________________
વ્યાખ્યાન ન. ૭૫
આસો સુદ ૧૪ ને ગુરૂવાર
તા. ૪-૧૦-૦૯
અનંત ગુણ્ણાના ધારક, મેાહના મારક, વિષયેાના વારક, એવા ભગવાને ભવ્ય જીવાને આત્મ ઉદ્ધારના માર્ગ બતાવ્યે. હે જીવ!! જો તમારે આત્માની ઉન્નતિ કરવી હાય તા જે જડ વસ્તુના સુખની પાછળ તમે આકર્ષાયા છે અને જે મેળવવા માટે રાત દિવસ કાળી મહેનત કરો છે તે સુખથી ઉન્નતિ નહિ થાય. આત્માન્નતિ માટે જડ વસ્તુઓના રાગ છોડવા પડશે. જેટલા જડનો વિકાસ થાય છે તેટલા આત્માના ગુણાના નાશ થતા જાય છે. “ જડ જેટલું ખીલે એટલા આત્મા કરમાતા જાય. જડના વિકાસમાં આત્માના વિનાશ થતા જાય છે. મંગલા, બગીચા, દુકાન, વહેપાર વિગેરેમાં વિકાસ થવાથી આત્માને શુ' લાભ થવાના છે? જેમ સૂર્યાસ્ત પછી આવેલા અંધકાર દિવસના ફાલીફૂલીને રહેલા પ્રકાશને નાબૂદ કરી નાંખે છે તેમ આ જડના વિકાસમાં પણ એવું છે. પૂના પુણ્યાદચે જડના વિકાસના સાધનો મળ્યા પર્ણ એ મળ્યા પછી જીવ તેમાં લીન ખની જાય તેા મેળવેલા પુણ્યને સૂકવી દે છે અને તેની ઉચ્ચગતિ અટકી જાય છે.
""
પહેલાના ઈતિહાસ તપાસે તે જરૂર સમજાશે કે જેમ જેમ ભૌતિક ઉદ્દય થતા ગયા તેમ તેમ આધ્યાત્મિક વિનાશ થતા ગયા. દા. ત. મનુષ્ય જીવનમાં કોઈ આત્માને સામાન્ય માનવને બદલે રાજાને ત્યાં રાજપુત્ર તરીકે અવતાર મળ્યા. સમય જતાં તે રાજા બન્યા. રાજા બન્યા પછી તે ભૌતિક રાજ્યમાં અને જડ સુખમાં ગરકાવ બન્યા તા તેની ગતિ કઈ? નરકાતિ. આનુ નામ જડના વિકાસ તે આત્માના વિનાશ. ચક્રવતિની સમૃદ્ધિ કેટલી છે? છ છ ખંડની મહાન રિદ્ધિ, પણ જો એ સુખમાં રચ્યાપચ્યા રહે અને જડ સુખાને છેડે નહિ તે ઠેઠ સાતમી નરક સુધી પહોંચી જાય. આ શું છે? જડના વિકાસથી આત્માના વિનાશ. જડના વિકાસથી આત્માના સુખશાંતિ લેાપાતા જવાના. ધર્મ વહેપારથી દૂર થતા જવાનું અને એના બદલે પાપ વહેપાર વધતા જવાના. જડ વિકાસના અંજામણમાં જીવ એવા અંજાઈ જાય છે કે તેથી પાતાની જાતનું ભાન ભૂલી જાય છે. જડ સુખને વિસ્તારવાની પ્રવૃત્તિ કરનારાને પૂછે કે દુન્યવી પ્રવૃત્તિમાં બહુ લાંબા પહેાળા થયા પણ છેવટે તેનુ પરિણામ શું ? તા એ કહેશે કે ખૂબ ધન કમાયા, તે એમ કહેનારને પછી પૂછે કે પણ પછી શું ? તે કહેશે કે જીવનમાં ઘણી સગવડો મળી, માન સન્માન મળ્યા, પણ પછી ? તે તે ક'ઈ ઉત્તર નહિ આપી શકે. આ સ્થિતિ જડ વિકાસની છે જ્યારે આત્માના વિકાસીને આ પ્રશ્ન પૂછશા તે કહેશે કે પૈસાથી શુભ કાર્યમાં વાવેતર કર્યું, પછી ઉત્તમ ધ'સાધના અને એ સાધનાથી છેવટે મેાક્ષ. પછી તે સંસારમાં ભટકવાનું નહિ.