________________
શારદા સિત
૭૨૩
ગ ને ખાવાનું માંગ્યું તેથી બાઈએ એને લાડ આપે. હજુ લાડ પૂરે ખાધે ન ખાધે ત્યાં તે વિનયની નસેનસ ખેંચાવા લાગી ને આંખેના ઓળા ચકળવકળ થવા લાગ્યા. શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. આ જોઈને રસોઈયાણ બાઈ ગભરાઈ ગઈને બૂમ પાડી કે સુરેશભાઈ તમે જલદી આવો. આ નાનાભાઈને કંઈક થઈ ગયું એટલે સુરેશ દેડતે વિનયની પાસે ગયો ને જઈને જુએ છે તે પિતાને વહાલે ભાઈ હાથપગ પછાડી રહ્યો છે. એટલે સુરેશ તરત ડોકટરને બોલાવી લાવે, અને માલતીને પણ બંગલે આવવાનું કહેવડાવી દીધું. ડૉકટર સમજી ગયા કે ભેજનમાં વિષ પ્રયોગ છે, તેથી ઝેર કાઢવા તાત્કાલિક ઉપાય કરવા માંડ્યા. બીજી તરફ માલતીને ખબર મળ્યા કે દીકરાને કંઈક થયું છે પણ કયા દીકરાને થયું છે એ કહેનારે કહ્યું નહિ. એને તે ખબર હતી કે મેં સુરેશને માટે શું કર્યું છે? પોતાને વિનય ત્યાં ગયો છે એ તે કલ્પના પણ ન હતી એટલે ઉપરથી રડવાને ડેળ કરતી પણ અંદરથી હરખાતી બંગલે આવી. ત્યાં પોતાના દીકરાની આ દશા જોતાં એનાં તરંગને ભંગ થઈ ગયે. છાતી અને માથા ફૂટવા લાગી ને રડતી રડતી બોલી કે અરેરે.... હાથના કર્યા હૈયે વાગ્યા. આ સાંભળતાં સુરેશ અને ડોકટર સમજી ગયા કે નક્કી આણે જ કાળો કેર વર્તાવ્યું છે. ડોકટરે અકસીર દવાઓ આપીને ઝાડા-ઉલટી વાટે થોડી વારમાં બધું ઝેર કઢાવી નાંખ્યું, પછી ત્રણ ચાર કલાકે વિનય ભાનમાં આવ્યું ને આંખ ખેલી પણ શરીર એકદમ નરવશ બની ગયું હતું, તેથી ડોકટરે એ માટે ટમેન્ટ શરૂ કરી દીધી પછી માલતી સામે જોઈને કહ્યું કે લાડુમાં સર્પ કે ગરોળીનું ઝેર નથી પણ ભારે સેમલનું ઝેર ભેળવાયું હોય તેમ લાગે છે. આ લાડુ કોણે બનાવ્યા છે? રાણીએ કહ્યું કે આ તે બાએ બનાવ્યા છે. મેં નથી બનાવ્યા. સુરેશના મનમાં થયું કે માતા ખુલ્લી પડશે એટલે ડૉકટરને કહ્યું સાહેબ! એ તે ગમે તે રીતે પડી ગયું હશે. મારી બા કઈ જાણી જોઈને થોડું ઝેર નાખે! તમે એ વાત જવા દે. મારા ભાઈને જલ્દી સારું થાય તેમ કરો.
માતાના વર્તનથી સુરેશને આવેલ વૈરાગ્ય-” પાંચ સાત દિવસે વિનય તદ્દન સ્વસ્થ બન્યું. સુરેશ માતાનું કારસ્તાન સમજી ગયા, તેથી વિનયને પાસે બેલાવીને કહ્યું ભાઈ ! તું મને અત્યંત વહાલો છે પણ હવે હું તને આ બધું સોંપીને મારા આત્માનું કલ્યાણ કરવા માટે સંસારનો ત્યાગ કરીશ, કારણ કે હવે મને સંસારની અસારતા સમજાઈ ગઈ છે. ધનને માટે બાએ મારા પ્રાણ લેવા માટે આવું કાવત્રુ કર્યું હતું પણ હું ન મર્યો. મારા બદલે તારા ઉપર પ્રયોગ થઈ ગયો. તું મારી જાત પણ મારું ભાગ્ય ઉજળું એટલે તું બચી ગયે. હવે હું ઉજળે મોઢે સંસારને ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધીશ. મારા નિમિત્તે બાને કેટલું પાપ કરવું પડયું ? માટે હવે તું મને રાજીખુશીથી રજા આપ. હવે મારે એક તારી રજા લેવાની છે. હું બાની રજા લેવા જવાનું નથી. આ સાંભળીને વિનય ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા ને કહ્યું મોટાભાઈ!