________________
૭૨૬
શારદા સિદ્ધિ વિજયસેન રાજાએ કહ્યું અમારા નગરમાં એક મોટા ઝવેરીની દુકાને એક માણસ દાગીનાની પિટલી લઈને આવ્યો ને કહ્યું આ દાગીના મારે વેચવા છે. એની કિંમત કરીને મને પૈસા આપ, ઝવેરીએ દાગીનાની પિટલી છોડીને દાગીના જોયા. એ કિંમતી દાગીના અને એમાં જડેલા મૂલ્યવાન રત્ન, એને ઘાટ આ બધું જોયું. એકેક આભૂષણ ખૂબ ચકાસણી કરીને જોતાં ઝવેરીના મનમાં લાગ્યું કે આવા મૂલ્યવાન દાગીના શ્રીમંતમાં શ્રીમંત માણસ પણ ઘડાવી શકે નહિ. આવા અલંકારો તે રાજાના રજવાડામાં હોઈ શકે. ખૂબ નિરીક્ષણ કરીને જોતાં આભૂષણે ઉપર ઉજજૈનીની મુદ્રા તેના જોવામાં આવી, તેથી ઝવેરીની શંકા દઢ થઈ. છતાં ચોક્કસ કરવા માટે ઝવેરીએ પૂછ્યું ભાઈ! આ આભૂષણે કેના છે?
સુચના સુશીલાને સેંપતી દાગીના” – ત્યારે તે માણસે કહ્યું કે મારા છે. હું પહેલાં ઘણે શ્રીમંત હતું, પણ અત્યારે મારા કર્મોદયે ગરીબ થઈ ગયો છું. હું ભીડમાં આવી ગયો છું, તેથી વેચવા માટે આવ્યો છું. મારા જીવનને આધાર આ આભૂષણે છે, તેથી ઝવેરીએ એ માણસને કહ્યું કે ભાઈ! તમે અહીં બેસે. તમારા અલંકારો ઘણાં કિંમતી છે એટલે એની કિંમતના દામ લઈને આવું છું. એમ કહી આવનાર માણસને બેસાડીને ઝવેરી મારી પાસે આવ્યો ને બધી વાત કરી. મેં સુભટોને મોકલીને એને કેદ કરાવીને મારી પાસે હાજર કર્યો. મેં એને અલંકારો સબંધી જુદી જુદી રીતે ફેરવીને પૂછયું પણ એણે તે એક જ વાત કરી કે અલંકારો મારા જ છે, પછી એ અલંકારો મેં જાતે જેયાં ને સુચનાને પણ બતાવ્યા. અમે બંનેએ ખૂબ ધારીને જોયા તો એના ઉપર ઉજજૈનીની છાપ હતી. વળી અલંકારો સુચનાને અલંકારો જેવા જ હતા એટલે અમે અનુમાનથી નક્કી કર્યું કે આ બધા અલંકાર તમારા છે, પણ કઈ ચોર તમારી પાસેથી ગમે તે રીતે એરી લાવ્યો હશે તેથી એ માણસને અમે બંદીખાનામાં પૂરાવ્યો ને અલંકારો મેં સુચનાને સાચવવા આપી દીધા.
આ રીતે વિજયસેન રાજાએ વાત કરી ત્યાં સુચના અલંકારો લઈને આવી પહોંચી ને સુશીલાને આપતાં કહ્યું કે, મોટી બહેન! આ અલંકારો તમારા જ છે ને? જોઈ લે. ભીમસેન અને સુશીલાએ બધા આભૂષણે બરાબર જોઈ લીધા. એમાંથી એક પણ વસ્તુ ગુમ થઈ ન હતી. એ બધા પોતાના જ આભૂષણ છે. ભીમસેને કહ્યું જોયું ને? આનું નામ કર્મ. આપણું અશુભ કર્મને ઉદય હતું ત્યારે એ આપણી પાસેથી ચાલ્યા ગયા ને એ કર્મ દૂર થતાં આપોઆપ આપણને મળી ગયા. વાહ કર્મરાજા વાહ! શું તારી લીલા છે! પછી દાગીના કેવી રીતે ચાર ચેરી ગયો તે બધી વાત સુચના તથા વિજયસેનને કહી સંભળાવી. એમને દુઃખની એકેક વાત સાંભળતા સુચના અને વિજયસેનની આંખમાં આંસુ આવી જાય છે. હવે ભીમસેન અને સુશીલા કર્મરાજાની લીલા જોતાં આનંદથી રહે છે. ત્યાં શું બનશે તે અવસરે.