________________
૭૨૦
શારદા સિદ્ધિ
સુખમાં મસ્ત બનેલ અંતરાત્મા છે એને મન તે એ બધા આભરણે ભારરૂપ લાગે છે, અને જે શબ્દાદિક વિષયે છે એ તે તૃષ્ણાને વધારનાર હોવાથી દુઃખરૂપ છે.
જેમ સંગ્રહણીને દદીને માટે દૂધ ઝેર જેવું છે. ત્રિદોષને દદીને માટે પતાસું ઝેર જેવું છે એમ આ તારા સંસારના સુખો મોક્ષ સુખની અભિલાષાવાળા ત્યાગી સંતેને માટે એકાંત ઝેર જેવા છે. ત્યાગીને મન ચક્રવર્તિની તો શું પણ દેવલોકના દેવની અદ્ધિ પણ તુચ્છ છે. એને મન બાહ્ય સંપત્તિની કાંઈ કિંમત નથી.
રજકણ કે ઋધિ વૈમાનિક દેવની, સમાન્યા પુદગલ એક સ્વભાવ જો.” આત્માથી ત્યાગી આત્માઓને મને માટીના ઢગલા હોય કે એક બાજુ સેના રૂપાના ઢગલા હેય બંને એમની દષ્ટિમાં સરખા છે. દેવલેકમાં રહેલા વૈમાનિક દેવની સંપત્તિ હોય કે મૃત્યુલેકના માનવીની સંપત્તિ હેય બધું માટી તુલ્ય છે. એની સામે દેવાંગને આવીને ઉભી રહે કે મૃત્યુલેકની સૌંદર્યવાન સ્ત્રી ઉભી રહે પણ એને મન તે બંને લાકડાની પુતળી જેવી લાગે. હાડકાના માળા જેવી લાગે છે, પછી એમાં કયાં મોહ ઉત્પન્ન થાય? એમાં ત્યાગીને આનંદ કયાંથી આવે? તે સિવાય આ તારો સંસાર તે ભડભડતા દાવાનળ જેવું લાગે છે. એકાંત દુઃખને ભરેલું છે. જ્યાં એકાંત જે સ્વાર્થ ભરેલે છે એવા સંસારમાં સુખ કે આનંદ નથી આવતું. ભૌતિક સુખમાં રમણતા કરનારને સંસારમાં આનંદ આવે છે અને ગમે તેટલું દુઃખ પડવા છતાં એ દુઃખને સુખ માનીને સંસારમાં પડી રહે છે. સંસાર કે સ્વાર્થમય છે! સમય ” આવે ઉપકારીને ઉપકાર પણ ભૂલી જઈને કે અપકાર કરે છે તે એક દષ્ટાંત આપીને સમજાવું.
એક મોટા શહેરમાં એક શ્રીમંત શેઠ-શેઠાણ રહેતા હતા. પુણ્યોદયે લક્ષ્મી ખૂબ હતી. શેઠ શેઠાણ બંને ખૂબ સજજન અને ધમષ્ઠ હતા. એમને એક પુત્ર હતે. તેનું નામ સુરેશ હતું. આ શેઠાણ ખૂબ દયાળુ હતા. સાધુ સંતો અને ગરીબની ખૂબ સંભાળ રાખતા હતા. તે પોતાના પુત્ર સુરેશને ખૂબ સારા સંસ્કાર આપતા. સે શિક્ષક જે સંસ્કાર નથી આપી શકતા તે એક માતા આપી શકે છે, અને સંતાનના જીવનનું સુંદર ઘડતર કરી શકે છે. સુરેશ દેખાવમાં રૂપવાન હતો સાથે ગુણવાન પણ હત, તેથી તે માતાપિતાને ખૂબ વહાલે લાગતું હતું. સાથે બીજા લેકને પણ ઘણે પ્રિય હતો. ખૂબ આનંદથી શેઠનું કુટુંબ વસતું હતું પણ સંસારનું સુખ અને આનંદ કયાં કાયમ માટે ટકવાનું છે! સુખમાં કયારે દુખને તણખે આવી જાય છે એની કયાં કેઈને ખબર પડે છે!
માતાને પ્રેમ આપતી માલતી” :- સુરેશ પાંચ વર્ષને થયે ત્યાં એની માતાને કાળરાજાએ ઝડપી લીધી. માતાનું અચાનક અવસાન થવાથી સુરેશને તથા એના પિતાને ખૂબ આઘાત લાગે. આવી ગુણીયલ પત્નીને વિગ થવાથી શેઠ ખૂબ રાપ કરવા લાગ્યા ત્યારે એમના કુટુંબીજને કહે છે શેઠ! આમ ઝૂરાપ કરવાથી