________________
શારદા શિહિ જાડવા લા. એને ત્રાસ ખૂબ વધી ગયું ત્યારે લેકેએ રાજાને ફરિયાદ કરી. રાજાએ ચેરને પકડવા માટે સિપાઈ એને હુકમ કર્યો એટલે રાજાના સિપાઈએ રાતદિવસ ચેરને પકડવા માટે મહેનત કરવા લાગ્યા પણ કઈ રીતે ચોર પકડાતું નથી. રાજાએ જયસુંદરકુમારને ચોરને પકડવા માટે જવાની આજ્ઞા કરી એટલે એ પણ રાતના સિપાઈઓની સાથે ચારને પકડવા માટે ફરવા લાગ્યા. શેધતાં શોધતાં એક દિવસ ચેર પકડાઈ ગયે. ચેરને જોઈને જયસુંદરકુમાર વિચાર કરવા લાગે કે આ ચોરને સિપાઈઓ સવારે પિતાજી પાસે હાજર કરશે અને પિતાજી ચેરને મારી નંખાવશે. તે મારાથી આનું દુઃખ કેમ જોવાશે? હું એને કંઈક સમજાવીને છોડી દઉં. - “ કુમારના ઉપદેશથી ચેરનું પરિવર્તન”:- વિચાર કરીને કુમારે ચારને કહ્યું કે ચોરી કરીને ઘણું લેકેને હેરાન કર્યા એમાં તને શું મળ્યું ? ચેરીનું પાપ તે કર્યું. ચેરીને માલ તારા ઘરના બધા ખાશે ને પકડાવું તારે પડ્યું, અને રાજા જે શિક્ષા કરશે એ પણ તારે જ ભેગવવી પડશે ને? રાજા તે તને ફાંસીએ ચઢાવશે. સમ ? આ સાંભળીને ચેરની આંખમાં આંસુ આવી ગયા, અને કુમારના ચરણમાં પડીને કહ્યું સાહેબ ! તમારી વાત સાચી છે. ધનના લેભમાં હું ભાન ભૂલ્ય. મેં ઘણાં લોકોને રંજાડયા. ઘણાને કષ્ટ આપ્યા પણ હવે જે તમે મારા ઉપર દયા કરે ને મને છોડી મૂકે તે હું ફરીને જિંદગીમાં ચેરી નહિ કરું. એમ કહીને કુમારના ચરણમાં પડીને કરગરવા લાગે. કુમારના દિલમાં દયા તે હતી એટલે ચારને આ રીતે કરગરતે જોઈને સિપાઈઓને કહે છે, આ ચાર હવે કદી ચેરી નહિ કરે માટે એને છોડી મૂકે. સિપાઈઓએ કહ્યું કુમાર ! એમ કંઈ ચેરને છેડી મૂકાય ? એ તે અત્યારે પકડાઈ ગયે એટલે છૂટવા માટે રડે છે પણ પછી આપણને હેરાન કરશે.
'“કુમારની કરૂણુ” :- કુમારનું હૃદય પવિત્ર હતું એટલે એણે કહ્યું ભાઈ! મેં એને બરાબર ચકાસી લીધું છે. મને ખાત્રી છે કે હવે એ ચેરી નહિ કરે, માટે પિતાજીને આ વાત કહેતા નહિ. પિોલિસેએ તે ઘણી ના પાડી છતાં કુમારે એને છોડી મૂકા. ચેરને કુમારે પિતાની પાસેથી પૈસા આપ્યા ને કહ્યું –ભાઈ! લે, આ પૈસા. એમાંથી કંઈ કામધંધે કરજે પણ હવે ફરીથી કરી ચોરી કરે નહિ. આથી ચેરના દિલમાં કુમાર પ્રત્યે ખૂબ માન ઉપજયું ને હૈયામાં હર્ષ થયે. એના મનમાં થયું કે અહો ! માનવ તે હું પણ છું ને આ પણ માનવ છે, છતાં મારામાં ને એમનામાં કેટલે બધે ફરક છે ! આ રાજકુમારની કેટલી બધી ઉદારતા છે ને હું કે અધમ પાપી છું! આમ વિચાર કરતાં ચેરનું હૃદય ભરાઈ આવ્યું, આંખમાં ઝળઝળીયા આવી ગયા. ત્યાં ચોર હદયપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હવે હું ચેરી નહિ કરું, એટલે કુમારે પિલિસેની ઈચ્છા ન હોવા છતાં એને છોડાવી મૂક્યો. એ તે ખુશ ખુશ થતે કુમારને ઉપકાર માનીને ચાલ્યા ગયે.