________________
શારદા સિદ્ધિ
રહ્યો છે. મનુષ્ય અને દેવ એ એ સુગતિ છે. એ ઉજળી જેલ છે અને નક અને તિય ચ એ એ કાળી જેલ છે. અહી પણ માણસાને જેવા ગુના તેવી એને જેલ મળે છે. અમુક જેલીઓને તે એના ઘર કરતા પણ વધારે સુવિધા જેલમાં મળે છે ત્યાં મનગમતુ ખાવા પીવાનુ', હરવા ફરવાનું, રેડિયા સાંભળવાનુ, ટી. વી. જોવાનુ, પેપર વાંચવાનું બધું હોય છે છતાં માણસ એમ ન વિચારે કે મને મારા ઘર કરતાં પણ અહી વધારે સુખ છે તેા રહી જાઉં, પણ એ તે એક જ વિચાર કરે કે અઠ્ઠી' મને ગમે તેટલા સુખા મળે પણ અંતે જેલ જ છે ને! આ જેલમાંથી મારો કયારે છૂટકારો થાય, એમ જ ઝ*ખતા હોય છે. એમ આત્માને પણ આ સ'સાર એક જેલ છે. એમ લાગે તા જેલમાંથી છૂટવાને પુરૂષાર્થ કરે પણ હજી તમને આ સંસાર એ જેલ છે એવુ લાગ્યું નથી. જેલમાંથી છૂટવા માટે કાયા, કુટુંબ, ક ંચન અને કામિનીના રાગ છેડવા પડશે. ચિત્તમુનિને ચતુર્ગ તિની જેલના સળીયા રૂપ આઠ ક`ના બધના તેડીને મેાક્ષના સુખા મેળવવાની લગની લાગી હતી તેથી સ'સારના મહાન સુખા છેોડીને સંયમના મા લીધા હતા પણ જેને સ`સાર જેલ નહિ પણ મહેલ જેવા લાગ્યા છે એવા બ્રહ્મવ્રુત્ત ચક્રવતિ` ચિત્તમુનિને સ'સારના સુખા ભોગવવા માટેનુ આમંત્રણ આપતાંશુ કહે છે. नहिं गीएहि य वाइएहि, नारी जणाहि परिवारयंता ।
ه می
जाहि भोगाई इमाई भिक्खू, मम रोयह पव्वज्जा हु दुखं
||१४||
'
હે ભિક્ષુ ! મારા દિવ્ય મહેલામાં સ'સારના સુખની સ'પૂ` સામગ્રીઓ ભરેલી છે. ત્યાં દરરોજ બત્રીસ પ્રકારના નાટકોના ધમકાર ચાલે છે, એ નાટકામાં ગવાતા વિવિધ પ્રકારના ગીતા સાંભળેા ને નાટકા જીએ. વાજિંત્રોના સૂર સાંભળો અને એકેક રૂપ રમણીઓની સાથે આપ શબ્દાદિક વિષયભેગાને આનંદથી ભોગવા અને આ સયમનો વેશ ઉતારી નાંખા, કારણ કે મને તે આપની આ દીક્ષા દુઃખકારક લાગે છે. કાયાને કષ્ટ આપનાર તમારી પ્રવયમાં છે જ શું ? આપ કહો તેવી સુ ંદરીઓ સાથે તમને પરણાવી દઉં. તમને જે મહેલ ગમશે તે આપી દઈશ. કિમતી આભૂષાથી આપના દેહને શણગારીશ. મનગમતા વસ્ત્રો પહેરવા આપીશ, અને તમારે સુખ ભોગવવા માટે જે જે ચીજોની જરૂર હશે તે બધી હુ· પૂરી પાડીશ. કદાચ તમને એમ થતુ હાય કે હમણાં તે આ ચક્રતિ મને સુખની બધી સામગ્રી આપી દે પણ પછી મારું શું? તા તમારે એવી પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારી બધી જવાબદારી મારા માથે છે. હુ' જિ ંદગીભર તમને પાળીશ, પણ તમે આ દીક્ષા છોડીને મારા મહેલમાં પારો, અને નારીજનેની વચમાં બેસીને ગીત, નૃત્ય અને વાજિંત્રોની સાથે આપના મનને બહેલાવેા. આ જીવનને શા માટે બ્ય ગુમાવા ? આ શુષ્ક તપશ્ચર્યામાં દુ:ખ સિવાય બીજી છે શુ? આ પ્રમાણે કહીને પૂર્વભવના ભાઈના સ્નેહમાં અનુરક્ત અનેલા એ બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને સંસારના સુખા ભાગવવાનુ આમંત્રણ આપે છે પણ