________________
७२८
શારદા સિલિ જડના વિકાસમાં આત્મગુણો બધા કચરાઈ જાય. આ બધે જડ સરંજામ, મોહ, ગવિલાસ અને દુર્ગ વિગેરે ને પોષનારો છે, તેથી આત્મિક ગુણેને વિનાશ થાય છે, માટે જ્ઞાની કહે છે કે જેમ કિમિયાગર વૈદ ઝેરી અફીણમાંથી જીવાડનારું ઔષધ બનાવે છે, તેમ તું પણ વિકસેલા જડ પદાર્થોમાંથી એવા આત્મહિતના–પરમાર્થના કાર્ય કરી લે કે જેથી તેને ભવિષ્યમાં સારી ગતિ મળે. જે આત્મામાં આવી સાવધાની આવે તે જીવ ભાવિ અનંતકાળને ઉજજવળ કરે એવી અવસ્થા પ્રાપ્ત કરે છે. જે ચકવતિ જડના વિકાસમાં મરે તે નરકે જાય. એવા જડના વિકાસને ભરત ચક્રવતિએ અરિસાભવનમાં એવે સકેચી લીધું કે એમાં આત્માના ગુણોની અનુપમ ખીલવટ થઈ અને કેવળજ્ઞાનને અપૂર્વ વિકાસ પામ્યા, જડને વિકાસ જીવને ઘાતક છે અને જડને સંકેચ જીવને ઉદ્ધારક બને છે. જડના સરંજામની ફેજ આત્માના ગુણોને સળગાવી નાંખનારી ફરજ છે. જડની અપેક્ષા વધારી એટલે ઓર રાગ વ, ચિંતા વધી ને પાપખર્ચા વધ્યા. દેવલોકમાં રહેલા દે, રત્ન, વાવડીઓ વિગેરેને ખૂબ સુંદર માની તેના પ્રત્યે મેહ રાખે છે તે એમની કઈ સ્થિતિ થાય છે તે ખબર છે ને? પ્રથમ બે દેવલેક સુધીના દે ત્યાંથી ચવીને પૃથ્વી પાણી અને વનસ્પતિકાયમાં ફેકાઈ જાય છે. કેવી કારમી સજા ! માટે વીતરાગના શાસનની હૃદયે સ્પર્શના કરાવી હોય તે જડની જરૂરિયાત ઓછી કરી અને આત્મવૃતિની જરૂરિયાત વધારો. - આપણું અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિ જડના વિકાસમાં અંજાઈ ગયા છે અને ચિત્ત મુનિ આત્મ વિકાસ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. બ્રહ્મદત્ત ચક્રવતિ પિતાના પૂર્વના ભાઈ એવા ચિત્તમુનિને સંસારના સુખે ભેળવવા માટે આમંત્રણ આપે છે ને સંસારના સુખનું પ્રલેભન આપે છે, અને પિતાના મહેલમાં સંસાર સુખની મેજ માણવા માટે બોલાવે છે પણ જેને સમજાઈ ગયું છે કે જડના વિકાસમાં આત્માના ગુણેને વિનાશ છે એવા ચિત્તમુનિ બ્રહ્મદત્તની વાત ઉપર ધ્યાન આપતા નથી. એક નિયમ છે કે જે ત્યાગે છે તેને લોકો સામેથી આપવા આવે છે, પણ નિશ્ચલ ત્યાગીઓ એમાં લલચાતા નથી. સંયમી મુનિઓને સંયમ લીધા પછી અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો અને પરિષહ સહન કરવા પડે છે. તેમાં મારકૂટ, વધ, બંધન, સુધા, તૃષા વિગેરે પ્રતિકૂળ પરિષહ આવે છે. તેને મોક્ષાભિલાષી સંતે સમભાવપૂર્વક સહન કરે છે. તે જ રીતે આદર સત્કાર, માન પૂજા, સંસાર સુખના પ્રલેભન વિગેરે અનુકૂળ પરિષહ આવે તેમાં પણ લલચાય નહિ. સૂયગડાયંગ સૂત્રના ત્રીજા અધ્યયનમાં જ્ઞાનીએ કહ્યું છે કે
___ हत्था स्सरहजाणेहि, विहार गमणेहि य।
મુંડ મળે ને ઘે, મહરિણી ! પૂનy i | ઉ-૨ ગાથા ૧૬ રાજા તથા ચક્રવતિ મહારાજા, પ્રધાન, બ્રાહાણ, પુરોહિત અથવા ક્ષત્રિય એ બધા ઉત્તમ આચારથી જીવન નિર્વાહ કરવાવાળ યૌવનસંપન્ન સાધુને શબ્દાદિ વિષય ભેગને