________________
૨૪
શારદા સિદ્ધિ તમે મારા ભાઈ છે. માતા અને પિતા પણ તમે છે. મને તમારા વિના ગમશે નહિ. તમે જ્યાં જશે ત્યાં હું તમારી સાથે જ આવીશ. સુરેશે એને ખૂબ સમજાવીને ઘેર મોકલ્યા.
સુરેશના અંતિમ સમાચાર– આ તરફ સુરેશે કેઈના મઢે દીક્ષા લેવાની વાત જણાવી હશે. એ વાત માલતીને પહોંચી ગઈ તેથી એના આનંદને પાર નથી કે ઠીક થયું. મર્યો નહિ પણ સાધુ થશે એટલે ટાઢા પાણીએ ખસ જશે. ત્યાં વિનય બહારથી આવ્યો એટલે એને બાથમાં લઈને કહે છે બેટા ! તું તે મહાભાગ્યશાળી છે. હવે સુરેશ સાધુ થશે એટલે સાલ જશે ને તું બધી મિલ્કતને માલિક બનશે, ત્યારે વિનયે મોઢું ફેરવીને કહ્યું બા હવે તું છાનીમાની બેસી રહે. તારી માયાજાળ હવે તૂટી પડી છે. બસ કર. મારે તારી વાત સાંભળવી નથી. તે દેવ જેવા અને મારા બાપથી પણ અધિક એવા મારા મોટાભાઈના પ્રાણ લેવાનું કાવવું કર્યું હતું. તેમાં હું જ કૂટાઈ ગયો પણ મારા ભાઈના પુણ્ય હું બચી ગયે. હવે હું તને અંતિમ સમાચાર આપવા આવ્યો છું. મારા મોટાભાઈ સંસાર ત્યાગી સાધુ બનવા ઈચ્છે છે તે હું પણ એમની સાથે જ જાઉં છું. એમનામાં કેટલા ગુણો છે! એમને મારા ઉપર કેટલે નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમ છે એ તું ન સમજી શકી તે તારું ભાગ્ય... હવે તું સંભાળી લેજે. એમ કહીને તે મોટાભાઈ પાસે ચાલ્યો ગયો. માતા રડતી રહી પણ એના સામું જોવા ન રહ્યો.
બંને ભાઈની દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના હતી એટલે કુદરતી થોડા દિવસમાં મહાન સંત પધાર્યા. એમની પાસે બંનેએ દીક્ષા લીધી. જે દીકરાને માટે માતાએ સુરેશને મારવાના કામ કર્યા ત્યારે એ જ દીકરો પણ પિતાને ન રહ્યો. લાખોની સંપત્તિ છોડી બંને યુવાન પુત્રોએ દીક્ષા લઈ લીધી, તેથી એ બહુ દુઃખી થઈ ગઈ અને છ મહિનામાં એને કર્મને ઉદય થતાં ભયંકર રોગથી ઘેરાઈ ગઈ ને ખૂબ રીમાઈ રીબાઈને મરીને એના કર્મો ભેગવવા દુર્ગતિમાં ચાલી ગઈ, અને બંને પુત્રે ઉગ્ર તપ અને સંયમની સાધના કરીને કામ કાઢી ગયા. જુઓ આ તમારો સંસાર, છે એમાં સખ? જે મિલ્કતને માટે આટલા કર્મો બાંધ્યા એ તે અહીં ને અહીં પડી રહી. કોઈ ભેગવવા રહ્યું? પાછળથી એ મિલ્કતને સજજન પુરૂએ શેઠના નામથી ધર્માદામાં વાપરી નાંખી. ટૂંકમાં આપણે તે એ સમજવું છે કે જે સંસારને તમને મેહ છે એ કે ભયાનક છે! આત્માથી છને આવા સંસારમાં ગમે ખરું? આત્મસમાધિમાં લીન એવા ચિત્તમુનિને બ્રહ્મદત્ત ચક્રવતિ એમની અદ્ધિના ગમે તેટલા પ્રલોભને આપે છતાં એમને આવા સ્વાર્થ ભર્યા સંસારમાં કયાંથી ગમે?
બંધુઓ! આત્માથી પુરૂષને દેવના બનાવેલા મહેલ પણ જેલ જેવા લાગે છે. એમને એમાં સહેજ પણ આનંદ કે રસ હેતે નથી, એટલે ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને કહ્યું કે હે રાજન ! હું તે તમારે 'ઉપર દયા કરીને તમને સંસારથી