________________
શારદા સિદ્ધિ
૭૨૫ બહાર કાઢવા આવ્યો હતો એને બદલે તમે મને તમારા ઘરમાં લઈ જવાની કયાં વાત કરો છે? મને જે સુખોની લાલચ આપે છે તે સુખ કેવા છે ? . .
ગીત વિલાપ વિડંબન નૃત્ય છે, વિષમ ભાર ગણું ભૂષણે બધા, વિષય ભેગ હળાહળ ઝેર છે, ક્ષણિક સૌખ્ય અનંત દુ:ખકર, તારા ગીત અને સંગીત એ તે બધા વિધવા બહેનના વિલાપ જેવા લાગે છે. નાટક તે વિટંબણા રૂપ છે. સર્વ આભરણે ભાર રૂપ છે અને પાંચ ઈન્દ્રિયના વિષયો એ તે ભયંકર વિષમ ઝેર છે. ઝેર તે માણસને એક જ ભવ મારે છે પણ આ વિષય ભેગે તે જીવને ભવોભવ સુધી મારનારા છે. જેમાં ક્ષણિક સુખના સ્વાદ પાછળ લાંબા કાળ સુધી દુઃખ ભોગવવા પડે એવા આ સંસારમાં જાણી જોઈને કણ પડે? સંસારનું સ્વરૂપ કેવું બિહામણું છે એ તે તમે દેખે.
નૃત્ય હેતા થા જિસ ઘર, હાય હાય હો રહી વહાં, નહીં રોટીયાં ભી મિલતી, લગતા થા ષટરસ ભેગ જહાં ઈસ ક્ષણભંગુર જગમેં રહતા, સ્થિર સુખકા સાજ નહીં, •
નહીં અરે દિખતા ઈસ જગમેં, દુ:ખ રહિત સુખ હાય કહીં. જે ઘરમાં આજે દીકરાના લગ્ન લેવાયા હોય તે ઘરમાં કેટલે આનંદ આનંદ હોય? ત્યાં સ્ત્રીઓ મીઠા સાદે મંગલ અને મધુર ગીત ગાતી હોય, મંગલ વાજિંત્ર વાગતાં , હોય, નૃત્ય ચાલતા હોય એ ઉત્સવ અને ઉત્સાહ હોય છે. સગાસબંધી અને જ્ઞાતિજને આનંદ વિભેર બની ગયા હોય છે. એ જ ઘરે બીજે દિવસે કંઈક વાર એકાએક યુવાન દીકરાનું મૃત્યુ થતાં આનંદને બદલે શેક છવાઈ જાય છે. મંગલ ગીતે ગવાતા હતાં તેને બદલે કરૂણ રૂદન અને હાય..હાય...-વિગેરે શબ્દો સાંભળવા મળે છે. જ્યાં હાસ્યના ફુવારા ઉડતા હતા એને બદલે સગા સ્નેહીઓની આંખમાંથી ચોધાર આંસુની ધારાઓ વહેવા લાગે છે. આ રીતે જે ઘરે આનંદની ઉમિઓ ઉછળતી હોય ત્યાં ઉદાસીનતા છવાઈ જાય છે.
ચિત્તમુનિ બ્રહ્મદત્તને કહે છે હે રાજન! તમારું સુખ એ સાચું સુખ નથી, દુઃખમિશ્રિત સુખ છે. કદાચ તમારા ભૌતિક ઠાઠમાઠ ઝાકઝમાળ દેખાતા હોય પણ એ તે ચાર દિવસની ચાંદની ને પછી અંધારી રાત છે. જેમ પંઠાની હેડી ગમે તેટલી મનહર દેખાતી હોય પણ એમાં બેસનારને દરિયામાં અધવચ ડૂબાડી દે છે. પણ લાકડાની હડી ભલે દેખાવમાં સાદી દેખાતી હોય પણ એમાં બેસનારને ક્ષેમકુશળ સામે કિનારે લઈ જાય છે. એવી રીતે તારા સંસારના સુખો ભલે મને હર હોય પણ એ પૂંઠાની હોડી જેવા છે, અને સંયમના સુખે લાકડાની નૌકા જેવા છે. હવે સાચું સુખ ક્યાં છે તે વાત ચિત્તમુનિ કહેશે તેને ભાવ અવસરે.
ચરિત્ર – સુચનાએ ભીમસેન તથા સુશીલાને કહ્યું તમારા દાગીના તમને આપી દઉ, ત્યારે ભીમસેન અને સુશીલાએ કહ્યું કે, અમારા દાગીને અહીં કયાંથી આવ્યા?