશે કે આત્મા સિવાયના પ્રત્યેક પદાર્થો પર છે, પુદ્ગલ સ્વરૂપ છે, અને એમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે. એક દિવસ બધું છેડીને ખાલી હાથે જવાનું છે. સાથે કંઈ લઈ જવાનું નથી તે પછી આવા પરિવર્તનશીલ પદાર્થો પર આટલે બધે મેહ શું રાખે? જે વસ્તુ નાશવંત છે એને મેળવવા માટે અજ્ઞાની જીવ રાત-દિવસ તૃષ્ણવંત બનીને મહેનત કર્યા કરે છે. એને મેળવવાને માટે જીવ કેટલા પાપ કરે છે !
સેનાની ભૂખે વર્તાવેલ વાસ” :- એક વખત એક ગામના રાજાને એવી લગની લાગી કે મારે જ્યાં મળે ત્યાંથી સેનું લાવીને ભેગું કરવું છે, એટલે એણે તે લશ્કરને હુકમ કર્યો કે આજુબાજુના બધા ગામમાં લૂંટ ચલાવીને જેટલું મળે તેટલું સોનું લાવીને મારા ભંડારમાં ભરો. રાજાને હુકમ થતાં સિન્ય ઉપડ્યું ને ચારે તરફ લૂંટ ચલાવી. લેકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા કે આ શું? આ તે રાજા છે કે રાક્ષસ? વિના પ્રજને શા માટે લુંટ ચલાવે છે? ઘણાં ગામમાં લૂંટ ચલાવી પછી પિતાના ગામમાં લુંટ શરૂ કરી. જેમાં ત્રાસ ત્રાસ થઈ ગયે. જે સેનું ન આપે તેને રાજાના