________________
،اف
શોરહા સિદ્ધિ ભગવાનની વાણીમાં અદ્દભૂત શક્તિ રહેલી છે. જિનવચનમાં જેને યથાર્થ શ્રદ્ધા થાય છે એના ભાભવના પાતક ટળી જાય છે.
વીરની વાણી છે પાવનકારી, એ જી એ તે પાપીને પાવન કરશે, વાણીના પ્યાલા જે પ્રેમથી પીશે, જન્મો જન્મના પાતક જાશે
હે જી..એ તો અંતરને નિર્મળ કરશે...વીરની વીતરાગ પ્રભુની વાણીના પ્યાલા જે આત્માઓ પ્રેમથી પીવે છે એની ભવભવની તૃષ્ણાની પ્યાસ બૂઝાઈ જાય છે, અને આત્મામાં અલોકિક આનંદ અને શાંતિને અનુભવ થાય છે. આત્મા નિર્મળ અને હળવો બને છે. વીતરાગ પ્રભુની વાણીનું પાન કરીને કંઈક આત્માઓ સંસારરૂપ સહરાના રણને પસાર કરી મોક્ષની મહેલાતમાં પહોંચી ગયા છે તે હવે આપણે પણ અનંતભવની રખડપટ્ટી અટકાવી અક્ષય-અવ્યાબાધ અને શાશ્વત સુખની મોજ માણવા, મોક્ષની મહેલાતમાં મહાલવું હોય તે એ વાણીને સહારે લેવું પડશે.
જ્ઞાની કહે છે કે ધન, સ્ત્રી, પુત્ર-પરિવાર, શરીર, સગાવહાલા, ખાનપાન, ઘર, દુકાન, જમીન જાગીર, સંપત્તિ, બાગ-બગીચા, વસ્ત્રાભૂષણે તથા સંપત્તિ વગેરે ઉપરનું મમત્વ છવને મોક્ષ તરફ આગળ વધવા દેતું નથી. બસ, આ મારું છે ને તે મારું છે અને હું તેને માલિક છું, સ્વામી છું. આવા સ્વ સ્વામીત્વ સંબંધના કારણે આત્મસાધના અટકી ગઈ છે, માટે આ દુઃખદાયી મમત્વને ત્યાગ કરીને સુખદાયી સમતાનું સેવન કરો. મમત્વને દૂર કરીને સમતા લાવવાને જે કંઈ ઉપાય હોય તે તે એક જ છે કે “g નથિ છે જો નાદ મનહર રસ ” આ અસાર અને ક્ષણિક સંસારમાં હું એકલે જ છું. મારું કોઈ નથી તેમજ હું પણ કેઈ નથી. હું એકલે આવ્યો છું ને મરીને પરલેકમાં એળે જવાને છું. સાથે કાંઈ જ આવવાનું નથી. હું તો આ સંસારમાં ચાર દિવસને મહેમાન છું. મહેમાનને વળી પારકા ઘરની આટલી બધી મમતા અને મોહ શા માટે હવે જોઈએ ! મારે એક દિવસ ઓચિંતા આ બધું મૂકીને મરવાનું છે. હું જપે ત્યારે આ સંસારની એક પણ વસ્તુ લઈને જમ્યો ન હતું, અને અહીંથી આયુષ્ય પૂરું થશે ત્યારે પણ ખાલી હાથે જવાને છું તે પછી હે જીવ ! શા માટે મારું મારું કરીને તું મરી જાય છે. તારુ જે કંઈ છે તે તારી પાસે છે, માટે મોહ, માયા અને મમતાને તું છોડી દે અને સમતાભાવ જીવનમાં અપનાવી લે. વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરનાર જીવને જ્યારે આ વાત સમજાઈ જાય છે ત્યારે મોહ માયા અને મમતાના બંધને તેડી સંસારને ત્યાગ કરે છે.
આપણું ચાલુ અધિકારમાં ચિત્તમુનિને ઘેર કેટલી સંપત્તિ હતી. વૈભવ વિલાસ હતા પણ એમણે એક જ વખત સંતના મુખેથી વીતરાગ વાણી સાંભળી અને વૈરાગ્ય આવ્યો ને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી સંયમની કઠોર સાધના કરતાં કરતાં એમને