________________
૭૧૪
શારદા સિદ્ધિ પ્રાણીના રક્ષણ ખાતર હાથીના પગ નીચે છુંદાવા તૈયાર થયેલ કુમાર” એક દિવસ રસેઈયાએ બે મરઘી આપીને કહ્યું અને સમારી લાવ, જયસુંદર કુમારે કહ્યું મારાથી આ કામ નહિ થાય રસેઈએ તાડુકીને કહ્યું–નહીં કેમ બને ? નેકરી કરે છે તે જે કહીએ તે બધું કરવું પડશે. કુમારે કહ્યું તમે જે કહેશે તે બધું કરીશ પણ આ નિર્દોષ જીવોને મારવાનું હિંસાનું કામ મારાથી બિલકુલ નહિ બને, ત્યારે રસોઈયાએ બે તમાચા મારીને કહ્યું છે તું એ કામ નહિ કરે તે હું તને રાજાસાહેબ પાસે લઈ જઈશ. ભલે, ખુશીથી લઈ જા. મરી જવું કબુલ છે પણ કોઈ જીવનો વધ હું નહિ કરું. કુમાર તે મક્કમ રહ્યો ત્યારે રાજાએ ગુસ્સો કરીને કહ્યું-ભાઈ! તું તે નેકરી કરે છે ને આવું કરે તે કેવી રીતે ચાલે ? નેકરી એટલે નોકરી. નોકરીમાં તે શેઠને જે હુકમ હોય તે બજાવ પડે. આવી રીતે આજ્ઞાનું અપમાન કરાય? કુમારે કહ્યું સાહેબ ! બધી આજ્ઞાનું પાલન થશે પણ જેને મારવાનું કામ મારાથી નહિ થાય. એ તે તારે પહેલાં જ કરવું પડશે. કુમારે નીડરતાથી કહ્યું સાહેબ! જે એમ જ હોય તે હું નેકરીમાંથી છૂટી થઈ જઈશ.
રાજા કહે છે હું તને એમ છૂટે નહિ થવા દઉં', તને તે હું ભયંકર સજા કરીશ. આજે તને છૂટ કરું તે કાલે બીજા નોકરો પણ એમજ કરશે આજે તને સજા કરું તે બીજા નેકરી ઉપર છાપ પડે, માટે હજુ કહુ છું કે કહ્યા પ્રમાણે કામ કરવા માંડ, નહિતર હાથીના પગ નીચે કચરીને તને મારી નાંખીશ. આ સમયે કુમાર વિચાર કરે છે કે આજે મારી પરીક્ષાને દિવસ છે. સેનાની પરીક્ષા અગ્નિમાં થાય. સેનું અગ્નિમાં પડે ત્યારે ચકમકતું થાય. એવી રીતે આત્મા પણ આવી અગ્નિ પરીક્ષા થાય ત્યારે નિર્મળ બને છે. તે પરીક્ષામાં ગભરાવાનું શું ? ભલે ને હાથીના પગ નીચે છુંદાઈ જવું પડે. હું જીવીને બીજાને મારું એના કરતાં હું પિતે જ મરી જાઉં તે શું ખોટું? મારો આત્મા તે અમર છે. એ ક્યાં મરવાને છે? એમ વિચારી એણે રાજાને કહી દીધું કે તમારે જે શિક્ષા કરવી હોય તે ખુશીથી કરો, પણ હું કઈ જીવને મારીશ નહિ.
છેવટે કુમારને થયેલે વિજય” – રાજાએ એને મેદાનમાં સૂવા અને એક ગાંડોતુર હાથી એને મારવા માટે છોડે. હાથી દોડતો કુમારની પાસે ગયે પણ નજીકમાં આવતાં એના પગ અટકી ગયા, ત્યારે માણસે હાથીને અંકુશ મારીને કુમારને છૂંદી નાંખવા કહે છે તે પણ હાથી ત્યાં જઈ શકતું નથી. આ જોઈને રાજા પણ થંભી ગયા. નક્કી આ કઈ દૈવી પુરૂષ છે. આ માણસ જાની દયા ખાતર પ્રાણુનું બલિદાન આપવા તૈયાર થયેલ છે ત્યારે હું એને કયાં મારી નાંખું છું! મારાથી અધમ કેણ રાજાનું હદય પલ્ટાઈ ગયું ને એની પાસે જઈ એને બાથમાં લઈને કહ્યું છે